SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્દર્શન સમુન્નવ ભાગ – ૨, શ્લોજ - ૪૨-૪૬, જૈનવર્શન તથા સંસારના ઘણાજીવો કેટલીક વસ્તુઓને પ્રત્યક્ષથી જાણીને, કેટલીક વસ્તુઓને અનુમાનથી જાણીને, કેટલીક વસ્તુઓને બીજાપ્રમાણોથી જાણીને તથા ધર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થોને વેદથી જાણીને-જગતના સર્વપદાર્થોને જાણી લેશે. આથી સર્વે જીવો સર્વજ્ઞ બની જવાની આપત્તિ આવશે. ४१४ વળી સંસાર અનાદિ અનંત છે. તેમાં રહેલી વસ્તુઓ પણ અનંતાનંત છે. તે વસ્તુઓને ક્રમસ૨ જાણતો વ્યક્તિ અનંતકાલવડે પણ કેવી રીતે સર્વજ્ઞ (સર્વને જાણનાર) થઈ શકશે ? અર્થાત્ જગત્વર્તી સર્વપદાર્થોને જાણનાર કોઈ સર્વજ્ઞ નથી. વળી તમારો સર્વજ્ઞ યથાવસ્થિતવસ્તુનો જાણનાર છે. તેથી જગત્વર્તી અશુચિઆદિના રસના આસ્વાદનો પ્રસંગ પણ સર્વજ્ઞને આવી પડશે. કારણકે જગતના સર્વપદાર્થો યથાવસ્થિતપણે સંવેદે છે અને તેથી કહ્યું છે કે.. “સર્વજ્ઞ જગત્વર્તી સર્વપદાર્થોનો યથાવસ્થિત પણે સંવેદતો હોવાથી (તે સર્વજ્ઞને) અશુચિવગેરેના રસના આસ્વાદનો પ્રસંગ (તે સર્વજ્ઞને) અનિવારિત છે.” વળી તમે બતાવો કે ભૂતકાળમાં થઈ ગયેલા પદાર્થો અને બનાવોને તથા ભવિષ્યમાં થનારા પદાર્થો અને થનારી હકીકતોને તમારો સર્વજ્ઞ અતીત અને અનાગતરૂપથી જાણે છે કે વર્તમાનની જેમ સાક્ષાત્ જાણે છે ? “સર્વજ્ઞ ભૂતકાલીનપદાર્થો - બનાવોને અતીતરૂપથી તથા ભવિષ્યકાલિન પદાર્થો-હકીકતોને અનાગતરૂપથી જાણે છે' એમ તમે કહેશો તો.... સર્વજ્ઞનું જ્ઞાન અપ્રત્યક્ષ બની જશે. કારણ કે સાક્ષાત્કારરૂપ નથી થતું. આથી તેનું જ્ઞાન પ્રત્યક્ષમાં ગણાશે નહિ, કારણ કે... અવર્તમાન કાલીન વસ્તુને ગ્રહણ કરે છે. જેમ સ્મૃતિવગેરે અવર્તમાનકાલીન વસ્તુગ્રાહિ છે. તેથી પ્રત્યક્ષમાં ગણાતા નથી, તેમ સર્વજ્ઞનું ઉપરોક્ત જ્ઞાન પણ પ્રત્યક્ષની કોટીમાં આવી શકશે નહિ. “સર્વજ્ઞ ભૂતકાલીન તથા ભવિષ્યકાલીન વસ્તુઓ અને બનાવોને વર્તમાનરૂપે જાણે છે.” તેમ કહેશો તો – સર્વજ્ઞનું જ્ઞાન ભ્રાન્ત બની જવાનો પ્રસંગ આવશે. કારણ કે અન્યથા ૨હેલા (અર્થાત્ ભૂત અને ભાવિરૂપે ૨હેલા) પદાર્થોને અન્યથા૨ીતે (વર્તમાનરૂપે) ગ્રહણ કરે છે. જેમ બે ચંદ્રને જોનારનું જ્ઞાન ભ્રાન્ત છે, તેમ ભૂતાદિરૂપે રહેલા પદાર્થોને અન્યથા૨ીતે અર્થાત્ વર્તમાનરૂપે જોવા તે પણ ભ્રાન્તિ છે. अत्र प्रतिविधीयते । तत्र यत्तावदुक्तं " तद्ग्राहकप्रमाणाभावात्” इति साधनं तदसम्यक्, तत्साधकानामनुमानप्रमाणानां सद्भावात् 1 तथाहि-ज्ञानतारतम्यं क्वचिद्विश्रान्तं, तरतमशब्दवाच्यत्वात्, परिमाणव । નાયસિદ્ધો હેતુ:, प्रतिप्राणिप्रज्ञामेधादिगुणपाटवरूपस्य ज्ञानस्य तारतम्येनोपलब्धेः । ततोऽवश्यमस्य
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy