SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૦ षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ८०, मीमांसकदर्शन તેમના મતે જગત પંચભૂતાત્મક છે. તેમના મતમાં જેમ મહુડા, ગોળ આદિના સંયોગથી મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ આ ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. તથા જલમાં ઉત્પન્ન થતા પરપોટા પાણીમાં જ વિલીન થાય છે, તેમ ભૂતોમાંથી ઉત્પન્ન થતાં જીવો ભૂતોમાં જ વિલીન થઈ જાય છે. ચૈતન્યવિશિષ્ટ શરીર જ આત્મા છે. તેઓ મદિરા પાન કરે છે, માંસ ખાય છે, તથા માતા આદિ અગમ્માસ્ત્રીઓમાં પણ વ્યભિચાર સેવે છે. (તેઓ આ ત્રણે ધર્મબુદ્ધિથી કરે છે.) તેઓ પ્રતિવર્ષે કોઈ એક દિવસ ભેગા થાય છે અને જે પુરુષનું જે સ્ત્રીની સાથે નામ નીકળે, તે પુરુષ તે સ્ત્રી સાથે યથેચ્છપણે ક્રીડા કરે છે. (અને તે દિવસને તેઓ પર્વદિન માને છે.) તેઓ કામસેવનથી અધિક બીજો ધર્મ માનતા નથી. ચાર્વાક, લોકાયત આદિ નામથી ઓળખાય છે. T૪ અને ગર્વ ધાતુઓ ભક્ષણાર્થક છે. તેથી વન્તિ = ખાવું-પીવું અને મોજ કરવી એ તેમનું એકમાત્ર લક્ષ્ય છે. તથા પુણ્ય-પાપાદિ અતીન્દ્રિય વસ્તુઓને વાસ્તવિક માનતા નથી, તે ચાર્વાક કહેવાય છે. “માઇશ્યામ' આદિ સિદ્ધ હૈમવ્યાકરણના ઔણાદિક સૂત્રથી “ચાર્વાક' શબ્દ નિપાતસંજ્ઞક સિદ્ધ થાય છે. સામાન્ય વિચારશૂન્ય લોકોની જેમ જે આચરણ કરે છે, તે લોકાયત કે લૌકાયતિક કહેવાય છે. (ચાકોના ગુરુ બૃહસ્પતિ છે. આથી) બૃહસ્પતિ પ્રણીતમતના અનુયાયી હોવાના કારણે તેઓ બાર્હસ્પત્ય પણ કહેવાય છે. | अथ तन्मतमेवाहહવે તેમના મતને જ કહે છે. लोकायता वदन्त्येवं नास्ति जीवो न निर्वृतिः । धर्माधर्मो न विद्यते न फलं पुण्यपापयोः ।।८० ।। શ્લોકાર્થ લોકાયિતો = નાસ્તિકો કહે છે કે - “જીવ નથી, મોક્ષ નથી, ધર્મ-અધર્મ નથી, પુણ્યપાપનું ફળ કશું જ નથી”. व्याख्या-लोकायता-नास्तिका एवं-इत्थं वदन्ति । कथमित्याह । जीवश्चेतनालक्षणः परलोकयायी नास्ति, पञ्चमहाभूतसमुद्भूतस्य चैतन्यस्येहैव भूतनाशे नाशात्परलोकानुसरणासंभवात् । जीवस्थाने देव इति पाठे तु देवः सर्वज्ञादिर्नास्ति । तथा न निर्वृत्तिर्मोक्षो नास्तीत्यर्थः । अन्यञ्च धर्मश्चाधर्मश्च धर्माधर्मों न विद्यते पुण्यपापे सर्वथा न स्त इत्यर्थः । न-नैव पुण्यपापयोः फलं-स्वर्गनरकादिरूपमस्ति, धर्माधर्मयोरभावे कुतस्त्यं तत्फलमिति भावः ।।८।।
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy