SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ પ ન સમુઢ મા - ૨, સ્ટોવ - ઘર-દારૂ, પવન ७४३ धर्माधर्मप्रयत्नभावनाद्वेषशब्दा अमूर्तगुणाः । सङ्ख्यापरिमाणपृथक्त्वसंयोगविभागा उभयगुणा इत्यादि गुणविषयं विशेषस्वरूपं स्वयं (A)समवसेयम् ।।६३ ।। ટીકાનો ભાવાનુવાદ: સંસ્કાર બે પ્રકારના છે. (૧) ભાવના, (૨) સ્થિતિસ્થાપક. ભાવના નામનો આત્માનો ગુણ જ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને જ્ઞાનનું કારણ છે. અર્થાત્ અનુભવ આદિ જ્ઞાનોથી ઉત્પન્ન થવાવાળો તથા સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન આદિ જ્ઞાનોને ઉત્પન્ન કરવાવાળો ભાવના નામનો સંસ્કાર છે. સાક્ષાત્ દેખેલા, અનુભવેલા કે સાંભળેલા પદાર્થોના સ્મરણ, પ્રત્યભિજ્ઞાન આદિથી આ સંસ્કારનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આ સંસ્કાર વિના સ્મરણ આદિ થઈ શકતું નથી. સ્થિતિસ્થાપકસંસ્કાર મૂર્તિમાનપદાર્થોનો ગુણ છે. ઘન અવયવના સંનિવેશવિશિષ્ટ પોતાના આશ્રયને અર્થાત્ ઘન અવયવવાળી કાલાંતરસ્થાયિવસ્તુને બીજી અવસ્થામાં લઈ જવા છતાં પણ, તે વસ્તુને પ્રયત્નથી પૂર્વાવસ્થામાં પુનઃ સ્થાપન કરે છે, તે સ્થિતિસ્થાપક કહેવાય છે. જેમકે ઘણા લાંબાકાળથી લપેટીને રાખેલા તાડપત્રને ખુલ્લો મુકીને રાખવા છતાં પણ, પુન: તે લપેટાઈ જાય છે. તેમાં આ સ્થિતિસ્થાપકગુણ કારણ બને છે. તે જ રીતે વૃક્ષની શાખાને નીચેથી પકડીને નમાવવામાં આવે અને પછી છોડી દેતાં, પુન: તે આ સંસ્કારના કારણે મૂળઅવસ્થામાં આવી જાય છે. ધનુષ્યને ખેંચીને તીર છોડ્યા બાદ ધનુષ્ય મૂળસ્થિતિમાં આ સંસ્કારના કારણે આવી જાય છે. શીંગડાને કે દાંત આદિને ખેંચીને પાછા છોડી દેતાં મૂળસ્થિતિમાં આવી જાય છે. સંકેલીને રાખેલા કપડા આદિને ખોલીને છોડી દેવામાં આવે તો આ સંસ્કારના કારણે પુન: વીંટળાઈ જાય છે. આ ઉદાહરણોમાં સ્પષ્ટ રીતે સ્થિતિસ્થાપકસંસ્કારનું કાર્ય જોવા મળે છે. (૨૦). પ્રજ્વલનાત્મક દ્વેષ છે. તે દ્વેષની વિદ્યમાનતામાં આત્મામાં ક્રોધ પ્રજ્વલિત થાય છે. તેથી તે દ્વેષ હોતે છતે ક્રોધથી પ્રજ્વલિત આત્માને માનેલો છે. વેષની વિદ્યમાનતામાં આત્મા અંદરથી બળ્યા કરે છે. દ્રોહ, ક્રોધ, અહંકાર, અક્ષમા, અસહિષ્ણુતા આદિ દ્વેષના જ ભેદો = રૂપાન્તરો છે. (૨૧) સ્નેહ = ચીકાશ, પાણીનો વિશેષ ગુણ છે. તે લોટ આદિને પિંડીભૂત કરવામાં તથા પદાર્થોને સ્વચ્છ કરવામાં કારણ બને છે. તે ગુરુત્વની જેમ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. પરમાણુઓનો સ્નેહ નિત્ય છે તથા કાર્યદ્રવ્યોનો સ્નેહ અનિત્ય છે. (૨૨) (A) દદવ્યમ્ - પ્રશ૦ મા૦ - મૃ. ૩૮-૪૩
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy