SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४३० षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन “कालतोऽनाद्यनन्तः संसारः” इत्यादि, तदप्यसम्यक्, युगपत्संवेदनात् । न च तदसंभवि दृष्टत्वात् । तथाहि-यथा स्वभ्यस्तसकलशास्त्रार्थः सामान्येन युगपत्प्रतिभासते, एवमशेषविशेषकलितोऽपि । यथा चोक्तम-“यथा सकलशास्त्रार्थः स्वभ्यस्तः प्रतिभासते । मनस्येकक्षणेनैव तथानन्तादिवेदनम् ।।१ ।।” [प्र. वार्तिकालं० - २/२२७] इति यञ्चोक्तं “अतीतानागत" इत्यादि, तदपि स्वप्रणेतुरज्ञानित्वमेव ज्ञापयति, यतो यद्यपीदानींतनकालोपेक्षया तेऽतीतानागतवस्तुनी असती तथापि यथातीतमतीतकालेऽवर्तिष्ट, यथा च भावि वर्तिष्यते, तथैव तयोः साक्षात्कारित्वेन न कश्चनापि दोष इति सिद्धः सुखादिवत्सुनिश्चितासंभवबाधकप्रमाणत्वात् सर्वज्ञ इति । ટીકાનો ભાવાનુવાદ: વળી પૂર્વે તમે કહ્યું હતું કે “સર્વવસ્તુઓનો સમુહ કયા પ્રમાણથી ગ્રહણ કરી શકાય ?... (આગળ તમે કહ્યું હતું કે, પ્રત્યક્ષાદિપ્રમાણથી સર્વવસ્તુઓનું જ્ઞાન થઈ શકતું નથી. તેથી સર્વજ્ઞ જેવી કોઈ વ્યક્તિ નથી. તમારી આ વાત પણ યુક્ત નથી. કારણ કે સકલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી પ્રાપ્ત થયેલા કેવલજ્ઞાનરૂપી પ્રકાશવડે સકલલોકાલોકગત વસ્તુઓના સમુહનું જ્ઞાન થઈ શકે અને તેથી હસ્તામલકવત્ (હાથમાં રહેલા આમળાની જેમ) સઘળાયે લોકાલોકને જાણતા સર્વજ્ઞ હોઈ શકે, તેમાં શંકાને સ્થાન નથી. તથા “સંકલલોકાલોકવિષયક જ્ઞાન થવાથી અશુચિપદાર્થોનું પણ જ્ઞાન થવાના કારણે, તેમાં રહેલી અશુચિનો આસ્વાદ અનુભવવાની આપત્તિ આવશે.” - ઇત્યાદિ તમે જે કહ્યું હતું તે સકલગુણના ધામ એવા સર્વજ્ઞ પ્રત્યેની અસૂયામાત્રથી કહ્યું હતું. પરંતુ તે ઉચિત નથી. કારણ કે સર્વજ્ઞ અતીન્દ્રિયજ્ઞાનિ હોવાના કારણે ઇન્દ્રિયોના વ્યાપારથી નિરપેક્ષ છે. (અતીન્દ્રિય જ્ઞાનિને વસ્તુને જાણવા ઇન્દ્રિયોના વ્યાપારની જરૂર પડતી નથી.) તેથી સર્વજ્ઞ રસનેન્દ્રિયના વ્યાપારથી નિરપેક્ષ તટસ્થપણે જ વસ્તુનું યથાવસ્થિતવેદન(જ્ઞાન) કરે છે. (ભલે તે સારી હોય કે ખરાબ હોય). પરંતુ સર્વજ્ઞ તમારી જેમ વસ્તુનું ઇન્દ્રિયોની સાપેક્ષ વેદન કરતા નથી. (કે જેથી અશુચિના આસ્વાદની આપત્તિ આવે.) તથા “અનાદિઅનંત સંસારમાં અનંતાનંત વસ્તુઓનો સમુહ છે, તેને ક્રમસર જાણતો વ્યક્તિ અનંતકાલે સર્વજ્ઞ થઈ શકશે”આવું જે કહ્યું હતું તે પણ અસત્ય છે. કારણકે એકસાથે સઘળાયે પદાર્થોનું સંવેદન થાય છે અને એકસાથે સઘળાયે પદાર્થોનું સંવેદન અસંભવિત જોવાયું નથી. જેમકે – સારી રીતે અભ્યસ્ત કરેલા સઘળાયે શાસ્ત્રોના પદાર્થો એકસાથે મનમાં પ્રતિભાસિત થતા જોવાય છે. એ પ્રમાણે અનંતશક્તિવાળા કેવલજ્ઞાનમાં પણ એકસાથે જગતના સમસ્ત પદાર્થો પ્રતિભાસિત થઈ શકે છે. તથા પ્રમાણવાર્તિકાલંકારમાં કહ્યું છે કે...
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy