SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन ४४७ તથા માત્ર શરીરનો આકાર હોય તેટલામાત્રથી તે શરીરમાં ચૈતન્યની ઉત્પત્તિ થાય છે તે કહેવું યુક્ત નથી. (આથી મૃત અવસ્થામાં માત્ર શરીરનો આકાર હોવામાત્રથી તેમાં ચૈતન્યની ઉત્પત્તિ થવી જ જોઈએ, આવો આગ્રહ રાખવો યુક્ત નથી.) અન્યથા (શરીરના આકારમાત્રની વિદ્યમાનતામાં જ તે શરીરમાં ચૈતન્યની ઉત્પત્તિ સ્વીકારવામાં આવે તો) ચિત્રમાં દોરેલા ઘોડા આદિમાં પણ ચૈતન્યની ઉત્પત્તિ થવાની આપત્તિ આવશે, કારણ કે તે ચિત્રમાં પણ ઘોડાના શરીરનો આકાર વિદ્યમાન જ છે. તેથી સિદ્ધ થાય છે કે ચૈતન્ય શરીરનું કાર્ય જ છે અને તેથી ચૈતન્યયુક્ત શરીરમાં જ ‘પ્રત્યય' ની ઉત્પત્તિ થાય છે, તે પણ સિદ્ધ થાય છે. આ પ્રમાણે આત્મા પ્રત્યક્ષપ્રમાણનો પ્રમેય (વિષય) બનતો જ નથી અને તેથી આત્મા અવિદ્યમાન જ છે. અર્થાત્ જગતમાં આત્મા જેવી કોઈ ચીજ નથી. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - “આત્મા નથી, કારણ કે તે અત્યંત અપ્રત્યક્ષ છે. જે અત્યંત અપ્રત્યક્ષ હોય છે તે (વસ્તુ) હોતી નથી. જેમકે આકાશપુષ્પ . અને જે હોય છે તે પ્રત્યક્ષથી ગ્રહણ કરાય જ છે. જેમકે ઘટ.” જો કે અણુઓ પણ અપ્રત્યક્ષ છે, પરંતુ ઘટાદિ કાર્યરૂપે પરિણમેલા તે પરમાણુઓ પ્રત્યક્ષતાને પામે છે. પરંતુ આત્મા ક્યારે પણ પ્રત્યક્ષભાવને પામતો નથી. આમ અનુમાનપ્રયોગના હેતુમાં ગ્રહણ કરેલ અત્યંત’ વિશેષણથી પરમાણુઓ સાથે વ્યભિચાર આવતો નથી. ___ तथा नाप्यनुमानं भूतव्यतिरिक्तात्मसद्भावे प्रवर्तते, तस्याप्रमाणत्वात्, प्रमाणत्वे वा प्रत्यक्षबाधितपक्षप्रयोगानन्तरं प्रयुक्तत्वेन हेतोः कालात्ययापदिष्टत्वात् । शरीरव्यतिरिक्तात्मपक्षो हि प्रत्यक्षेणैव बाध्यते । किंच लिङ्गलिङिगसंबन्धस्मरणपूर्वकं ह्यनुमानम् । यथा-पूर्व महानसादावग्निधूमयोलिङ्गिलिङ्गयोरन्वयव्यतिरेकवन्तमविनाभावमध्यक्षेण गृहीत्वा तत उत्तरकालं क्वचित्कान्तारपर्वतनितम्वादौ गगनावलम्बिनी धूमलेखामव-लोक्य प्राग्गृहीतसंबन्धमनुस्मरति । तद्यथा-यत्र यत्र धूमस्तत्र तत्र वह्निमद्राक्षं यथा महानसादौ, धूमश्चात्र दृश्यते तस्माद्वह्निनापीह भवितव्यमित्येवं लिङ्गग्रहणसंबन्ध-स्मरणाभ्यां तत्र प्रमाता हुतभुजमवगच्छति । न चैवमात्मना लिङ्गिना सार्धं कस्यापि लिङ्गस्य प्रत्यक्षेणः संबन्धः सिद्धोऽस्ति, यतस्तत्संबन्धमनुस्मरतः पुनस्तल्लिङ्गदर्शनाज्जीवे स प्रत्ययः स्यात् । यदि पुनर्जीवलिङ्गयोः प्रत्यक्षतः संबन्धसिद्धि
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy