SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ७३२ षड्दर्शन समुझय भाग - २, श्लोक - ६१, वैशेषिक दर्शन થતી નથી. જેમકે રસ્તામાં ચાલતાં મન બીજે હોય ત્યારે સામે દેખાતા વ્યક્તિનું પણ જ્ઞાન થતું. નથી.) (જ્યારે માણસ મૃત્યુ પામે છે, ત્યારે તે મન મૃતશરીરમાંથી નિકળીને સ્વર્ગ આદિમાં જાય છે. અને ત્યાં સ્વર્ગીય દિવ્ય શરીરની સાથે સંબંધ કરીને, તેનો ઉપભોગ કરે છે. જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે, ત્યારે મનનો સ્થૂલશરીર સાથેનો સંબંધ છૂટી જાય છે. તે મન તે સમયે અદૃષ્ટ પુણ્યપાપને અનુસારે ત્યાં તૈયાર થયેલા અત્યંત સૂક્ષ્મ આતિવાહકલિંગશરીરમાં પ્રવેશ કરે છે. અને તેના દ્વારા તે સ્વર્ગ સુધી પહોંચી જાય છે. જીવના અદૃષ્ટાનુસાર મૃત્યુની બાદ જ પરમાણુઓમાં ક્રિયા થાય છે. તે ક્રિયા દ્વારા ચણક-વ્યક આદિ ક્રમથી અત્યંત સૂક્ષ્મ આતિવાહિકશરીર બની જાય છે. તે સૂક્ષ્મશરીર ઇન્દ્રિયનો વિષય બનતું નથી. મન માત્ર એકલું તે આતિવાહિકશરીર વિના સ્વર્ગ કે નરક સુધી પહોંચતું નથી. તે શરીર મનને સ્વાર્માદિ સુધી પહોંચાડે છે.) પંક્તિનો ભાવાનુવાદઃ તસ્ય મનો.. મૃતશરીરમાંથી નીકળેલું તે મન, મૃતશરીરની નજીકમાં જીવના અદૃષ્ટના વિશથી પરમાણુઓમાં ઉત્પન્ન થયેલી ક્રિયા દ્વારા કયણુક-aણુક આદિના ક્રમથી અતિસૂક્ષ્મ ઇન્દ્રિય અગોચરશરીરમાં પ્રવેશ કરીને સ્વર્ગાદિમાં જાય છે. ત્યાં સ્વર્ગીયાદિ ભોગ્યશરીરોની સાથે સંબંધ કરે છે અને તેનો ભોગ કરે છે. તે મન એકલું સૂક્ષ્મશરીર વિના આટલું દૂર ગતિ કરી શકતું નથી. તેથી મૃત્યુ અને જન્મની વચ્ચે રહેલું સૂક્ષ્મશરીર મનને સ્વર્ગનરકાદિ દેશ સુધી લઈ જવાના ધર્મવાળું હોવાથી આતિવાહિક કહેવાય છે. અહીં દ્વન્દ સમાસ થઈ ‘શ્રાભિમનસિ' પદ બનેલ છે. ‘વ’ સમુચ્ચયાર્થક છે. તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ, આ ચારે દ્રવ્યોના નિત્ય અને અનિત્ય એમ બે ભેદો છે. પરમાણુરૂપપૃથ્વી આદિ નિત્ય છે. કારણકે કહ્યું છે કે...” સતુ હોવા છતાં પણ જે વસ્તુ કારણોથી ઉત્પન્ન થતી નથી, તે નિત્ય હોય છે.” પરમાણુરૂપદ્રવ્ય સત્ તો છે જ. સાથે કોઈ કારણોથી ઉત્પન્ન થતું નથી. તેથી નિત્ય છે. તે પરમાણુના સંયોગથી ઉત્પન્ન થયેલ ચણુક આદિ કાર્યદ્રવ્ય અનિત્ય છે. આકાશાદિ દ્રવ્યો નિત્ય જ છે. કારણ કે કોઈ કારણથી ઉત્પન્ન થતા નથી. દ્રવ્યત્વ નામની જાતિના સંબંધથી તેમાં દ્રવ્યરૂપતા આવે છે. અર્થાત્ દ્રવ્ય દ્રવ્ય” આવો અનુગતવ્યવહાર કરાવે છે. તથા દ્રવ્યત્વસામાન્યથી ઉપલલિત દ્રવ્યત્વનો દ્રવ્યની સાથે સમવાયસંબંધ હોય છે. અર્થાત્ સમવાય તો એક અને નિત્ય છે. આથી દ્રવ્યત્વવિશેષવાળો સમવાય કે સમવાયથી સંબદ્ધદ્રવ્યત્વ દ્રવ્યોમાં દ્રવ્યરૂપતાનો પ્રયોજક છે. આ દ્રવ્યત્વનો સમવાય ગુણાદિપદાર્થોથી દ્રવ્યને વ્યાવૃત્ત કરે છે અને તેમાં દ્રવ્ય દ્રવ્ય' વ્યવહાર કરાવે છે. આથી આ દ્રવ્યનું વ્યવચ્છેદકલક્ષણ = અસાધારણલક્ષણ છે.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy