SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ (master-key) બતાવે છે જ્ઞાન અહીં નિશ્ચયે કરીને રાગ-દ્વેષ અજ્ઞાન ભાવને લીધે હોય છે. તે બે (રાગ-દ્વેષ) વસ્તુત્વ પ્રત્યે પ્રણિહિત દૃષ્ટિથી દેખવામાં આવતાં ન કિંચિત્ છે, તેથી સમ્યગ્દષ્ટિ સ્ફુટતા તે બન્નેને તત્ત્વદૃષ્ટિ ખપાવો ! - કે જેથી પૂર્ણ અચલ અર્ચિવાળી સહજ જ્ઞાનજ્યોતિ જ્વલે છે - ઝળહળે છે.' ઈ. આ રાગ-દ્વેષ આત્માનો સ્વભાવ નથી તો પછી રાગ-દ્વેષનો ઉપજાવનાર કોણ છે ? સ્વદ્રવ્ય ? કે પરદ્રવ્ય ? એનો સ્પષ્ટ ખુલાસો આ કળશમાં (૨૧૯) અમૃતચંદ્રજી પ્રકાશે છે - ‘રાગ-દ્વેષનું ઉત્પાદક એવું અન્ય દ્રવ્ય કંઈ પણ તત્ત્વદૃષ્ટિથી દેખવામાં આવતું નથી, કારણકે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ સ્વ સ્વભાવથી અત્યંત વ્યક્ત અંતરમાં ચકાસે છે પ્રકાશે છે.' ઈ. આ કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૩૧૯) ‘અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યનો ગુણ ઉત્પાદ નથી કરાતો, તેથી સર્વ દ્રવ્યો' સ્વભાવથી ઉપજે છે', એવો સર્વ સામાન્ય અલૌકિક નિશ્ચય સિદ્ધાંત અત્ર શાસ્ત્રકાર ભગવાને સુપ્રતિષ્ઠાપિત કર્યો છે અને ‘આત્મખ્યાતિ' સૂત્રકાર ભગવાને આત્મખ્યાતિ'માં આ સિદ્ધાંત મૃત્તિકા-કુંભકાર દૃષ્ટાંતથી સાંગોપાંગ બિંબ–પ્રતિબિંબ ભાવે અનુપમ નિષ્ઠુષ યુક્તિથી સમજાવી, તેનો તત્ત્વસર્વસ્વ સમર્પક પરમાર્થ મર્મ પ૨મ અદ્ભુત આત્મવિનિશ્ચયથી પ્રકાશ્યો છે. આ ભગવતી ‘આત્મખ્યાતિ'માં જે સિદ્ધાંત આટલી સ્પષ્ટ મીમાંસાથી પુષ્ટ તત્ત્વવિચારણાથી સુપ્રતિષ્ઠાપિત કર્યો, તે પરથી ફલિત થતો સારસમુચ્ચય સંદેબ્ધ કરતા આ પરિપુષ્ટિરૂપ સમયસાર કળશમાં (૨૨૦) અમૃતચંદ્રજીએ આત્માર્થી મુમુક્ષુઓને બોધરૂપ ભાવવાહી ઉદ્બોધન કર્યું છે - ‘જે અહીં રાગ-દ્વેષ દોષની પ્રસૂતિ થાય છે, તેમાં પરોનું કોઈ પણ દૂષણ છે નહિ, સ્વયં આ અપરાધી અબોધ ત્યાં સર્પે છે, આ વિદિત હો ! અબોધ અસ્ત પામો ! હું બોધ છું.' ઈ. પણ પરદ્રવ્યને જ જેઓ રાગોત્પત્તિમાં નિમિત્ત માને છે તેઓ મોહનો પાર પામતા નથી એવા ભાવનો અમૃત સમયસાર કળશ (૨૨૧) અમૃતચંદ્રજી સંગીત કરે છે - પણ રાગ-જન્મમાં નિમિત્તતા જેઓ પરદ્રવ્યને જ માને છે, શુદ્ધ બોધથી વિધુર (વિરહિત) અંધબુદ્ધિવાળાઓ મોહવાહિની - મોહનદી ઉતરતા નથી.' ઈ. - - = - આ કળશમાં સૂચન કરેલ ભાવ પ્રમાણે અત્રે આ ગાથામાં (૩૭૩-૩૮૨) નૈસર્ગિક કવિત્વપૂર્ણ સ્વભાવોક્તિથી કુંદકુંદાચાર્યજીએ ગમિક સૂત્રથી શ્રોતા સમક્ષ એમનો લાક્ષણિક માર્મિક પ્રશ્ન (Poser) મૂકી, ગંભીર રમુજી શૈલીથી જીવને ઉધડો લઈ પરવસ્તુભૂત વિષયો પ્રત્યેનો રાગ છોડાવવાનો અદ્ભુત કિમિયો બતાવ્યો છે પૌદ્ગલિક વિષયોનો રાગ ન ભેદી શકે એવું જીવનું સંરક્ષણ કરનારૂં જાણે અનુપમ ‘વજ્રકવચ' સમર્પી છે - ‘પુદ્ગલો બહુ પ્રકારના નિંદિત - સંસ્તુત વચનો પરિણમે છે અને તે સાંભળીને હું ભણાયો (સંબોધાયો) એમ સમજીને તું રોષ કરે છે અને તોષ કરે છે. શબ્દત્વ પરિણત પુદ્ગલ દ્રવ્ય તેનો ગુણ જો અન્ય છે, તેથી તું કિંચિત્ પણ ભણાયો નથી, તો તું અબુદ્ધ કેમ રોષ કરે છે ? અશુભ વા શુભ શબ્દ તને નથી કહેતો કે તું મને સાંભળ ! અને તે પણ શ્રોત વિષયાગત શબ્દ તને નથી કહેતો કે તું મને સાંભળ ! અને તે પણ શ્રોત વિષયાગત શબ્દને વિનિગૃહવા નથી આવતો.' ઈત્યાદિ. આવા ભાવની આ શાસ્ત્રકર્તાએ કથેલી આ સિદ્ધાંતિક વસ્તુને ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રાચાર્યજીએ પ્રદીપના દૃષ્ટાંતથી સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબપણે સ્પષ્ટ સમજાવી, પ્રસ્તુત સિદ્ધાંતની અનંતગુણવિશિષ્ટ પરિપુષ્ટિ કરી વજ્રલેપ દૃઢતા કરાવી છે - વિષયરાગાદિથી સંરક્ષણ કરાવનારા પ્રસ્તુત અભેદ્ય ‘વજ્રકવચ'ની ઓર વજ્રલેપ બળવત્તરતા કરાવી છે. આ ‘આત્મખ્યાતિ’ના ગદ્ય ભાગમાં જે કહ્યું તેનો સારસંદોહ નિબદ્ધ કરતા આ સમયસાર કળશમાં (૨૨૨) અમૃતચંદ્રજી, અજ્ઞાનીઓ રાગદ્વેષમય થઈ સહજા ઉદાસીનતા કેમ મૂકે છે ? એ અંગે સખેદ આશ્ચર્ય વ્યક્ત તહીંથી અહીંથી કોઈ પણ વિક્રિયાને પામે નહિ - પ્રકાશ્ય થકી દીપની જેમ, તો પછી વસ્તુસ્થિતિના બોધથી વંધ્ય (રહિત) બુદ્ધિવાળા આ અજ્ઞાનીઓ કેમ રાગદ્વેષમય થાય છે ? સહજા ઉદાસીનતા કેમ મૂકે છે ?' ઈ. પણ જ્ઞાનીની સ્થિતિ શી છે ? એ પ્રકાશતો અમૃત સમયસાર કળશ (૨૨૩) શુદ્ધજ્ઞાનદશાસંપન્ન અમૃતચંદ્રજી પરમ આત્મભાવોલ્લાસથી લલકારે છે રાગ-દ્વેષ વિભાવથી મુક્ત મહાળા નિત્ય ૧૧૪ -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy