SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक - ६७, मीमांसकदर्शन ટીકાનો ભાવાનુવાદ : હવે મીમાંસકમત, કે જેનું બીજુંનામ જૈમિનીદર્શન છે, તેનો વાચ્યાર્થ કહેવાય છે. જૈમિનીયો વેશથી સાંખ્યોના જેવા છે. તેઓ એકદંડ કે ત્રિદંડને ધારણ કરનારા છે. લાલ રંગના વસ્ત્રો પહે૨ના૨ા છે. મૃગચર્મના આસન ઉપર બેસે છે. કમંડલુ ધારણ કરનારા છે. મસ્તકે મુંડન કરનારા સંન્યાસિ વગેરે બ્રાહ્મણો છે. ७६३ વેદ તેમના ગુરુ છે. વેદ સિવાય અન્ય કોઈ વક્તા સર્વજ્ઞ આદિ ગુરુ નથી. તેઓ (સંન્યાસ લેતી વખતે) સ્વયં જ ‘તારો સંન્યાસ થયો, સંન્યાસ થયો'-એમ બોલી સંન્યાસ ગ્રહણ કરી લે છે. યજ્ઞોપવીત ધોઈને તેનું પાણી ત્રણવાર પીએ છે. મીમાંસકો બે પ્રકારના છે. (૧) યજ્ઞાદિક્રિયાકાંડ કરનારા પૂર્વમીમાંસકો અને (૨) ઉત્તર મીમાંસકો. તેમાં પૂર્વમીમાંસકો કુકર્મોનો ત્યાગ કરીને (યજન-યાજન, અધ્યયન-અધ્યાપન, દાન અને પ્રતિગ્રહ, આ) છ બ્રાહ્મણકર્મોનું (ષટ્કર્મનું) અનુષ્ઠાન કરનારા તથા બ્રહ્મસૂત્રને ધા૨ણ ક૨ના૨ા છે. તેઓ ગૃહસ્થાશ્રમમાં રહે છે તથા શુદ્રના અન્નનો ત્યાગ કરે છે. પૂર્વમીમાંસકોમાં બે પ્રકાર છે. (૧) પ્રત્યક્ષાદિ છ પ્રમાણોને માનનાર કુમારિલભટ્ટનો શિષ્ય ભાટ્ટ તથા (૨) (અભાવ સિવાય) પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણને માનનાર પ્રભાકરગુરુનો શિષ્ય પ્રાભાકર. તે મીમાંસકોમાં ઉત્ત૨મીમાંસકો છે, તે વેદાંતીઓ કહેવાય છે. અને તે બ્રહ્માāતને માને છે અદ્વૈતબ્રહ્મને માને છે. તેઓ કહે છે, કે ‘સર્વમવિયં બ્રહ્મ' - સર્વ આ (દૃશ્યમાન)જગત બ્રહ્મ ૧. આ ગ્રંથમાં વેદાંતિઓને માન્ય તત્ત્વ આદિનો નામમાત્ર ઉલ્લેખ કર્યો છે. તેની આંશિકવિચારણા શાસ્ત્રવાર્તા સમુચ્ચાયાદિ ગ્રંથ દ્વારા જોઈએ. પૂર્વમીમાંસાની જેમ જ વેદાંતમાં કોઈ દેવવિશેષ ઈશ્વર તરીકે સંમત નથી. માત્ર ‘બ્રહ્મ' જ સર્વસ્વ છે. અર્થાત્ બ્રહ્મની સત્તાનો સ્વીકાર અને બ્રહ્મ સિવાય તમામપદાર્થની સત્તાનો અસ્વીકાર કરવાને કારણે ‘અદ્વૈતવાદિ’ દર્શન કહેવાય છે. તે ‘અદ્વૈતવાદ’ કઈ રીતે છે તે જોઈએ. અન્ય ત્યદ્વૈતમિચ્છન્તિ, સબ્રહ્માવિવ્યપેક્ષવા। સતો યભેર્જ નાન્યત— તન્માત્રમેવ ≠િ ।। ૫૪૩ શાસ્ત્રવાર્તા સમુચ્ચય ॥ શ્લોકાર્થ: અન્ય (વેદાંતીઓ) સબ્રહ્માદિની અપેક્ષાએ અદ્વૈત ઇચ્છે છે. સબ્રહ્મના જે ભેદો દેખાય છે, તે અન્ય નથી, પણ સબ્રહ્મમાત્ર જ છે. કહેવાનો આશય એ છે કે સબ્રહ્મ પુરુષબ્રહ્મ, જલબ્રહ્મ ઇત્યાદિમાંથી સબ્રહ્મને આશ્રયીને બીજા લોકો અદ્વૈતને ઇચ્છે છે. અર્થાત્ આ જગતમાં જે કોઈ (મનુષ્ય-પશુ, ઘટ-પટ ઇત્યાદિ) ભિન્ન-ભિન્નભેદો દેખાય છે, તે સબ્રહ્મના અંશો જ છે. પણ તે ભેદો સબ્રહ્મથી ભિન્ન નથી. આ રીતે ‘અદ્વૈતવાદ’ વેદાંતીઓના મત છે. શંકા : તો તો નીલાદિ પણ સબ્રહ્મ જ થશે ને ?
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy