SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રસ્તાવના આ આગળ લંબાવતાં પહેલાં આ સમયસાર શાસ્ત્રના ારા અભ્યાસનો ઈતિહાસ સંક્ષેપમાં રજુ કરશું : આ સમયસાર ગ્રંથ સં. ૧૯૭૫ માં (ઈ. ૧૯૧૯) શ્રીમદ્રાજચંદ્ર શાસ્ત્રમાળામાં પ્રકાશિત થયો અને તદનુસાર પૂ. ગણેશપ્રસાદવર્ણીજી દ્વારા ‘અહિંસા મંદિર' પ્રકાશનમાં (દિલ્હી) ૧૯૫૮માં પ્રકાશિત થયો. શ્રીમદ્રાજચંદ્ર શાસ્ત્રમાળામાં પ્રકાશિત સમયસાર શાસ્ત્ર ઈ. ૧૯૪૨માં મ્હારા હાથમાં આવ્યો અને તેના અભ્યાસમાં સર્વાત્માથી મંડી પડ્યો. આ અલૌકિક શાસ્ત્ર અને અલૌકિક ‘આત્મખ્યાતિ'નો મહાપ્રભાવ જગમાં વિસ્તરવો જોઈએ એવો સ્વયંભૂ સંકલ્પ મ્હારા હૃદયમાં થયો અને આ ભાવનાને સક્રિય મૂર્ત સ્વરૂપ આપવા યથાવકાશ ક્વચિત્ મંદ ક્વચિત્ તીવ્ર વેગે-સંવેગે આ વિસ્તૃત વિવેચનાત્મક મહાભાષ્યાદિ લેખન (પણ) કાર્ય કરતો રહ્યો. આ અભ્યાસ દરમ્યાન મ્હારા આત્મામાં સહજ સંવેદાયું કે તે તે શાસ્ત્ર જાણે પરિચિત હોયની ! કારણકે સૂત્રાત્મક ‘આત્મખ્યાતિ' કોઈની પણ સહાય વિના મને શીઘ્ર સહજ સમજાઈ ગઈ અને અદ્ભુત આત્મખ્યાતિ' ટીકાની અદ્ભુત સંકલના પણ સમજાઈ ગઈ, જેથી મને પોતાને આશ્ચર્ય લાગ્યું. આ મહાન્ આચાર્યોની અલૌકિક કૃતિ પ્રત્યે અવ્યક્ત નૈસર્ગિક પૂર્વ સંસ્કાર જાગ્રત હોય અને જાણે આત્મીય હોય એમ તે પ્રત્યે ઓર અપૂર્વ ભાવ સ્ફુરિત થયો, આ અનુભવસિદ્ધ હકીકત છે. સમયસાર ગાથા પણ ‘આત્મખ્યાતિ' વ્યાખ્યા પરથી જ સ્પષ્ટ સમજાય છે. તે તે ગાથાનું હાર્દ સમજવા આત્મખ્યાતિ' પરમ ઉપકારી - પરમ ઉપયોગી છે, આત્મખ્યાતિ' વિના સમયસારનો ભાવ ૫૨માર્થ આશય સમજાવો દુષ્કર છે. ખરેખર ! ‘આત્મખ્યાતિ' વિના સમયસાર શાસ્ત્રમાં પ્રવેશ કરવો દુર્ગમ્ય છે, તે સુગમ્ય કરવા માટે આ લેખકે વિસ્તૃત વિવેચનાત્મક ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય સંદબ્ધ કર્યું છે. અસ્તુ ! પૂર્વે કહ્યું તેમ ૧૯૪૨ના પ્રારંભથી પ્રસ્તુત શાસ્ત્રનો મ્હારો અભ્યાસ પ્રારંભ થયો અને લગભગ બે - અઢી વર્ષમાં પૂર્ણ થયો, પરંતુ કોઈ સ્થળો વિચારવાને બાકી રહ્યા હતા અને અવકાશ અભાવે તે પૂર્ણ થઈ શક્યા નહિ, તેમજ સાંગોપાંગ પરિપક્વ અભ્યાસ ન થાય ત્યાં સુધી ગ્રંથ બ્હાર પાડવો નહિં એવો મ્હારો સંકલ્પ હતો, તે આદિ કારણે ગ્રંથ પ્રકાશનમાં વિલંબ થયો હતો. ૧૯૬૭માં ગ્રંથ સંપૂર્ણ થયો. પણ અંગત સંજોગોવશાત્ અનુષાંગિક કારણોથી તેમજ પત્નીની દીર્ઘ અનારોગ્ય અવસ્થા ઉદયાદિ કારણોથી ગ્રંથ પ્રકાશન કાર્ય ખોળંબે પડતું ગયું. ‘શ્રેયાંસિ બહુવિઘ્નાનિ' એ ઉક્તિએ તેનો ભાવ ભજવ્યો ! અસ્તુ ! હવે આ ગ્રંથ પ્રકાશન થાય છે અને સુજ્ઞ વાંચકના કર-કમળમાં આવે છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા જ્ઞાનાવતાર પરમ જ્ઞાની પુરુષે જેની પરમશ્રુતમાં ગણના કરી છે, આવા પરમ શ્રુતની મહાપ્રભાવના કરનારા આ ગ્રંથનું પ્રકાશન શ્રેય શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - અગાસે પ્રામ કર્યું, તે અતિ પ્રશસ્ત અને સમુચિત છે. તે બદલ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - અગાસના મહાનુભાવ ટ્રસ્ટી મંડળે જે ઉલટ ઉમંગ અને ઉત્સાહથી પ્રકાશન લાભ લીધો તે માટે તેમને પુનઃ પુનઃ ધન્યવાદ ! પ્રેસના માલિક શ્રી જયેશ શાહે જે ખંત અને ઉત્સાહથી આ મુદ્રણ કાર્ય સુંદર રીતે કર્યું, તે માટે તેમને અભિનંદન ! આ મહાન્ આચાર્યોની અને તેમના મહાન્ શાસ્ત્રો પ્રત્યેની નૈસર્ગિક પ્રીતિ-ભક્તિથી પ્રેરિત થઈને ‘પ્રીત્યાત્મવીર્યમવિચાર્ય’ આ લેખન પ્રવૃત્તિની ધૃષ્ટતા કરી છે, આ મહાન્ આચાર્યોનો અને તેમના મહાન્ શાસ્ત્રના સમર્થ અવલંબને આ લેખકે યથાશક્તિ-યથાભક્તિ-યથાવ્યક્તિ આ કાર્ય કરવાનું સાહસ કર્યું છે, નહીં તો ‘પ્રાંશુત્તમ્મે તે મોહાદારિવ વામનઃ' જેવી આ સાહસચેષ્ટા પડત ! આ લેખકના આ નમ્ર પ્રયત્નમાં વિગતમત્સર ગુણદોષજ્ઞ સજ્જનોને જે કંઈ સફળતા ભાસ્યમાન થાય તે કેવળ ૫૨મગુણનિધાન પરમ કૃપાનિધિ આ બન્ને અતીદ્રિય જ્ઞાની પુરુષોના કૃપાપ્રસાદને આભારી છે જેના પરમ સમર્થ વચનામૃતની પ્રબળ ભિત્તિના અવલંબન વિના આ પ્રયત્ન અશક્ય હોત. તેમજ વર્તમાનમાં તેવા અતીદ્રિય જ્ઞાની પુરુષ જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃત અને ચરિત્રામૃત - અધ્યાત્મ રાજચંદ્ર'ને આભારી ૧૧ -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy