SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૩ આમ પર ભાવમાં આસક્તિ રૂપ મોહજન્ય ભાવમલ-ભાવકર્મ કર્મબંધનું મૂળ કારણ છે અને કર્મ એ ભવભ્રમણનું કારણ છે. એટલે સંસારનું મૂળ કારણ મોહ-અવિદ્યા રૂપ આત્મબ્રાંતિ જ છે, આત્મસ્વરૂપનું અજ્ઞાન એ જ છે. “દેહાદિ પર વસ્તુમાં મોહ રૂપ આત્મ મોહરૂ૫ આત્મભાંતિથી જ ભાંતિ એ જ આ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે અને આ ભવભ્રાંતિ : આત્મભ્રાંતિથી જ ભવભ્રાંતિ ઉપજી છે. કારણકે એમ પરભાવને વિષે એ જ મૂલગત ભૂલ આત્મભાવની કલ્પનાને Imagination) લીધે તે પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મોહ વિભાવ રૂપ-ભાવ કર્મ રૂપ ભાવ અશુદ્ધિ ઉપજી અને તેના નિમિત્તે દ્રવ્ય કર્મરૂપ દ્રવ્ય અશુદ્ધિ ઉપજી. પણ થઈ તે થઈ ! હવે આ ભવભ્રાંતિ ક્યારે ટળે ? તેના મૂળ કારણ રૂપ આ મોહજન્ય આત્મબ્રાંતિ ટળે તો, અને તો જ ભાવકર્મ-દ્રવ્યકર્મની સંકલનાનું (chain) દુશ્ચક્ર (vicious circle) બંધ પડે. એટલે મોહરૂપ આત્મભ્રાંતિ ટાળી, રાગ-દ્વેષ-મોહ વિભાવ રૂપ-ભાવકર્મ રૂપ અંતરંગ અશુદ્ધિ અને દ્રવ્યકર્મ રૂપ બહિરંગ અશુદ્ધિ ટાળવા માટે આ આત્માએ અપૂર્વ આત્મ પુરુષાર્થ હુરાવવો યોગ્ય છે. આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છે. છેદો નહિ આત્માર્થ.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિશાસ્ત્ર, સૂત્ર-૧૨૯, ૧૩૦ અને આ અપૂર્વ આત્મ પુરુષાર્થની જાગ્રતિને અર્થે, આત્મારૂપ ઉપાદાનને ઉપાદાન કારણપણે પ્રગટાવવા અર્થે, પરમ ઉપકારી જિન-સિદ્ધ ભગવાનરૂપ સાક્ષાત્ સમયસાર પુષ્ટ નિમિત્તાલંબન ઉપાદાન શુદ્ધ આત્માના પુણાલંબન રૂપ પરમ શુદ્ધ નિમિત્તના અવલંબનની પરમ જાગૃતિ : આત્મપુરુષાર્થ આવશયકતા છે. કારણકે બાધન રૂપ પરભાવના નિમિત્તથી આ જીવ વિભાવ ભાવે પરિણમી ભવભ્રમણ દુઃખ પામ્યો, તો પછી તેથી ઉલટા સાધન રૂપ સ્વભાવના સત્ સાધન નિમિત્તથી સ્વભાવ ભાવે પરિણમી તે ભવભ્રમણ દુઃખ ટાળી શિવરમણ સુખ કેમ ન પામે ? અને આ સ્વભાવના સાધન માટે જેણે જે શુદ્ધ સ્વભાવ સિદ્ધ ક્યો, આ જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અંગે તત્ત્વચિંતક શ્રી દીપચંદજીએ સુંદર મીમાંસા કરી છે - “અનાદિä જીવ પરનતિ અશુદ્ધ હોય રહી છે. ત્યાઁ હી કહિયે હૈ - અનાદિહૈ પુદ્ગલ તો નિમિત્ત ભયા, જીવ કી ચિત્ વિકાર પરિણતિ હોનેકઃ ફિર વહ ચિત વિકાર, પરિણતિ પરનમતિ (પરિણમન કરતી હુઈ) તિસ પુગલક કર્મત્વ પરનામ હવનૈ કૌ નિમિત્ત હોઈ હૈ. યૌ (ઈસ પ્રકાર) અનાદિૌં નિમિત્ત-નૈમિત્તિક પરસ્પર હોય રહે . * જબ યહ પુદગલ કર્મ– ઉદય પરિણતિકીં પરનમ્યાં સહજ હી અપની દ્રવ્યશક્તિ કરિ, તબ હી યહુ જીવ તિસ પુદ્ગલ કર્મવ ઉદય પરિનીત પરનમનેં કે નિમિત્ત પાઈ કરિ હુ જીવ આપુ ચિત વિકાર રૂપ હોઈ પરનâ હૈ. જૈસેં લોક પ્રાતઃ વિર્ષ સૂર્યકા ઉદય પાઈકરિ અવરુ આપી લોક સ્નાન-વણિજ્ય (વ્યાપારાદિક) કાર્યક કરે હૈ, તૈસૈ પુદ્ગલ કર્મકા ઉદય પરિણતિ પાઈ કરિ જીવ આપુ હી વિકાચ્ય પરનâ હૈ. ઈસ ત્રિલોક વિર્ષે કાર્માણ જાતિકી વર્ગના સ્કંધ ભરી હૈ. જબ જિસ જીવકે જૈસી જૈસી જાતિકા મંદ-તીવકરિ ચિતુ વિકાર રાગભાવ હોઈ હૈ, તિસ કાલ તિસી જીવકા રાગ-ચિકનાઈ (ક) નિમિત્ત પાઈ કરિ યથાજોગ કર્મવર્ગણા, તિસી જીવકે પ્રદેશ નિસૌ એકક્ષેત્રાવગાહ કરિ થ્રિપૈહ હિ (ચિપકે હૈ), વા બંધ છે. ઈહિ ભી બંધિકરિ તથા વૈઈ (વહ હી) કર્મ વર્ગના નિજ નિજ કર્મત્વ કાર્ય (મે) વ્યક્ત હોઈ કરિ પરિસર્વે , ઉદયરૂપ હોઈ છે. સો ઐસા ચિતુ વિકાર રાગ, કર્મ વર્ગના કૌ કર્મત્વ વ્યક્ત રૂપ નાના ભાંતિ પરનમનેકૌ નિમિત્ત માત્ર હૈ. * જે વેઈ જીવસૌ એક ક્ષેત્રાવગાહકરિ ચિપી (ચિપકી)થી કર્મ વર્ગણા તે (૩) કર્મત્વ વ્યક્ત પરનામ રૂપ હોકર પરિસર્વે હૈ સહજ આપી કાલલબ્ધિ પાઈ કરિ, તબ હી કિસી કાલવિર્ષે સો તિન વર્ગશાહિકા વ્યક્ત કર્મ– ઉદય નિમિત્ત માત્ર, ઈતના હી પાઈ કરિ અવર યહ જીવ ચિત વિકાર ભાવક પ્રગટ ભયા પરણવૈ હૈ. ઈ.” - શ્રી દીપચંદજી કાશલીવાલ કૃત આત્માવલોકન, પૃ. ૪૫-૪૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy