SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन ४४१ મન-વચન-કાયાના વ્યાપારના નિમિત્તે સકષાયિ આત્માના કર્મપુદ્ગલ સાથેના સંશ્લેષ (સંબંધ)વિશેષને બંધ કહેવાય છે. તે બંધ સામાન્યત: એક પ્રકારનો હોવા છતાં પણ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ (રસ) અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારનો છે. તે એકે એકના જ્ઞાનાવરણીયાદિ મૂલપ્રકૃતિના ભેદથી આઠ પ્રકાર છે. મતિજ્ઞાનાવરણીયાદિ ઉત્તરપ્રકૃતિના ભેદથી અનેકપ્રકાર (=એકસો અઠ્ઠાવન પ્રકાર) છે. આ બંધ કોઈક તીર્થકરતાદિ ફલનું સર્જન કરતો હોય ત્યારે પ્રશસ્ત છે અને બીજો નરકાદિ ફલનું સર્જન કરતો હોવાથી અપ્રશસ્ત છે તથા પ્રશસ્ત અને અપ્રશસ્ત આત્માના અધ્યવસાયોથી પેદા થયેલું કર્મ અનુક્રમે સુખ-દુ:ખરૂપ ફળનું સર્જન કરે છે. આત્મા ઉપર ચોંટેલા કર્મને ખેરવવામાં કારણરૂપ નિર્જરા બારપ્રકારના તપ સ્વરૂપ છે. ઉત્કૃષ્ટ નિર્જરા શુક્લધ્યાનરૂપ છે. કારણકે તત્વાર્થસૂત્રના અ. ૯૩માં કહ્યું છે કે તપથી નિર્જરા થાય છે અને ધ્યાન અભ્યતરતપસ્વરૂપ છે. સઘળાયે બંધનથી સર્વથામુક્ત અને સહજ સ્વરૂપના પ્રાપક આત્માના લોકના અંતે (સિદ્ધશિલા ઉપર) થયેલા અવસ્થાનને મોક્ષ કહેવાય છે. તેથી શાસ્ત્રમાં કહ્યું છે કે બંધના ઉચ્છેદથી મોક્ષ થાય છે. આ નવતત્ત્વો જૈનદર્શનમાં જાણવા. ૪ अथ शास्त्रकार एव तत्त्वानि क्रमेण व्याख्याति, तत्र यथोद्देशं निर्देश इति न्यायात् प्रथम जीवतत्त्वमाह હવે શાસ્ત્રકારપરમર્ષિ જ ક્રમસર તત્ત્વોની વ્યાખ્યા કરે છે. “(હારગાથામાં) જે પ્રમાણે ઉદ્દેશ હોય તે ક્રમાનુસાર નિર્દેશ કરવો જોઈએ”—આ ન્યાયથી પ્રથમ જીવતત્ત્વને કહે છે. तत्र ज्ञानादिधर्मेभ्यो भिन्नाभिन्नो विवृत्तिमान् । शुभाशुभकर्मकर्ता भोक्ता कर्मफलस्य च ।। ४८ ।। चैतन्यलक्षणो जीवो यश्चैतद्विपरीतवान् । अजीवः स समाख्यातः पुण्यं सत्कर्मपुद्गलाः ।।४९ ।। શ્લોકાર્થ ? જ્ઞાનાદિધર્મોથી ભિન્નભિન્ન સ્વરૂપ, મનુષ્યાદિ પર્યાયોને ધારણ કરનાર (વિવૃત્તિમાન), શુભાશુભકર્મોનો કર્તા, કર્મના ફળનો ભોક્તા ચૈતન્યસ્વરૂપ જીવ છે. તેનાથી વિપરીત(ચૈતન્યશૂન્ય)ને અજીવ કહેવાય છે તથા શુભકર્મના પુદગલોને પુણ્ય કહેવાય છે. व्याख्या-तत्रेति निर्धारणार्थः । ये ज्ञानदर्शनचारित्रसुखदुःखवीर्यभव्यत्वाभव्यत्वसत्त्वप्रमेयत्वद्रव्यत्वप्राणधारित्वक्रोधादिपरिणतत्वसंसारित्वसिद्धत्वपरवस्तुव्यावृत्तत्वादयः स्वपरपर्याया जीवस्य भवन्ति, ते ज्ञानादयो धर्मा उच्यन्ते । तेभ्यो जीवो न भिन्नो
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy