SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक-७१, मीमांसकदर्शन ૭૭૭ दानादिक्रियां प्रति प्रवर्तकं वचो वेदवचनं प्राहुर्मीमांसका भाषन्ते । हवनादिक्रियाविषये यदेव प्रेरकं वेदस्य वचनं सैव नोदनेति भावः । प्रवर्तकं तद्वचनमेव निदर्शनेन दर्शयति "स्वःकामोऽग्निं यथा यजेत्” इति । यथेत्युपदर्शनार्थः । स्वः स्वर्गे कामो यस्य स स्वः कामः पुमान् स्वःकामः सन् । अग्नि-वहिं यजेत्-तर्पयेत् । अत्रेदं श्लोकबन्धानुलोम्येनेत्थमुपन्यस्तम् । अन्यथा त्वेवं भवति । “अग्निहोत्रं जुहुयात्स्वर्गकाम" [मैत्र्यु० ६३] इति प्रवर्तकवचनस्योपलक्षणत्वात् । निवर्तकमपि वेदवचनं नोदना ज्ञेया, यथा “न हिंस्यात्सर्वभूतानि” इति । एवं न वै हिंस्रो भवेत् इत्याद्यपि । आभिर्नोदनाभिर्नोदितो यदि यथा नोदनं यैर्द्रव्यगुणकर्मभिर्यो हवनादौ प्रवर्तते निवर्तते वा, तदा तेषां द्रव्यादीनां तस्याभीष्टस्वर्गादिफलसाधनयोग्यतैव धर्म इत्यभिधीयते । एतेन वेदवचनैः प्रेरितोऽपि यदि न प्रवर्तते न निवर्तते वा विपरीतं वा प्रवर्तते, तदा तस्य नरकाद्यनिष्टफलसंसाधनयोग्यतैव અહીં સભ્યપૂજા આદિ નિત્યકર્મો છે. તે ન કરવાથી પાપ લાગે છે. અને કોઈ વિશેષ નિમિત્તની અપેક્ષા ઊભી થાય ત્યારે નૈમિત્તિકકર્મ કરાય છે. આથી મીમાંસકોનું કહેવું છે કે આ બંને કરવા જ જોઈએ. કામ્ય અને નિષિદ્ધ કર્મો કરવાથી પાપ લાગે છે. આથી તે ન કરવા જોઈએ. આ પ્રકારે ભિન્ન-ભિન્ન કર્મોના તારતમ્યને જાણીને જે વ્યક્તિ કેટલાક કર્મોને છોડી દે અને કેટલાક કર્મોને શાસ્ત્રમાં બતાવેલી રીતે કરે, તો આપોઆપ મુક્ત થઈ જાય છે. કારણ કે પ્રારબ્ધ કર્મોનો આ જન્મમાં ઉપભોગ કરી લેવાથી, એનો અંત થઈ જાય છે અને આ જન્મમાં સર્વ નિત્ય-નૈમિત્તિક કર્મો કરતા રહેવાથી તથા નિષિદ્ધ કર્મોથી બચતા રહેવાથી, નરકમાં જવું પડતું નથી. તે પ્રકારે કામ્ય કર્મ છોડી દેવાથી સ્વર્ગમાં જવાની પણ આવશ્યકતા રહેતી નથી. જ્યારે આ માર્ગથી મૃત્યુલોક, નરક અને સ્વર્ગ આ ત્રણે ગતિ છૂટી જાય છે, ત્યારે આત્માનો મોક્ષ થાય છે. (અવસરપ્રાપ્ત વેદાંતિઓની માન્યતા બતાવાય છે. મીમાંસકોએ કહેલી વ્યાખ્યા તર્કની દૃષ્ટિએ તો ઠીક લાગે છે. પરંતુ વેદાંતદર્શનવાળા તેને ભ્રાન્ત બતાવીને ખંડન કરે છે. તેઓનું કહેવું છે કે... “પહેલાં તો સર્વ નિષિદ્ધ કર્મોનો ત્યાગ કરવો અસંભવ છે. અને જો કોઈ નિષિદ્ધ કર્મ થઈ જાય તો ફક્ત નૈમિત્તિકપ્રાયશ્ચિતથી તેના સર્વ દોષોનો નાશ થતો નથી. જો કોઈપણ પ્રકારે આ વાતનો સંભવ માની લેવામાં ન આવે, તો પણ બીજી આપત્તિ એ આવે છે કે સર્વ પ્રારબ્ધ કર્મોનો સંગ્રહ એક જન્મમાં કેવી રીતે સમાપ્ત થાય ? અર્થાતું એક જન્મમાં સમાપ્ત ન જ થાય. કારણ કે સંચિત કર્મોનું ફળ પ્રાયઃ પરસ્પરવિરોધી હોય છે. જેમકે એક કર્મનું ફળ સ્વર્ગ સુખ છે અને એક કર્મનું ફળ નરક-યાતના છે. તો બંને એક સમયે અને એક જ સ્થાનમાં કેવી રીતે ભોગવી શકાય ? આથી જો મીમાંસકોના બતાવેલા ચારે પ્રકારના કર્મો ઉપર બતાવેલી રીતે કરવામાં આવે, તો પણ પહેલેના બચેલા સારા-ખોટા પ્રારબ્ધ કર્મો ભોગવવા માટે જન્મ લેવો જ પડે.” આ દૃષ્ટિથી માત્ર કર્મવાદ દ્વારા મોક્ષની સમસ્યા હલ થતી નથી. પરંતુ તેના માટે કર્મની સાથે જ્ઞાનનો સમુચ્ચય પણ અનિવાર્ય છે. આથી કર્મની સાથે જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરાય તથા શમ-દમ-તિવિસા આદિ છ ગુણોનું આચરણ ન કરાય, ત્યાં સુધી મોક્ષ દૂર જ રહેશે.)
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy