SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૨ તત્ત્વ દેખી રહી છે, સાક્ષાત્ કરી રહી છે એવી અને તે આત્માનું તત્ત્વ તે કેવું દેખી રહી છે? બીજા બધા બહિર્ગત આત્મ-બાહ્યભાવોથી પદાર્થોથી જુદું જ તરી આવતું એવું “પ્રત્યT - અંતર્ગત અંતરમાં રહેલું, અત એવ સર્વથી “પૃથફ' - અલગ-ભિન્ન-સાવ અલાયદું દેખી રહી છે, પ્રત્યક્ષ અનુભવગોચર કરી રહી છે, આવી અનંતધર્મી આત્માના શુદ્ધ ચેતનરૂપ અંતસ્ તત્ત્વને પૃથક-ભિન્ન દેખતી અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! અનંત ધર્મા (અનુભવ નેત્રથી દેખતી) પ્રત્યગુ આત્માનું तत्व પર વસ્તુ અનેકાંતમયી મૂર્તિઃ જિનવાણી સરસ્વતી (જ્ઞાનમયી, વચનમયી) અનેકાંત સિદ્ધાંતના અનન્ય પરિજ્ઞાતા, અનન્ય પુરસ્કર્તા અને વ્યાખ્યાતા તરીકે વિશ્વવિદ્યુત આચાર્યવર્ય અમૃતચંદ્રજી વિશ્વ તત્ત્વ વ્યવસ્થાપક અનેકાંત તત્ત્વ પ્રત્યે એટલા અનેકાંત જિનવાણી એ જ બધા મુગ્ધ થઈ ગયા છે, કે તેઓએ તેમના “પુરુષાર્થસિદ્ધિ ઉપાય” આદિ ઈતર વાસ્તવિક સરસ્વતી મૂર્તિ ગ્રંથોની જેમ અત્રે પણ મંગલાચરણમાં જ તેની મુક્ત કંઠે સ્તુતિ કરી છે, આ અનેકાંત તત્ત્વને અને તેને પ્રકાશનારી અનેકાંત જિનવાણીને અત્રે મૂર્તિમાન મૂર્તિ રૂપે કલ્પીને તેની પરમ ભાવોલ્લાસથી પ્રશંસા કરી છે. જેમાં અનેક અંત-ધર્મ છે, તે અનેકાંત, અથવા જેમાં અનું એક+અંત છે, અનું એક-(પરની સાથે) એક નહિ તે. એટલે કે (પર વસ્તુથી) ભિન્ન અંત-ધર્મ જેમાં છે તે અનેકાંત અને તન્મયી જે મૂર્તિ તે અનેકાંતમયી મૂર્તિ. આજ દિવ્ય એવી ભગવદ્ વાણી રૂપ સરસ્વતીનું વાગુ દેવીનું વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ છે. અન્યથા પ્રકારે જે સરસ્વતીની મૂર્તિની કલ્પના કરવામાં આવે છે, તે કલ્પના જ છે, યથાર્થ નથી. સમ્યફ વાણી, સતુ વાણી, જિનવાણી-પરમ શાંતરસ નિમગ્ન જિન વીતરાગની અમૃતસરની જેમ પરમ શાંત અમૃતરસધારા પ્રવહતી અમૃત વાણી એ જ સરસ્વતી છે, અર્થાત્ સમ્યગુ જ્ઞાન સંપન્ન આપ્તવાણી એ જ સરસ્વતીની મૂર્તિ છે, મૂર્તિમાનું સાક્ષાત્ સરસ્વતી છે. અને અનેકાંત વાણી એ જ સમ્યગુ જ્ઞાન સંપન્ન સતુ વાણી, આપ-પ્રમાણ વાણી છે, માટે અનેકાંત પ્રકાશક સમ્યગું જ્ઞાન એ પણ સાક્ષાત્ સરસ્વતીની ભાવમૂર્તિ છે, કારણકે સમ્યગુ જ્ઞાન જ વસ્તુના અનંત ધર્મને-વસ્તુ સ્વભાવને યથાર્થપણે - સમ્યકપણે જાણતું હોઈ અનેકાંત સ્વરૂપ છે, તેમાં પણ કેવલજ્ઞાન તો સમસ્ત વસ્તુના અનંત ધર્મને કેવલ જ્ઞાનમય અનેકાંત મૂર્તિ : સાક્ષાતપણે જાણતું હોઈ ઉત્તમ અનેકાંત મૂર્તિ હોઈ ભાવથી ઉત્કૃષ્ટ સરસ્વતી મૂર્તિ છે. કેવલી ભગવાનના શ્રીમુખે નીકળેલ વચનરૂપ શ્રુતજ્ઞાન પરોક્ષપણે અનેકાંત મૂર્તિ વસ્તુના અનંત ધર્મનું પ્રકાશક છે, એટલે તે કેવલી પ્રણીત દ્રવ્યશ્રુત પણ અનેકાન્ત સ્વરૂપનું પ્રરૂપક હોઈ જિનવાણીના પ્રતિબિંબ રૂપ અનેકાન્તમયી દ્રવ્ય સરસ્વતી મૂર્તિ છે અને એટલે જ, શ્રી બનારસીદાસજીએ કહ્યું છે તેમ - “જોગ ધરે રહે જોગસો "जिनेश्वरस्वच्छसरःसरोजिनी त्वमंगपूर्वादिसरोजराजिता । નેશદંતકવિતા સલા, વિ જેવાં ન મુજં વાનર ” - શ્રી પદ્મનંદિ પંચવિંશતિકા, સરસ્વતી સ્તોત્ર અર્થાત્ - જિનેશ્વરરૂપ સ્વચ્છ સરની સરોજિની એવી અંગ-પૂર્વાદિ સરોજથી - કમળથી વિરાજતી હે સરસ્વતી ! ગણેશ-ગણધર રૂપ હંસથી સદા સેવાયેલી તું આ લોકને વિષે કોને પરમ મોદ-આનંદ કરતી નથી ?
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy