SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक - ७३, मीमांसकदर्शन ७८३ प्रत्यक्षलक्षणसमाप्तिसूचकः ।। अथानुमानं लक्षयति पुनःशब्दस्य व्यस्तसंबन्धात् । अनुमानं पुनलैंङ्गिकम् लिङ्गाज्जातं लैङ्गिकम् । लिङ्गाल्लिङ्गिज्ञानमनुमानमित्यर्थः । तत्रेदमनुमानलक्षणस्य सूचामात्रमुक्तम् । संपूर्णं त्वित्थं तल्लक्षणं “ज्ञातसंबन्धस्यैकदेशदर्शनादसन्नकृष्टेऽर्थे बुद्धिरनुमानम्” [शाबर. भा० ११५] इति शाबरमनुमानलक्षणम् । व्याख्या-अवगतसाध्यसाधनाविनाभावसंबन्धस्य पुंस एकदेशस्य साधनस्य दर्शनादसन्निकृष्टे परोक्षेऽर्थे बुद्धिर्ज्ञानमनुमानमिति ।।७३ ।। ટીકાનો ભાવાનુવાદ: શ્લોકમાં નિર્દિષ્ટ “તત્ર' નિર્ધારણાર્થક છે. શ્લોકમાં છન્દરચનાના અનુરોધથી લક્ષણગત શબ્દોની વ્યસ્તતા છે. પરંતુ શ્લોકમાં સૂચવેલા પ્રત્યક્ષના લક્ષણની અક્ષર ઘટના આ પ્રમાણે છે - વિદ્યમાન વસ્તુઓની સાથે સંપ્રયોગ = સંબંધ થતાં આત્માને ઇન્દ્રિયો દ્વારા બુદ્ધિ = જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ કહેવાય છે. વસ્તુત: ક્રમ આ પ્રમાણે છે – વિદ્યમાન વસ્તુઓનો સંબંધ થતે છતે આત્માને ઇન્દ્રિયો દ્વારા જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ કહેવાય છે. જોકે “સતઃ' આવો એકવચનનો પ્રયોગ કરવાથી પણ પ્રસ્તુત અર્થની સિદ્ધિ થઈ જાત. અર્થાત્ વર્તમાન પદાર્થોથી ઇન્દ્રિયોના સન્નિકર્ષનું સૂચન થઈ શકતું હતું. તો પણ ‘સતા” આવો બહુવચનનો પ્રયોગ કર્યો છે, તે પણ સૂચિત કરે છે કે ક્યારેક-ક્યારેક ક્યાંક-ક્યાંક ઘણા પદાર્થો સાથે પણ ઇન્દ્રિયોનો સંબંધ હોય છે. જૈમિનિ સૂત્ર આ છે – સત્સંપ્રયો સતિ પુછપન્દ્રિયાળાં વૃદ્ધિનગ્ન તસ્પ્રત્યક્ષ” | વ્યાખ્યા : વિદ્યમાનવસ્તુથી ઇન્દ્રિયોનો સંબંધ થતે છતે પુરુષને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને પ્રત્યક્ષ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે જે પદાર્થવિષયક જ્ઞાન થાય છે, તે પદાર્થ સાથે ઇન્દ્રિયોનો સંબંધ થતે જીતે પ્રત્યક્ષ થાય છે. અન્યપદાર્થની સાથે સંબંધ થતે છતે અન્ય પદાર્થનું જ્ઞાન થયું તે પ્રત્યક્ષાભાસ છે. જેમકે મરુસ્થળની રેતી અને સૂર્યના કિરણો આદિ સાથે સંબંધ થતે છતે ઉત્પન્ન થતું ભ્રાન્ત જલજ્ઞાન પ્રત્યક્ષાભાસ છે. અથવા “સત્સંપ્રયોગજનો અર્થ છે, વિદ્યમાન પદાર્થોની ઉપલબ્ધિ કરવાવાળું. વિદ્યમાન પદાર્થમાં ઇન્દ્રિયોનો સમ્યફપ્રયોગ કે ઇન્દ્રિયોની યોગ્યતાને સમ્પ્રયોગ કહેવાય છે, નહિ કે નૈયાયિકો દ્વારા મનાયેલા સંયોગાદિ સન્નિકર્ષો જ. પ્રત્યક્ષના લક્ષણમાં નિર્દિષ્ટ “તિ' પદ સમાપ્તિનું સૂચક છે. હવે અનુમાનનું લક્ષણ કરે છે. “પુનઃ' શબ્દનો સંબંધ શ્લોકમાં જેની સાથે છે, તેનાથી ભિન્ન પદની સાથે છે. શ્લોકમાં “અનુમાનં ક્રિ પુનઃ” - આ પદ . તેના સ્થાને અનુમાનં પુનઃ
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy