SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५८, जैनदर्शन चिततायां तर्करहस्यदीपिकायां षड्दर्शनसमुच्चयटीकायां जैनमतस्वरूपनिर्णयो नाम चतुर्थोऽधिकारः ।। ७२४ ટીકાનો ભાવાનુવાદ : પૂર્વે તે તે દર્શનની તે તે માન્યતાને અનુસરતા શ્લોકોની વ્યાખ્યામાં, જે જે દર્શનકારોએ પોતાની માન્યતામાં સ્યાદ્વાદનો સ્વીકાર કર્યો છે તે બતાવ્યું હતું. તે સર્વે પણ પૂર્વોપરવિરુદ્ધતયા સર્વદર્શનોમાં અહીં યથાયોગ્ય બતાવવું જોઈએ. કારણકે બૌદ્ધાદિ પૂર્વે કહેલા પ્રકારથી સ્યાદ્વાદને માનતા હોવા છતાં પણ તે સ્યાદ્વાદસિદ્ધાંતના ખંડન માટે અનેક યુક્તિઓ-કુતર્કો આપતા હોય, ત્યારે તેઓ પૂર્વાપરવિરુદ્ધવાદિઓ કેમ ન કહેવાય ? અર્થાત્ એક બાજુ પોતાના શાસ્ત્રવ્યવહારમાં સ્યાદ્વાદનો સ્વીકા૨ ક૨વો અને બીજી બાજુ સ્યાદ્વાદનું ખંડન કરવું તે પરસ્પરવિરુદ્ધ છે. દહીં અને અડદમાંથી બનેલા ભોજનમાંથી કાળા અડદ વીણવા સમાન કેટલા અન્ય દર્શનોના દોષોનું વિવેચન કરીએ ! તેથી અહીં પૂર્વાપરિવરોધરૂપ દોષને શોધવાની પ્રક્રિયા ઉપર વિરામ મુકાય છે. ચાર્વાક તો બિચારો અવજ્ઞાયોગ્ય છે. ચાર્વાક આત્મા અને આત્માને આશ્રયે રહેલા ધર્માધર્મ, અનેકાંત, સ્વર્ગ, અપવર્ગ આદિ સર્વને માનતો જ નથી. તેથી તેની અવજ્ઞા જ કરવા જેવી છે. ચાર્વાકને અનેકાંતના સ્વીકાર કરવા તથા તેના મતમાં પૂર્વાપવિરોધ કહેવા કોઈપણ પ્રયોજન નથી. કારણકે તેને કહેલી સઘળીયે વાતો લોકપ્રતીતિ તથા સર્વદર્શનોના શાસ્ત્રોથી વિરુદ્ધ છે. મૂર્ત એવા ભૂતોથી અમૂર્ત ચૈતન્યની ઉત્પત્તિ વિરુદ્ધ છે. ચૈતન્ય ભૂતોથી ઉત્પન્ન થતું કે કોઈ ઠેકાણેથી આવતું જોવા મળતું નથી. ચૈતન્ય તો આત્માનો પોતાનો ધર્મ છે અને જેમ આત્માનું ઇન્દ્રિયપ્રત્યક્ષ થતું નથી, પરંતુ માનસપ્રત્યક્ષ થાય છે. તે રીતે ચૈતન્યનું પણ ઇન્દ્રિયપ્રત્યક્ષ થતું નથી, માનસપ્રત્યક્ષ થાય છે. આ પ્રમાણે સર્વે પણ અન્ય બૌદ્ધાદિદર્શનકારોના આગમો પૂર્વાપવિરુદ્ધ વચનોથી વ્યાપ્ત હોવાના કારણે પોતાના ગ્રંથપ્રણેતાની અસર્વજ્ઞતાને સિદ્ધ કરે છે. સર્વજ્ઞમૂલતાને સિદ્ધ કરતા નથી. પરંતુ જૈન દર્શનમાં સર્વે પૂર્વાપરિવરોધોનો અભાવ હોવાથી જૈનાગમોની સર્વજ્ઞમૂલતાને જ પ્રગટ કરે છે. આથી જૈનમત જ સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત છે તથા સત્ય છે, તે નક્કી થાય છે. શ્લોકમાં = મૂલગ્રંથમાં ન કહેવાયેલું પણ કંઈક કહેવાય છે. વૈશેષિક, નૈયાયિક, મીમાંસક અને સાંખ્ય ચક્ષુ આદિ સર્વે ઇન્દ્રિયોને પ્રાપ્યકારી = પદાર્થોને પ્રાપ્ત કરીને, તેનાથી સન્નિકર્ષ કરીને જ્ઞાન ઉત્પન્ન કરનારી માને છે... બૌદ્ધો ચક્ષુ અને શ્રોત્ર સિવાયની ઇન્દ્રિયોને પ્રાપ્યકારી કહે છે. સ્યાદ્વાદિજૈનો ચક્ષુ સિવાયની સર્વે ઇન્દ્રિયોને પ્રાપ્યકારી માને છે.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy