SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन ४४३ અથવા જ્ઞાનાદિધર્મોથી આત્માને અભિન્ન માનશો તો જ્ઞાનાદિ સર્વધર્મોનું ઐક્ય થઈ જશે, કારણ કે એકજીવથી તે ધર્મો અભિન્ન છે. તથા “મારું જ્ઞાન, મારું દર્શન, મારું સુખ' ઇત્યાદિ જ્ઞાનાદિધર્મોનો પરસ્પરભેદ પ્રતીત થાય જ છે. જો જ્ઞાનાદિધર્મોથી આત્માને અભિન્ન માનીએ તો આવી પ્રતીતિ થઈ શકશે નહિ. તેથી જીવને જ્ઞાનાદિધર્મોથી ભિન્નભિન્ન માનવો જોઈએ. આના દ્વારા ધર્મ અને ધર્મીને એકાંતે ભિન્ન માનતા વૈશેષિકોના મતનું તથા ધર્મ અને ધર્મીને એકાંતે અભિન્ન માનતા બૌદ્ધના મતનું ખંડન થઈ જાય છે. બૌદ્ધો જ્ઞાનક્ષણની પરંપરાને આત્મા માને છે. તેથી બૌદ્ધોએ પણ આત્માને ધર્મ તરીકે સ્વીકાર્યો છે. વિવિધ પ્રકારે વર્તન કરવું તેને નિવૃત્તિ કહેવાય છે. અર્થાત્ દેવ, મનુષ્ય, વગેરે પર્યાયોનું અનુસરણ કરવું તે વિવૃત્તિ કહેવાય છે. આવો વિવૃત્તિવાળો આત્મા છે. આના દ્વારા ભવાંતરગામિ આત્માનો નિષેધ કરતા ચાર્વાકના મતનું તથા આત્માને (એક સ્વરૂપને સ્થિર રહેનાર, ઉત્પત્તિ અને વિનાશરહિત) કૂટસ્થનિત્ય માનનારા નૈયાયિકો વગેરેના મતનું પણ ખંડન થઈ જાય છે. આત્મા શુભાશુભકર્મોનો કર્તા છે. તથા પોતે કરેલા કર્મોના સુખાદિકલનો સાક્ષાતુભોક્તા છે. ‘વ’ સમુચ્ચયાર્થક છે. આત્મા કર્મનો કર્તા અને ભોક્તા છે –આ બે વિશેષણના ગ્રહણથી આત્માને અકર્તા માનનારા તથા આત્માને ઉપચારથી ભોક્તા માનનારા સાંખ્યોના મતનું ખંડન થઈ જાય છે. ચૈતન્યસ્વરૂપવાળો આત્મા છે. અર્થાતુ સાકાર(જ્ઞાન) અને નિરાકાર (દર્શન) સ્વરૂપ આત્મા છે. આ વિશેષણથી આત્માને જ્ઞાનશૂન્ય માનવાવાળા નૈયાયિકો વગેરેના મતનો ઉચ્છેદ થાય છે. અર્થાત્ જ્ઞાનશૂન્ય જડસ્વરૂપ તૈયાયિકાદિ સંમત આત્માનો વ્યવચ્છેદ થાય છે. આવા વિશેષણથી યુક્તજીવ જૈનદર્શનમાં કહેવાયેલો છે. એ પ્રમાણે અહીં (અંતે) સંબંધ કરવો. अत्र चार्वाकाश्चर्चयन्ति यथा-इह कायाकारपरिणतानि चेतनाकारणभूतानि भूतान्येवोपलभ्यन्ते, न पुनस्तेभ्यो व्यतिरिक्तो भवान्तरयायी यथोक्तलक्षणः कश्चनाप्यात्मा, तत्सद्भावे प्रमाणाभावात् । तथाहि-भूतव्यतिरिक्तात्मसद्भावे किं प्रत्यक्षं प्रमाणं प्रवर्तेत उतानुमानम् ? न तावत्प्रत्यक्षं, तस्य प्रतिनियतेन्द्रियसंबद्धरूपादिगोचरतया तद्विलक्षणे जीवे प्रवृत्त्यनुपपत्तेः । न च “घटमहं वेदिम” इत्यहप्रत्यये ज्ञानकर्तृतयात्मा भूतव्यतिरिक्तः
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy