SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ જ ભાવોને પરકીય (પારકા-પરાયા) જાણે છે અને એમ જણતો તે પરભાવોને “હારા આ’ કેમ બોલે ? પર-આત્માનો નિશ્ચયથી સ્વ - સ્વામિ સંબંધનો અસંભવ છે માટે, એથી કરીને સર્વથા ચિર્ભાવ જ ગ્રહવા યોગ્ય છે, શેષ સર્વે જ ભાવો સર્વથા પ્રકૃષ્ટપણે અત્યંતપણે, ત્યજવા યોગ્ય છે એવો સિદ્ધાંત છે.” આ “આત્મખ્યાતિ'માં કહ્યું, તે સિદ્ધાંતના સારરૂપ અમૃત સમયસાર કળશ (૧૮૫) કાવ્ય અમૃતચંદ્રજીએ ભાવાવેશથી લલકાર્યું છે - “આ સિદ્ધાંત ઉદાત્ત ચિત્ત ચરિતવાળા મોક્ષાર્થીઓથી સેવાઓ ! શુદ્ધ ચિન્મય એક જ પરમ જ્યોતિ સદૈવ છું હું અને આ જે પૃથગુ લક્ષણવાળા વિવિધ ભાવો સમુલ્લસે છે, તે હું છું નહિ, કારણકે તેઓ સમગ્ર પણ મમ પરદ્રવ્ય છે.” ઈ. હવે નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૮૬) અમૃતચંદ્રજી લલકારે છે - “પારદ્રવ્યગ્રહ કરતો અપરાધવાન બંધાય છે, સ્વદ્રવ્યમાં સંવૃત એવો અનપરાધી મુનિ ન બંધાય.' આ કળશથી સૂચિત આ ત્રણ ગાથામાં (૩૦૧-૩૦૩) ભગવાન કુંદકુંદાચાર્યજીએ તેય (ચોરી) આદિ અપરાધ કરનારા ચોરના સ્વભાવોક્તિમય તાદેશ્ય ચિત્ર રજુ કરતા દાંતથી બંધના સિદ્ધાંતનું અપૂર્વ પ્રતિપાદન કર્યું છે - “સ્તેય (ચોરી) આદિ અપરાધો જે કરે છે, તે જ જનમાં વિચરતાં શંકિત ભમે છે કે “ચોર’ એમ હું કોઈથી પણ મ બંધાઉં, પણ જે અપરાધો નથી કરતો તે જનપદમાં નિઃશંક ભમે છે. એમ હું સાપરાધ છું, હું તો બંધાઉં છું એમ ચેતયિતા શંકિત હોય છે, પણ જો નિરપરાધ છે તો હું નથી બંધાતો એમ નિઃશંક હોય છે ? - આ ગાથાની અદ્ભુત વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં કરતાં ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી બિંબ-પ્રતિબિંબ ભાવથી તે દૃષ્ટાંત સાંગોપાંગ વિવરી દેખાડી અદ્ભુત તત્ત્વપ્રકાશ રેલાવ્યો છે - “યથા અત્ર લોકમાં જે જ પારદ્રવ્ય ગ્રહણ લક્ષણ અપરાધ કરે છે, તેને જ બંધ શંકા સંભવે છે, પણ જે શુદ્ધ સતો તે (અપરાધ) નથી કરતો, તેને તે (બંધશંકા) નથી સંભવતી તથા આત્મા પણ જે જ અશુદ્ધ સતો પરદ્રવ્યગ્રહણ-લક્ષણ અપરાધ કરે છે, તેને જ બંધશંકા સંભવે છે, પણ જે શુદ્ધ સતો તે નથી કરતો, તેને તે નથી સંભવતી - એવો નિયમ છે. એથી કરીને સર્વથા સર્વ પરકીય ભાવોના પરિવારથી શુદ્ધ આત્મા પ્રહવો યોગ્ય છે - તેમ સતે જ નિરપરાધપણું છે માટે.” ઈ. વારુ, કયો છે આ અપરાધ ? એ (૩૦૪-૩૦૫) ગાથામાં દર્શાવતાં, પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ અત્રે “અપરાધ' શબ્દની નિરુક્તિથી અપૂર્વ વ્યાખ્યા કરી, આરાધનાનું અદ્ભુત સ્વરૂપ દર્શાવી અદ્ભુત તત્ત્વપ્રકાશ વિસ્તાર્યો છે - “સંસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાથિય અને આરાધિત એ એકાર્થ છે, અપગતરાધ જે ખરેખર ! ચેતયિતા અપરાધ હોય છે. જે પુનઃ નિરપરાધ ચેતયિતા તે નિઃશંતિ જ હોય છે - (તે) અહં' (હું) એમ જાણતો આરાધનાથી નિત્ય વર્તે છે.' આ ગાથાની તત્ત્વ સમૃદ્ધિમાં “આત્મખ્યાતિ'માં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની પરમ પ્રતિભાનો અલૌકિક તત્ત્વાલોક સમર્પિત કરી અનન્ય પરમાર્થ પ્રદ્યોતિત કર્યો છે - “પદ્રવ્ય પરિહારથી (પરિત્યાગથી) શુદ્ધ આત્માની સિદ્ધિ વા સાધન તે રાધ, અપગત (દૂર થયેલ) છે રાધ જે ચેતયિતાનો તે અપરાધ અથવા અપગત રાધ જે ભાવનો તે અપરાધ, તે (અપરાધ) સહ જે ચેતયિતા વર્તે છે તે સાપરાધ, તે (સાપરાધ) તો પરદ્રવ્ય ગ્રહણના સદ્ભાવથી શુદ્ધાત્મસિદ્ધિના અભાવને લીધે બંધશંકાનો સંભવ સતે - સ્વયં અશુદ્ધત્વને લીધે અનારાધક જ હોય, પરંતુ જે નિરપરાધ છે તે તો સમગ્ર પરદ્રવ્યના પરિહારથી શુદ્ધાત્મસિદ્ધિના સદ્ભાવને લીધે અંધશંકાનો અસંભવ સતે - ઉપયોગ એકલક્ષણ શુદ્ધ આત્મા એક એવા “અહ” એમ નિશ્ચય કરતો, નિત્યમેવ શુદ્ધાત્મ સિદ્ધિલક્ષણા આરાધનાથી વર્તમાનપણાને લીધે આરાધક જ હોય.' ઈ. આ “આત્મખ્યાતિ'માં કહ્યું તેની પરિપુષ્ટિરૂપ અમૃત સમયસાર કળશ (૧૮૭) પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજીએ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યો છે – “સાપરાધ અનવરતપણે અનંત બંધોથી બંધાય છે, નિરપરાધી કદી પણ બંધનને સ્પર્શતો નથી જ, નિયત આ અશુદ્ધ સ્વને ભજતો સાપરાધ હોય છે, સાધુ - સમ્યક શુદ્ધાત્મસેવી નિરપરાધ હોય છે.” ઈ. (શંકા) વારુ, આ શુદ્ધાત્મ ઉપાસન પ્રયાસથી શું ? કારણકે પ્રતિક્રમણાદિથી જ આત્મા નિરપરાધ હોય છે - સાપરાધને અપ્રતિક્રમણાદિનું ત૬ અનપોહકપણાએ કરીને વિષકુંભપણું સતે, ૧૦૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy