SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ४१६ षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन તે ભગવાન સર્વજ્ઞ છે. અર્થાત્ જેનામાં સર્વવસ્તુઓનું પ્રકાશક જ્ઞાન પૂર્ણતાએ પહોંચ્યું છે, તે સર્વજ્ઞ ભગવાન છે. શંકા: અગ્નિથી તપેલા પાણીમાં ઉષ્ણતાની તરતમતા હોવા છતાં, તે પાણી ઉષ્ણતાનો સર્વ અંતિમપ્રકર્ષ જેમાં છે, તે અગ્નિ જેવું ઉષ્ણ તો બનતું જોવાતું જ નથી. તેથી “જેનો ક્રમિકવિકાસ થાય છે, તેની પૂર્ણતા હોય છે.'—આ આપનો નિયમ વ્યભિચારી બને છે. કારણકે પાણીમાં તરતમતાથી ઉષ્ણતા હોવા છતાં અગ્નિ જેવી ઉષ્ણતાની પૂર્ણતા પાણીમાં આવતી નથી. સમાધાન : પદાર્થના સ્વાભાવિકધર્મો જ અભ્યાસથી પૂર્ણતાને પામે છે. પરંતુ જે ધર્મ અન્ય સહકારની અપેક્ષાથી ઉત્પન્ન થાય છે, તે પૂર્ણતાને પામે જ તેવો નિયમ નથી. પાણીમાં આવેલી ઉષ્ણતા સહજ નથી, પણ અગ્નિ નામના સહકારીના કારણથી આવી છે. જ્યારે સુવર્ણમાં પુટપાકની પ્રક્રિયાથી આવતી વિશુદ્ધિ સુર્વણનો સહજધર્મ હોવાના કારણે પૂર્ણતાને પામે છે. પાણીમાં રહેલી ઉષ્ણતા પાણીનો સહજ ધર્મ ન હોવાથી કેવી રીતે પૂર્ણતા=પરમપ્રકર્ષને પામે ! ઉલટાનું પાણીને અત્યંતતાપ આપતાં પાણી નાશ પામે છે. પરંતુ જ્ઞાન જીવનો સહજધર્મ છે અને પોતાના આશ્રયમાં વિશેષતાને ઉત્પન્ન કરે છે. તેથી જ્ઞાનના નિરંતર અભ્યાસથી ઉત્તરોત્તર પોતાના આશ્રયમાં (જ્ઞાન) વિશેષતાને ઉત્પન્ન કરતું કરતું પરમપ્રકર્ષ પર્યન્તને પામી જાય છે, તેવું કહેવું અયોગ્ય નથી. આથી “અભ્યાસથી ઉંચે કૂદવા....” ઇત્યાદિ તમે જે પૂર્વે કહેલું તે અસત્ય સિદ્ધ થાય છે. અર્થાત્ તેનું ખંડન થાય છે, કારણકે લંઘન આત્માનો સહજધર્મ નથી અને તે પોતાના આશ્રયમાં વિશેષતાને ઉત્પન્ન પણ કરતો નથી. ઉલટાનું તેનો વધારે પડતો અભ્યાસ કરવાથી આત્માનું સામર્થ્ય હણાઈ પણ જાય છે. આમ જેનામાં જ્ઞાનનો પરમપ્રકર્ષ છે તે સર્વજ્ઞ છે. तथा जलधिजलपलप्रमाणादयः कस्यचित्प्रत्यक्षाः, प्रमेयत्वात, घटादिगतरूपादिविशेषवत् । न च प्रमेयत्वमसिद्धं, अभावप्रमाणस्य व्यभिचारप्रसक्तेः । तथाहिप्रमाणपञ्चकातिक्रान्तस्य हि वस्तुनोऽभावप्रमाणविषयता भवताभ्युपगम्यते । यदि च जलधिजलपलप्रमाणादिषु प्रमाणपञ्चकातिक्रान्तरूपमप्रमेयत्वं स्यात्, तदा तेष्वप्यभावप्रमाणविषयता स्यात् । न चात्र तत्त्वेऽपि सा संभाविनीति । यस्य च प्रत्यक्षाः, स भगवान् सर्वज्ञ इति । तथास्ति कश्चिदतीन्द्रियार्थसार्थसाक्षात्कारी, अनुपदेशालिङ्गाविसंवादिविशिष्टदिग्देशकालप्रमाणाद्यात्मकचन्द्रादिग्रहणाद्युपदेशदायित्वात् । यो यद्विषयेऽनुपदेशालिङ्गाविसंवाद्युपदेशदायी स तत्साक्षात्कारी यथास्मदादिः, अनुपदेशालिङ्गा
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy