SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ षड्दर्शन समुझय भाग - २, श्लोक -६२-६३, वैशेषिक दर्शन यतोऽभिधानप्रत्ययौ भवतः, तद्यथाक्रमं परत्वमपरत्वं च । द्वितयमप्येतत् दिकृतं कालकृतं च । तत्र दिकृतस्येत्थमुत्पत्तिः-एकस्यां दिशि स्थितयोरेकस्य द्रष्टुरपेक्षया सन्निकृष्टमवधिकृत्वैतस्माद्विप्रकृष्टस्य परेण दिक्प्रदेशेन योगात्परत्वमुत्पद्यते, विप्रकृष्टं चावधिंकृत्वैतस्मात्सन्निकृष्टस्यापरेण दिक्प्रदेशेन योगाद-परत्वमुत्पद्यते । कालकृतं त्वेवमुत्पद्यते-वर्तमानकालयोरनियतदिग्देशसंयुक्तयोर्युवस्थविरयोर्मध्ये युवानमवधिंकृत्वा चिरकालीनस्य स्थविरस्य परेण कालप्रदेशेन योगात्परत्वमुत्पद्यते, स्थविरं चावधिकृत्वाल्पकालीनस्य यूनोऽपरेण कालप्रदेशेन योगादपरत्वमुत्पद्यते ।।११-१२ ।। ટીકાનો ભાવાનુવાદ: લઘુ આદિ પરિમાણના વ્યવહારમાં કારણભૂત ગુણ પરિમાણ છે. તે પરિમાણ ચાર પ્રકારનું છે. (૧) મહતું - મોટું, (૨) અણુ - નાનું, (૩) દીર્ઘ - લાંબુ, (૪) દવ - ટુંક તેમાં મહત્પરિમાણ બે પ્રકારનું છે. (૧) નિત્ય અને (૨) અનિત્ય. આકાશ, કાલ, દિશા અને સર્વે આત્માઓમાં (સર્વોત્કૃષ્ટ) નિત્ય પરમહતુપરિમાણ છે. દૂચણકાદિ દ્રવ્યોમાં અનિત્ય મહત્પરિમાણ છે. અણુપરિમાણ પણ નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારનું છે. પરમાણુ અને મનમાં નિત્ય અણુપરિમાણ હોય છે. અર્થાત્ પરમાણુ અને મનમાં નિત્ય અણુપરિમાણ હોય છે. તેની સંજ્ઞા પારિમાંડલ્ય' છે. અનિત્ય અણુપરિમાણ માત્ર ઉચણુકમાં જ હોય છે. બોર, આમલક (આમણું) અને બીલા આદિમાં તથા બીલું, આમલક અને બોર આદિમાં ક્રમશઃ યથોત્તર મહત્ત્વ અને અણુત્વનો વ્યવહારવિભાગ જાણવો. કારણ કે આમલકાદિમાં ઉભયનો વ્યવહાર થાય છે. (કહેવાનો આશય એ છે કે બોર, આમલક અને બીલા આદિમાં મધ્યમમહત્પરિમાણ હોવા છતાં પણ એકબીજાની અપેક્ષાએ તેઓમાં મહત્ત્વ અને અણુત્વનો વ્યવહાર થાય છે. બોરની અપેક્ષાએ આમલકમાં મહત્ત્વ છે. તો બીલાની અપેક્ષાએ આમલકમાં અણુત્વ છે. આથી મધ્યમમહત્પરિમાણવાળી તે તે વસ્તુઓમાં નાના-મોટાનો જે વ્યવહાર થાય છે, તે ગૌણપણે છે. મુખ્યપણે નહિ અને તે પણ અનિયત છે.) આ પ્રમાણે જ મધ્યમમહત્પરિમાણવાળા શેરડીના સાંઠામાં સમિતુયજ્ઞમાં ઉપયોગી (અગ્નિકુંડમાં બાળવામાં આવે છે તે) લાકડીની અપેક્ષાએ દીર્ઘત્વ(લાંબાપણા)નો અને વાંસની અપેક્ષાએ હ્રસ્વત્વનો વ્યવહાર થાય છે. આ વિભાગ પણ ગૌણપણે સમજવો. અને અનિયત જાણવો.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy