SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૧ એવા ભાવના આ શ્લોકના આ બધા યથોક્ત પરમ અર્થ ગંભી૨ સૂચક વિશેષણો પ્રયોજીને પરમ તત્ત્વદેષ્ટા આત્મખ્યાતિ' સ્રષ્ટા પરમર્ષિએ આત્મા સંબંધી જે અન્યાન્ય એકાંતિક મિથ્યા-ભ્રાંત કલ્પનાઓ જગતમાં પ્રવર્તે છે, તેનું ગર્ભિતપણે સુયુક્તિથી નિરાકરણ કરી, પરમાર્થ સત્ સત્ય આત્મતત્ત્વનું અત્રે અજબ કુશળતાથી સુસંપ્રતિષ્ઠાપન કર્યું છે. તે આ પ્રકારે- આત્મા જેવી કોઈ વસ્તુ જ છે નહિં, એનો અભાવ જ છે એમ કહે છે, તેનું નિરાકરણ ‘ભાવ' વિશેષણથી કર્યું છે. કોઈ ગુણ-ગુણીનો સર્વથા ભેદ માને છે, તેનું ‘ચિત્ સ્વભાવી' વિશેષણથી નિરસન કર્યું છે. કોઈ આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ માને છે અથવા જ્ઞાન જ્ઞાનાંતરથી જણાય છે, એમ માને છે તેનું ‘સ્વાનુભૂતિથી પ્રકાશતા' એ વિશેષણથી વ્યપોહન કર્યું છે. કોઈ આત્માને ક્ષણિક માને છે, તેનું ત્રિકાળવર્તિ ‘સર્વ ભાવાન્તરના પરિચ્છેદક' એ વિશેષણથી નિરાકરણ કર્યું છે, એટલું જ નહિ પણ આત્મા સિવાય અન્ય ભાવ-ભાવાંતર દ્વૈત નહિ માનનારાનું પણ ઉત્થાપન કર્યું છે અને આત્માને કર્મ સાથે એકાંતે એકીભૂત માની એકાંતે અશુદ્ધ જ માનનારા વ્યવહારાભાસીઓનું નિરાકરણ સમયસાર-શુદ્ધ આત્મા એ પદથી આત્માનું દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત અસંગ મૂળ સહજ સ્વભાવભૂત અંતર્ગત શુદ્ધ સ્વરૂપ પ્રકાશતી નિશ્ચય તત્ત્વદૃષ્ટિથી શુદ્ધ દ્રવ્યાર્થદૃષ્ટિથી કર્યું છે. આમ એક જ શ્લોકમાં આત્મતત્ત્વ સંબંધી ઈતર સર્વ દર્શનોની સમસ્ત એકાંતરૂપ ભ્રાંત માન્યતાઓનું નિરસન કરવા સાથે શુદ્ધ આત્મતત્ત્વનું સાંગોપાંગ સંપૂર્ણ સકલ અવિકલ સંસ્થાપન કરી પરમ પ્રજ્ઞાશ્રમણ અમૃતચંદ્રજીએ પોતાના અદ્ભુત પ્રશાતિશયનો ચમત્કાર દાખવ્યો છે. આત્મા સંબંધી ઈતર માન્યતાઓનું અજબ કુશળતાથી નિરસન આવી અપૂર્વ તત્ત્વચમત્કૃતિથી ભરેલા આ મંગલરૂપ પ્રથમ કળશ કાવ્યથી આ આત્મખ્યાતિ કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ ‘આત્મખ્યાતિ' ટીકાનું પરમ અદ્ભુત મંગલાચરણ કર્યું છે. પરમર્ષિ કુંદકુંદાચાર્યજીની યુગપ્રવર્તક (Epoch-making) કૃતિઓ પ્રત્યે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીનો કેવો અનન્ય પરમાર્થ પ્રેમ છે, તે તો તે તે ગ્રંથોની તેમની યુગપ્રવર્તક (Epoch-making) પરમ પ્રતિભાસંપન્ન અનુપમ અદ્વિતીય પ૨મ અમૃત ટીકાઓથી તેમણે જે મહાન કુંદકુંદાચાર્યજીનું અને તેમના મહાન ગ્રંથોનું અનંત ગુણવિશિષ્ટ ગૌરવ વધાર્યું છે ગુણગૌરવ બહુમાન કર્યું છે, તે પરથી જગત્ વિશ્રુત છે, અને તેમાં પણ આ ગ્રંથરાજ પ્રત્યેનો એમનો પરમ પ્રેમસિંધુ એટલો બધો ઉલ્લાસમાન થઈને છલકાયો છે, કે તે આ પરમ આત્માનુભવી દિવ્ય દૃષ્ટા, મહાકવિ-બ્રહ્મા, પરં બ્રહ્મસ્વરૂપ પરમાર્થ મહાકવીશ્વરના હૃદય-હૃદમાંથી અનુભવોાર રૂપ સહજ સ્વયંભૂ સ્રોત રૂપે નીકળેલી અપૂર્વ કળશકાવ્યની શુદ્ધ આત્માનુભૂતિમય અમૃત સરિતા પરથી સહૃદય સંવેદક સંતજનોને તત્ક્ષણ સુપ્રતીત થાય છે. ગીર્વાણ વાયમાં યુગપ્રવર્તિની ‘આત્મખ્યાતિ’નો ગદ્દભાગ માત્ર રચીને એ આર્ષ દુષ્ટા પરમર્ષિનો આત્મા સંતોષ ન પામતાં, એમણે હ્રદયમાં ન માતા પરમ આત્મભાવના અમૃતાનુભવ ઉલ્લાસથી આ અનુપમ સુવર્ણમય ‘કળશ’ કાવ્યોનું હૃદયંગમ સર્જન કર્યું છે, કે જે આ પરમ નિસ્પૃહ મહામુનિની કીર્તિના અનુપમ ‘સુવર્ણ કળશ' સમાન સદા ઝળહળી રહેલ છે ! અને જેનો દિવ્ય પ્રકાશ દેશકાળના, જાતિના બંધનથી અનવચ્છિન્નપણે દૂર દૂરથી આકર્ષીને સંતજનોને દિવ્ય અનુભવામૃત રસાસ્વાદમાં નિમજ્જન કરાવી રહેલ છે ! કોઈ મંદિર હોય તેની પૂર્ણાહુતિ થતાં શિખર પર કોઈ સુવર્ણ કળશ ચઢાવે, તેમ આ સમયસાર શાસ્ત્રરૂપ પરમ તત્ત્વજ્ઞાનનું મંદિર છે, તેની આ ભગવતી ‘આત્મખ્યાતિ' ટીકા તે પરમ તત્ત્વજ્ઞાનનું ઉંચામાં ઉંચુ શિખર છે મેરુ શિખર છે અને તેના પર અનન્ય તત્ત્વમંથનના નવનીત રૂપ આત્માનુભૂતિમય ૫૨મ અમૃતરસથી ભરેલા આ અમૃત સુવર્ણ કળશ કાવ્યો ચઢાવી અમૃતચંદ્રજી યથાર્થ નામા ‘અમૃતચંદ્ર' થયા છે ! ‘સમયસાર’ તત્ત્વમંદિર પર પરમામૃત સંભૃત ‘સુવર્ણ’ કળશ - -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy