SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुझय भाग - २, श्लोक - ६७, मीमांसकदर्शन ७६५ તે આત્મા (બ્રહ્મ)માં લય થવો તે જ મુક્તિ કહેવાય છે. બ્રહ્મનો જ અંશ એવો જીવ જ્યારે (ભ્રમના નિવાસપૂર્વક) બ્રહ્મમાં જ લય પામે છે; તેને જ જીવની મુક્તિ કહેવાય છે.) અને આ બ્રહ્મમાં લય થવારૂપ મુક્તિથી બીજી કોઈપણ મુક્તિ નથી, એમ વેદાંતીઓની માન્યતા છે. તે બ્રાહ્મણો જ હોય છે અને ભગવતુ' શબ્દથી ઓળખાતા હોય છે. તેના કુટીચર, બહૂદક, હંસ, અને પરમહંસ એમ ચાર ભેદો છે. તેમાં ત્રણ દંડને ધારણ કરનારા, શિખા રાખવાવાળા, બ્રહ્મસૂત્રને ધારણ કરનારા, યજમાનને ત્યાં ભોજન કરનારા, ઘરનો ત્યાગ કરીને ઝૂંપડી બનાવીને રહેનારા કૂટીચર કહેવાય છે. તેઓ એકાદવાર પોતાના પુત્રના ત્યાં પણ ભોજન કરી લેતા હોય છે. નામની શક્તિથી જગતની ઉત્પત્તિ-સંહાર કરે છે. દેખાતા આ જગતમાં હેતની પ્રતીતિ આ “માયાના કારણે થાય છે. જેમ અગ્નિની દાહકશક્તિ છે, તેમ માયા બ્રહ્મની એક શક્તિ જ છે. તે સતું પણ નથી, અસતું પણ નથી, સદસદ્ પણ નથી અને સદસદ્ ભિન્ન પણ નથી. ટુંકમાં માયા “અનિર્વચનીય' છે. તે સત્ત્વ, રજસું અને તમારું આ ત્રણ ગુણાત્મક છે. અને જ્ઞાનની વિરોધી છે. આ માયા દ્વારા જગતની ઉત્પત્તિમાં કોઈપણ પ્રકારની વાસ્તવિકતા નથી, પરંતુ તેના દ્વારા ઉત્પન્ન થતું આ જગત એકમાત્ર ભ્રમ છે અથવા સ્વપ્નસમાન છે. જે સત્ય લાગે છે, પણ એની સત્તા દોરડામાં સર્પનું જ્ઞાન થઈ જાય છે, તેનાથી અધિક નથી. અર્થાતુ ભ્રમ જ છે. આ સિદ્ધાંતને વિવર્તવાદ કહેવાય છે. (વેદાંતમતમાં વિશ્વઃ આ માયાને જ સમષ્ટિ = સમૂહના અભિપ્રાયથી એક અને વ્યષ્ટિ = વ્યક્તિગત અભિપ્રાયથી અનેક કહેવામાં આવે છે. સમષ્ટિ અજ્ઞાનની (અવિદ્યાની) ઉત્કૃષ્ટ ઉપાધિ છે. તે વિશુદ્ધ છે. કારણકે સત્ત્વગુણપ્રધાન છે. ઉત્કૃષ્ટોપાધિરૂપ ચૈતન્યને ઈશ્વર કહેવાય છે. તે બધા કાર્યોનું કારણ છે. માટે તેને કારણશરીર કહેવાય છે. સાત્ત્વિક હોવાથી આનંદમયકોષ કહેવાય છે. સમષ્ટિમાં બધા જ કાર્યોનો ઉપરમ થાય છે. તેથી “સુષુપ્તિ' કહેવાય છે. વ્યષ્ટિ અજ્ઞાનની નિકૃષ્ટ ઉપાધિ છે. તેમાં રજસ્ અને તમસુથી અભિભૂત-મલિન સત્ત્વની પ્રધાનતા હોય છે. આ ઉપાધિયુક્ત ચૈતન્ય પ્રાણ કહેવાય છે. અર્થાત્ પ્ર=પ્રકૃષ્ટ અજ્ઞ=અજ્ઞાની કહેવાય છે. એટલે કે અલ્પજ્ઞ અને અનીશ્વર છે. આ ઉપાધિ પણ કારણ શરીર, આનંદમયકોષ અને સુષુપ્તિસ્વરૂપ છે. અજ્ઞાનની બે શક્તિ છે. (૧) આવરણ અને (૨) વિક્ષેપ. આવરણશક્તિ એટલે વસ્તુના મૂળસ્વરૂપને ઢાંકી દેવાની શક્તિ અને વિક્ષેપશક્તિ એટલે એક વસ્તુ પર અન્યવર્તાનો આરોપ કરવાની શક્તિ. આવરણ શક્તિને કારણે કર્તુત્વ-ભોસ્તૃત્વ-સુખ-દુ:ખાદિ ભાવોનો અનુભવ થાય છે. વિક્ષેપશક્તિ પ્રપંચને ઉત્પન્ન કરે છે. તે તમ પ્રધાન હોય છે. તમઃ સહિત અજ્ઞાનથી ઉપહિત ચૈતન્ય આકાશની ઉત્પત્તિનું કારણ બને છે. આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જલ, જલથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. તેમાં સત્ત્વ, રજસુ, તમસુ પ્રગટે છે. આ પાંચભૂતોને ‘સન્માત્ર' કહે છે. તેમાંથી જ “સુક્ષ્મ શરીરઅને “સ્કૂલશરીર'ની ઉત્પત્તિ થાય છે. ભૂતોત્પત્તિની પંચીકરણ' પ્રક્રિયા વેદાંતમાં વિસ્તારથી જોવા મળે છે. સુક્ષ્મ શરીરના સત્તર અવયવો છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, બુદ્ધિ અને મન, પાંચકર્મેન્દ્રિય અને પાંચ વાયુ. જ્ઞાનેન્દ્રિય, મન અને બુદ્ધિ અંત:કરણ છે. અને અંત:કરણાવચ્છિન્ન ચૈતન્યને વ્યાવહારિક જીવ કહેવાય છે. જે ઇહલોક-પરલોકમાં ગમન કરે છે. જ્ઞાનેન્દ્રિયો સહિત બુદ્ધિ “વિજ્ઞાનમય કોષ' બને છે. જ્ઞાનેન્દ્રિયસહિત મન ‘મનોમયકોષ' બને છે. પાંચ વાયુ પ્રાણ, ઉદાન, અપાન, સમાન અને વ્યાન) કર્મેન્દ્રિય સાથે મળીને પ્રાણમયકોષ” બને છે.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy