SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીત કરે છે – “રાગાદિ બંધનિદાન - બંધકારણ કહ્યા, તેઓ (રાગાદિ) શુદ્ધ ચિન્માત્ર મહસુથી મહા તેજથી) અતિરિક્ત ભિન્ન છે, તો પછી આત્મા વા પર કોણ તેનું (બંધનું) નિમિત્ત છે ? આ ગાથા (૨૭૮-૨૭૯) આચાર્યજી પ્રકાશે છે – “જેમ શુદ્ધ સ્ફટિકમણિ રાગાદિથી સ્વયં નથી પરિણમતો પણ તે અન્ય રક્ત (રાતા) આદિ દ્રવ્યોથી રંગાય છે, એમ શુદ્ધ જ્ઞાની શુદ્ધ એવો રાગાદિ દોષથી સ્વયં નથી પરિણમતો, પણ તે અન્ય રાગાદિ દોષથી રંગાય છે.” આ ગાળામાં સ્ફટિક મણિના સ્કુટ દગંતથી આચાર્યજીએ તાત્ત્વિક ખુલાસો કર્યો છે અને અમૃતચંદ્રજીએ “આત્મખ્યાતિ'માં અપૂર્વ તત્ત્વકલાથી વિવરી દેખાડી પરિફુટ કર્યો છે. પ્રદર્શિત કરતો આ અમૃત સમયસાર કળશ (૧૭૫) અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી લલકાર્યો છે - “આત્મા કદી પણ આત્માના રાગાદિ નિમિત્તભાવને પામતો નથી - જેમ સૂર્યકાંત, તેમાં નિમિત્ત પરસંગ જ છે, આ પ્રથમ તો વસ્તુ સ્વભાવ ઉદય પામે છે. આ કળશથી સૂચિત આ ગાથા (૨૮૦) આચાર્યજીએ પ્રકાશી છે અને “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વિવરી છે - “યથોક્ત વસ્તુસ્વભાવને જણતો જ્ઞાની શુદ્ધ સ્વભાવથી જ નથી પ્રચ્યવતો - તેથી રાગ-દ્વેષ-મોહાદિ ભાવોથી સ્વયં નથી પરિણમતો, નથી પરથી પણ પરિણાવતો, તેથી ટંકોત્કીર્ણ એક લાયક સ્વભાવ જ્ઞાની, રાગ-દ્વેષ-મોહાદિ ભાવોનો અકર્તા જ છે એવો નિયમ છે.” આથી ઉલટું, નીચેની ગાથાના ભાવનું અમૃત કળશ (૧૭૭) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “એવા પ્રકારે સ્વ સ્વ વસ્તુ સ્વભાવને અજ્ઞાની નથી જાણતો, તેથી તે રાગાદિને આત્માના કરે, એથી કરીને તે “કારક - કરનારો હોય છે.' આ કળશથી સૂચિત બે ગાથા (૨૮૧-૨૮૨) આચાર્યજી પ્રકાશે છે અને “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજી વિવરે છે. - આત્મા રાગાદિનો અકારક કેવી રીતે ? તે આ (૨૮૩-૨૮૫) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - અપ્રતિક્રમણ બે પ્રકારનું છે, અપ્રત્યાખ્યાન તેમજ (બે પ્રકારનું) જાણવું. અપ્રતિક્રમણ બે પ્રકારનું - દ્રવ્ય પરત્વે, ભાવ પરત્વે, તેમ અપ્રત્યાખ્યાન છે. આ ઉપદેશથી ચેતયિતા (ચેતન આત્મા) અકારક વર્ણવવામાં આવ્યો છે. જ્યાં લગી દ્રવ્ય - ભાવનું અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન આત્મા કરે છે, ત્યાં લગી તે કર્તા જ્ઞાતવ્ય છે.' આ ગાથાના ભાવનું “આત્મખ્યાતિમાં અમૃત વ્યાખ્યાન કરતાં અમૃતચંદ્રજીએ અપૂર્વ તત્ત્વાલોકનો પરમ ઉદ્યોત કર્યો છે. અને દ્રવ્ય-ભાવના નિમિત્ત-નૈમિત્તિક ભાવનું ઉદાહરણ આ છે, તે આ (૨૮૬-૨૮૭) ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્ય છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યેજીએ “આત્મખ્યાતિ'માં તેનું પરમ રહસ્ય પ્રસ્પષ્ટ કરતાં તે પ્રસ્તુત ઉદાહરણના ભાવને પ્રકૃષ્ટપણે બહલાવ્યો છે. ઉક્તના સારસમુચ્ચયરૂપ અને બંધ અધિકારના ઉપસંહારરૂપ અપૂર્વ કાવ્ય-કળશ (૧૭૮) અમૃતચંદ્રજીએ પરમ ભાવાવેશથી લલકાર્યો છે – “એવા પ્રકારે આલોચી તે સ્કુટપણે પરદ્રવ્યને સમગ્રને વિવેચીને તન્યૂલ આ બહુભાવસંતતિને એકી સાથે બલથી ઉદ્ધરવાને ઈચ્છતો, નિર્ભર વહતી પૂર્ણ એક સંવિદ્ યુક્ત આત્મા પ્રત્યે જાય છે - કે જેથી બંધને ઉન્મલિત કર્યો છે જેણે એવો આ ભગવાન આત્મા આત્મામાં સ્કૂક્યું છે.' આ બંધ અધિકારનો સર્વોપસંહાર કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની પરમ પ્રિયતમ શાનયોતિનો પરમ મહિમાતિશય ઉત્કીર્તન કરતો આ કાવ્યકળશ (૧૭૯) આ સમયસાર તત્ત્વમંદિર પર ચઢાવ્યો છે. કારણ” એવા રાગાદિના ઉદયને અદયપણે દારતી (ચીરી નાંખતી), કાર્ય એવા બંધને અધુના સદ્ય જ ધકેલી દઈને, તિમિર ક્ષપિત કર્યું છે જેણે એવી જ્ઞાનજ્યોતિ એવી તો સાધુ-સમ્યક સન્નદ્ધ છે (સજ્જ થઈને બેઠી છે), કે જેમ અપર કોઈ પણ એના પ્રસરને આવરતો નથી.” ઈ. | | ઈતિ બંધ નિષ્ઠાંત I || ઈતિ બંધકરૂપક સપ્તમ અંક || ૧૦૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy