SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ CON ગ્રંથ યોજના અને ગ્રંથ સંકલના હવે ગ્રંથયોજના - ગ્રંથસંકલના અંગે સંક્ષેપમાં નિર્દેશ કરશું. તેમાં - ગાથા અને “આત્મખ્યાતિનો અનુક્રમઃ સપ્તાંગી યોજના ૧. ગાથા પ્રાકૃત શ્રી કુંદકુંદાચાર્યજી પ્રણીત. આ આચાર્યજીએ સ્વયં કહ્યું છે તેમ આ સમયમામૃત શ્રુતકેવલ ભણિત' કહીશ. મહાન ટીકાકાર અમૃતચંદ્રાચાર્યજી આના આ ત્રણ અર્થ પ્રકાશ્યા છે - (૧) કેવલિ – (૨) શ્રત – (૩) શ્રત-કેવલિ ભણિત. આમ સર્વ પ્રકારે અહંતુ-પ્રવચનનું અવયવ હોઈ પરમ પ્રમાણતાને પામેલ છે. કાવ્યાનુવાદ (સઝાય). ગાથાનો આ અક્ષરશઃ સઝાય રૂ૫ ગુજરાતી અનુવાદ અત્ર ઢાળબદ્ધ ગેય કાવ્યમાં અવતારવાનો આ વિનમ્ર પ્રયાસ આ લેખક-વિવેચકે કર્યો છે. તે ગાથાનો અર્થ શીધ્ર સમજવા માટે કાવ્ય રસિકોને સ્વાધ્યાયાર્થે ઉપયોગી થઈ પડશે. ગાથાર્થ - ગાથાનો અક્ષરશઃ ગુજરાતી અર્થ. “આત્મખ્યાતિ'કાર આચાર્યજીએ સંસ્કૃતમાં ગાથા છાયા-પ્રતિબિંબરૂપ અર્થ પ્રકાશ્યો છે, તે “આત્મખ્યાતિ'ના અંગભૂત છે. ૪. “આત્મખ્યાતિ સંસ્કૃત ટીકા... અત્ર “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રાચાર્યજીએ પ્રથમ સંસ્કૃતમાં ગાથા છાયા-પ્રતિબિંબ રૂ૫ તાદેશ્ય અર્થ પ્રકાશ્યો છે, તે “આત્મખ્યાતિ'ના અંગભૂત જ છે. આમ ગાથાના અનુસંધાનમાં સમર્થ અર્થ પ્રકાશી, આ આચાર્યજીએ “આત્મખ્યાતિ'માં ગાથાનો અક્ષરે અક્ષર અર્થ-ભાવ-તત્ત્વ ચમત્કૃતિથી-પરમાર્થ-અર્થગૌરવથી અદ્ભુત સકલ અવિકલ સંકલનાબદ્ધપણે વિવર્યો છે. આ “આત્મખ્યાતિ' સૂત્રકર્તા અમૃતચંદ્રાચાર્યજીએ અત્ર “આત્મખ્યાતિમાં તે ગાથામાં સર્વત્ર એક જ સુશ્લિષ્ટ સુગ્રથિત સૂત્રનિબદ્ધ સળંગ પરમાર્થઘન સૂત્રાત્મક વાક્યમાં વ્યાખ્યા કરવાની અનન્ય લાક્ષણિક અદ્ભુત શૈલી પ્રયુક્ત કરી છે તે આશ્ચર્યનું આશ્ચર્યનું છે, સમસ્ત ગીર્વાણ વાદ્વયમાં અપ્રતિમ છે. સુજ્ઞ વાચકનું લક્ષ દોરવું યોગ્ય છે કે અત્ર ગાથામાં અને “આત્મખ્યાતિ'માં યથા દષ્ટાંત તથા દાષ્ટ્રતિક - વર્ણન લગભગ ૩૦-૪૦ ટકા આવે છે, યથા તથા તે તેની ઓર વિશિષ્ટતા છે, તેથી તે તે સ્થળે બે કોલમમાં કંપોઝ કરાવ્યું છે - દૃષ્ટાંત દાષ્ટ્રતિક, જેથી સુજ્ઞ વાંચકને દુર્ણત-દાતિકનો બિંબ-પ્રતિબિંબ ભાવ સમજવા સરલતા સુગમતા થાય. આ બિંબ-પ્રતિબિંબ ભાવથી દષ્ટાંત-દાષ્ટીતિક દ્વારા સાંગોપાંગ સંપૂર્ણ અર્થઘટના દર્શાવવી તે અમૃતચંદ્રાચાર્યજીની શૈલીની અદભુત વિશિષ્ટતા છે અને તે આલંકારિક ભાષામાં તાદૃશ્ય પ્રતિભાવસ્તુ ઉપમાનો વિશિષ્ટ પ્રકાર છે. “આત્મખ્યાતિ' ટીકાનો ગુજરાતી અર્થ (અક્ષરશઃ અનુવાદ). અત્રે “આત્મખ્યાતિ'માં સંસ્કૃતમાં અમૃતચંદ્રાચાર્યજીએ, એક જ સળંગ પરમાર્થઘન સૂત્રાત્મક વાક્યમાં જે પ્રકારે અદ્ભુત રચના કરી છે, તે પ્રકારે ગુજરાતીમાં એક જ સળંગ પરમાર્થઘન સૂત્રાત્મક વાક્યરચના યથાવત્ રાખી છે, કે જેથી ભાવ-અર્થની લેશ પણ ક્ષતિ ન થાય અને આચાર્યજીના મૂળ ભાવની અખંડિત જાળવણી થાય. સ્વકૃત “અમૃત જ્યોતિ' મહાભાષ્ય (વિસ્તૃત વિવેચન). આ લેખક-વિવેચકે કરેલી આ વિવેચનાનું અમૃત જ્યોતિ' મહાભાષ્ય નામ રાખવામાં આવ્યું છે, તે સાભિપ્રાય છે. કારણકે આ મુખ્યપણે મૂળ ગાથા ને તે પરની મહાન આચાર્યવર્ય અમૃતચંદ્રાચાર્યજીની મહાનું “આત્મખ્યાતિ ટીકાનું વિશિષ્ટ અભ્યાસરૂપ વિસ્તૃત વિવેચન હોઈ, તેમાં અમૃતચંદ્રજીની પરમ પ્રિયતમ “આત્મજ્યોતિ”નો “અમૃતચંદ્ર જ્યોતિનો મહિમા ૬. ૧૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy