SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ કર્યું છે. “યથા અત્રે લોકમાં દેષ્ટિ દેશ્યથી અત્યંત વિવિક્તત્વથી તેના (દશ્યના) કરણ વેદનના અસમર્થપણાને લીધે દેશ્યને નથી કરતી અને નથી વેદતી - નહિ તો અગ્નિ દર્શનથી સંધક્ષણની જેમ સ્વયં જ્વલનકરણનું અને લોકપિંડની જેમ સ્વયમેવ ઉષ્ણતા અનુભવનનું દુર્નિવારપણું હોય માટે, કિંતુ કેવલ દર્શન માત્રસ્વભાવપણાને લીધે તે કેવલ જ દેખે છે : તથા જ્ઞાન પણ સ્વયં દેવને લીધે કર્મથી અત્યંત વિભક્તત્વથી નિશ્ચયથી તેના કરણ - વેદનના અસમર્થપણાને લીધે કર્મને નથી કરતું અને નથી વેદતું, કિંતુ કેવલ જ્ઞાનમાત્ર સ્વભાવપણાને લીધે કર્મબંધને વા મોક્ષને, કર્મોદયને વા નિર્જરાને કેવલ જ જાણે છે. આમ અજ્ઞાનથી કર્તા અને જ્ઞાનથી અકર્તા, અજ્ઞાનથી ભોક્તા અને જ્ઞાનથી અભોક્તા એમ અનેકાંત સિદ્ધાંતથી - સ્વાદુવાદયુક્તિથી આત્માના કર્તા - ભોક્તાપણા અંગેનું પરિક્રુટ નિરૂપણ કરી, નિશ્ચયથી - પરમાર્થથી મૂળ તત્ત્વદેષ્ટિથી કેવલ જ્ઞાનમય આત્મા, દૃષ્ટિની જેમ, નથી કર્તા - નથી ભોક્તા, કવલ જ્ઞાતા જ - શાયક જ છે, એમ પરમતત્વષ્ટા અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી અત્યંત નિખુષપણે સમજાવ્યું. હવે આગલી ગાથાના ભાવનું માર્મિક સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૯૯) અમૃતચંદ્રાચાર્યજી લલકારે છે – “પણ જેઓ તમસથી તત (વ્યાસ, આવૃત) એવાઓને મોક્ષ ઈચ્છતાઓને (મુમુક્ષુઓને) પણ સામાન્યજનની જેમ મોક્ષ નથી. આ કળશથી સૂચિત આ (૩૨૩૨૩) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “લોકના મતે વિષ્ણુ સત્ત્વોને દેવ-નાક-તિર્યંચ-મનુષ્ય કરે છે અને શ્રમણોના મતે પણ આત્મા જો ષડવિધ કાર્યો કરે છે. (એમ) જે લોકનોં અને શ્રમણોનો એક સિદ્ધાંત હોય, તો વિશેષ (તફાવત) દીસતો નથી, કારણકે લોકના મતે વિષ્ણુ કરે છે; શ્રમણીના મતે પર્ણ આત્મા કરે છે, એમ નિત્ય સદૈવ - મનુષ્ય - અસુર લોક કરતાં એવા લોકો અને શ્રમણોનો બન્નેયની કોઈ પણ મોક્ષ દીસતો નથી.” આ ગાથાનો ભાવ આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિટ્યુટ વિવર્યો છે. હવે નીચેની ગાથાના ભાવનું સુચન કરતો અમૃત સમયસાર કળશ (૨૦) અમચંદ્રજી સંગીત કરે છે - “પદ્રવ્ય અને આત્મતત્ત્વ એ બેનો સર્વે જ સંબંધ છે નહિ, કર્તૃ-કર્મત્વ સંબંધ-અભાવે તતુ કર્રતા ક્યાંથી ?' - આ અમૃત કળશથી સૂચિત આ ગાથા (૨૨૪-૨૨૭) આચાર્યજી પ્રકાશે છે. આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વિવર્યો છે - “અજ્ઞાનીઓ જ વ્યવહારવિમૂઢો પદ્રવ્ય મ્હારૂં આ’ એમ દેખે છે - પણ જ્ઞાનીઓ નિશ્ચયપ્રતિબુદ્ધો પરદ્રવ્ય કણિકામાત્ર પણ “આ હારૂં નથી' એમ દેખે છે. યથા અત્રે લોકમાં કોઈ વ્યવહાર વિમૂઢ પરકીય ગ્રામવાસી “મહારું આ ગ્રામ” એમ દેખતો મિથ્યાષ્ટિ તથા જ્ઞાની પણ કથંચિતુ વ્યવહારવિમૂઢ થઈને “પદ્રવ્ય હારું આ' એમ દેખે, તદા તે પણ નિઃસંશય પરદ્રવ્યને આત્મા કરોત મિથ્યાદેષ્ટિ જ હોય. એથી કરીને તત્ત્વ જાણંતો પુરુષ સર્વ જ પદ્રવ્ય મહારૂં નથી એમ જાણીને - લોકનો અને શ્રમણોનો બન્નેયનો જે આ પરદ્રવ્યમાં કર્તૃત્વ વ્યવસાય, તે તેઓનો - સમ્યગુ દર્શન રહિતપણાને લીધે જ હોય છે એમ સુનિશ્ચિત જાણે.” ઈ. હવે ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે જીવ ભાવકર્મનો કર્તા છે એ આ ગાથામાં (૩૨૮-૩૩૧) આચાર્યજીએ ચાર વિકલ્પો રજૂ કરી એમની લાક્ષણિક શૈલીમાં સુંદર યુક્તિથી પ્રતિપાદન કર્યું છે - “જો મિથ્યાત્વ પ્રકૃતિ આત્માને મિથ્યાદેષ્ટિ કરે છે, તો ત્યારે મને અચેતના પ્રકૃતિ ખરેખર ! કારક પ્રાપ્ત થઈ ! અથવા આ જીવ પુદ્ગલનું મિથ્યાત્વ કરે છે, તેથી (તો) પુદ્ગલદ્રવ્ય મિથ્યાદેષ્ટિ હોય ! નહિ કે જીવ ! હવે જે જીવ તથા પ્રકૃતિ પુદગલદ્રવ્યને મિથ્યાત્વ કરે છે, તો બન્નેએ કરેલું છે તેનું ફલ બન્નેય ભોગવે છે ! હવે જે જીવ તથા પ્રકૃતિ પુદગલદ્રવ્યને મિથ્યાત્વ કરે છે, તો બન્નેએ કરેલું છે તેનું ફલ બન્નેય ભોગવે છે ! હવે જે ન પ્રકતિ - ન જીવ પુગલ દ્રવ્યને મિથ્યાત્વ કરે છે તો યુગલ દ્રવ્ય મિથ્યાત્વ હોય, તે શું ખરેખર ! મિથ્યા નથી ?' આનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ અપૂર્વ તત્વ મીમાંસન કર્યું છે. આ જે “આત્મખ્યાતિમાં કહ્યું તેના સાસંદોહરૂપ ઉક્ત ભાવની પરિપુષ્ટિ કરતો આ અમૃત ૧૧૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy