SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વગઃ સમયસાર કળશ-૩ આત્માર્થ અંગે ટકોત્કીર્ણ વચનામૃત છે કે - અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. શ્રી સહજત્મ સ્વરૂપ.” કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અંક-૭૧૯ અને આમ જે આ યુગપ્રવર્તક (Epoch - making) અનુપમ અદ્વિતીય, અલૌકિક, અસાધારણ વ્યાખ્યા ગ્રંથ આ મહાનિગ્રંથ આત્મજ્ઞાની વીતરાગ મુનિચંદ્ર અમૃતચંદ્રજીએ પારમાર્થિક ‘સર્વોદય’ રૂપ આ અનન્ય તત્ત્વકળાથી ગૂંથ્યો છે, તે જેમ મુખ્યપણે આત્માર્થે - આત્મોપકારાર્થે સાર્વજનિક ઉપયોગી ગ્રંથ છે, તેમ આનુષંગિકપણે પરાર્થે-પરોપકારાર્થે પણ છે, પણ અહંકાર - મમકારનું સર્વથા વિલોપન કરનારા માર્દવમૂર્તિ આચાર્યજીએ જે કે માર્દવથી તેમ સ્પષ્ટ કહ્યું નથી, તો પણ સામર્થ્યથી સહેજે સમજી શકાય છે. એટલે દેહાશ્રિત અહેવ-મમત્વનું વિસર્જન કરી ભસ્મીભૂત કરી જે કોઈ સાચો આત્માર્થી શુદ્ધ આત્માર્થેનું સમ્યક ભાવન કરશે, તેના આત્માની પણ અનુભૂતિ થકી પરમ વિશુદ્ધિ થશે. મહાપુરુષો સ્વઉપકારાર્થે જે કૃતિ રચે છે, તે આનુષંગિકપણે સર્વ ઉપકારાર્થે, સાર્વજનિક ઉપયોગની પારમાર્થિક “સર્વોદય' રૂપ પણ થઈ પડે છે, તેનું આ જ્વલંત ઉદાહરણ છે. એટલે જ આવા સદુપદેષ્ટા સાધુચરિત સપુરુષોની વ્યાખ્યાન પ્રવૃત્તિ જેમ મુખ્યપણો મોટેથી ઉચ્ચ સ્વરે સ્વાધ્યાય રૂપ હોય છે, તેમ આવી પરમ તપ રૂપ શાસ્ત્ર લેખન પ્રવૃત્તિ પણ મૂક-મૂંગા સ્વાધ્યાય રૂપ સઝાયરૂપ જ હોય છે અને તે ત્રણ કાળમાં અન્ય આત્માર્થીઓને પણ સ્વાધ્યાયાર્થે પરમ ઉપકારી થઈ પડે છે. એટલા માટે જ આવા સ્વાધ્યાય નિમગ્ન સાચા મુમુક્ષુ, ખરેખરા આત્માર્થી, શુદ્ધ આત્મસિદ્ધિના સાધક - સાધુ, સાક્ષાતુ જીવન્મુક્ત દશા અનુભવનારા, અમૃતચંદ્રજીની ‘અમૃત” વાણી શુદ્ધાત્માનુભૂતિ સંપન્ન, સાક્ષાતુ અનુભૂતિમૂર્તિ, શુદ્ધ આત્મારૂપ સમયસારનું ઉત્કીર્તન કરનારા, સાક્ષાત્ સમયસારભૂત, પરમ અધ્યાત્મરસ પરિણત, પરમ ભાવિતાત્મા આ આત્મખ્યાતિક પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની આ સ્વાધ્યાય ઉદ્દઘોષણા અદ્યાપિ અન્ય અધ્યાત્મરસપિપાસુ આત્માર્થી જેગીજનોના હૃદયને સ્પર્શી તેમના પર અપાર ઉપકાર કરે છે. જીવતી જાગતી જ્યોત જેવા આ આત્મદેખા શુદ્ધ ચૈતન્યમૂર્તિ આચાર્યજીની આ શુદ્ધ આત્માનુભૂતિમયી ચેતનવંતી અમૃતવાણી આત્માર્થી જેગીજનોને જાગૃત કરી, તેમના અંતરમાં નિર્મલ આત્મજ્યોતિ રૂપ અનુભવ પ્રદીપ પ્રગટાવે છે અને યાવચંદ્રદિવાકરી પ્રગટાવતી રહેશે, એવું એમાં પરમ દૈવત છે ! અસ્ત ! કારણકે પરમર્ષિ ભગવત્ કુંદકુંદાચાર્યજીના દિવ્ય આત્મા સાથે અભેદભક્તિથી તાદાભ્ય સાધી તેમના ગ્રંથોના અનન્ય ભક્ત, અનન્ય અભ્યાસી અને અનન્ય પરમ અમૃતચંદ્રજી'ની આત્મખ્યાતિ પ્રમાણભૂત વ્યાખ્યાતા તરીકે પરમર્ષિ ભગવતું અમૃતચંદ્રાચાર્યજીની પોકારતી “આત્મખ્યાતિ’ આત્મખ્યાતિ જગત વિખ્યાત છે. અને તેમાં પણ આ સમયસારની વ્યાખ્યા જે “આત્મખ્યાતિ' તરીકે ખ્યાત છે. તે તો આ પરમ આત્માનુભૂતિ દશાસંપન્ન પરમ આર્ષ દષ્ટાના દિવ્ય આત્માનું તાદૃશ્ય-તદાકાર પ્રતિબિંબ પાડતી હોઈ, તે મહામુનીંદ્રની આત્મખ્યાતિ પોકારતી ખરેખર ! “આત્મખ્યાતિ' જ છે, એટલું જ નહિ પણ જે કોઈ, સાચો આત્માર્થી મુમુક્ષુ આ “આત્મખ્યાતિ'નું યથાર્થ ભાવન કરી તથારૂપ આત્મ પરિણમન કરશે, તે પણ અવશ્ય આત્મખ્યાતિ ને (આત્મસિદ્ધિને) પામશે, એટલા માટે પણ આ ખરેખર ! “આત્મખ્યાતિ' છે. માટે શુદ્ધ આત્માનુભવરસનું આકંઠ પાન કરવા માટે અનુભૂતિ મૂર્તિ આચાર્યજીએ જે આ “આત્મખ્યાતિ’ અમૃત રચના કરી છે, તેમાં અવગાહન કરી - ઊંડા ઉતરી, આ પરમ શાંત સુધારસમય શુદ્ધ આત્માનુભવામૃત
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy