SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुयय भाग-२, श्लोक - ४५-४६, जैनदर्शन ૪૦૭ (અર્થાત્ બનાવટવાળા છે.) (૨) અચેતન પરમાણુ ઉપાદાનકારણ છે. (૩) પહેલા નહોતા તે ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ હેતુઓનું ખંડન કાર્યવહેતુની જેમ સ્વયં વિચારી લેવું. જેવી રીતે કાર્યત્વ હેતમાં શંકા-સમાધાન કર્યા હતા, તે રીતે પણ સ્વયં સમજી લેવું. જે પ્રકારે કાર્યવહેતુમાં ભાગાસિદ્ધ, વિરુદ્ધ, વ્યભિચાર, બાધ વગેરે દોષો આવે છે, તે બધા દોષો આ હેતુઓમાં પણ વિચારી લેવા. કાર્યત્વ હેતુમાં બીજા ઘણા દોષો આવતા હોવા છતાં પણ વિરુદ્ધ મોટો દોષ છે. કારણકે પૃથ્વી આદિમાં બુદ્ધિમત્કર્તુત્વની સિદ્ધિ કરવા જે ઘટનું ઉદાહરણ આપ્યું છે, તેનાથી અસર્વજ્ઞ, શારીરિક અને સર્વગત કર્તાની સિદ્ધિ થાય છે. આથી કાર્ય_હેતુથી સર્વજ્ઞ, અશરીરી, સવર્ગત કર્તા સિદ્ધ થવાના બદલે, ઘટ દૃષ્ટાંતના કારણે અસર્વજ્ઞ, શરીરી, અસગત કર્તા સિદ્ધ થવાથી કાર્યત્વ હેતુ વિરુદ્ધ બની જાય છે. ધૂમથી અગ્નિનું અનુમાન કરવામાં આ દોષ નથી. કારણકે પર્વતમાં રહેલા તૃણ અને વૃક્ષના સૂકાં પાદડાંની વિશેષઅગ્નિમાં અને મહાનસીય વિશેષઅગ્નિમાં રહેલ સામાન્ય નામના અગ્નિત્વધર્મનો અનુભવ થાય છે અને તેનાથી અગ્નિનું અનુમાન કરવું સહજ બની જાય છે. પરંતુ અહીં પૃથ્વી આદિના સર્વજ્ઞ કર્તા અને ઘટઆદિના અસર્વજ્ઞ કર્તા - એમ બે વિશેષ કર્તાઓમાં પ્રાપ્ત થતો કર્તુત્વનામનો સામાન્યધર્મ અનુભવાતો નથી, કે જેથી સામાન્યકર્તાનું અનુમાન કરી શકાય. કારણકે કાર્યવહેતુના યોગથી પહેલાં ક્યાંય પણ સર્વજ્ઞકર્તાના દર્શન થયા નથી, કે જેથી તેમાં રહેલા સામાન્યધર્મનું જ્ઞાન કરી શકાય. સર્વજ્ઞ, અશરીરી કર્તાનું પૂર્વે દર્શન થયું ન હોવાથી તેનું અનુમાન પણ અસંભવિત છે. કારણકે અનુમાનમાં લિંગનું પ્રત્યક્ષ દર્શન થયા બાદ જ લિંગિનું અનુમાન કરાતું હોય છે. व्यभिचारिणश्चामी बुद्धिमन्तमन्तरेणापि विद्युदादीनां प्रादुर्भावविभावनात्, स्वप्नाद्यवस्थायामबुद्धिमत्पूर्वस्यापि कार्यस्य दर्शनाचेति । कालात्ययापदिष्टाश्चैते, प्रत्यक्षागमबाधितपक्षानन्तरं प्रयुक्तत्वात् । तद्बाधा च पूर्वमेव दर्शिता । प्रकरणसमाश्चामी, प्रकरणचिन्ताप्रवर्तकानां हेत्वन्तराणां सद्भावात् । तथाहि - ईश्वरो जगत्कर्ता न भवति निरुपकरणत्वात्, दण्डचक्रचीवराद्युपकरणरहितकुलालवत्, तथा व्यापित्वादाकाशवत्, एकत्वात्तद्वदित्यादय इति । नित्यत्वादीनि तु विशेषणानि तद्व्यवस्थापनायानीयमानानि शण्ढं प्रति कामिन्यारूपसंपन्निरूपणप्रायाण्यपकर्णनीयान्येव । विचारासहत्वख्यापनार्थं तु किंचिदुच्यते । तत्रादौ नित्यत्वं विचार्यते तचेश्वरे न घटते । तथाहि-नेश्वरो नित्यः, स्वभावभेदेनैव क्षित्यादिकार्यकर्तृत्वात्, अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं कूटस्थं नित्यमिति हि नित्यत्वलक्षणाभ्युपगमात् ।
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy