SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ७०२ षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन અર્થાતુ ઉત્તરોત્તરકાર્ય પૂર્વ પૂર્વેક્ષણમાં ઉત્પન્ન થઈ જશે. (જેમકે નવમીક્ષણ દશમીક્ષણને પોતાના સદ્ભાવમાં અર્થાત્ નવમીક્ષણમાં જ ઉત્પન્ન કરી દેશે. તે રીતે આઠમીક્ષણ નવમી ક્ષણને પોતાના સદૂભાવમાં આઠમીક્ષણમાં, સાતમી ક્ષણમાં આઠમીક્ષણને, છઠ્ઠીક્ષણમાં સાતમીક્ષણને છઠ્ઠીક્ષણને પાંચમીક્ષણમાં, પાંચમીક્ષણને ચોથીક્ષણમાં, ચોથીક્ષણને ત્રીજીક્ષણમાં, ત્રીજીક્ષણને દ્વિતીયક્ષણમાં, તેમ જ પ્રથમક્ષણમાં દ્વિતીયક્ષણને ઉત્પન્ન કરી દેશે. અર્થાત્ પ્રથમક્ષણમાં જ સર્વે કાર્યો થઈ જશે. અને બીજીલણમાં નાશ થવાથી સંસાર શુન્ય બની જશે.) તથા (જો સહભાવિઓમાં કાર્યકારણભાવ હોય તો) સમસ્ત સહભાવિપદાર્થોમાં પરસ્પર કાર્ય-કારણભાવ આવી જશે. (કોઈપણ કારણ અસત્ થઈને કાર્યને ઉત્પન્ન કરી શકતું જ નથી. કારણ કે) અસતુપદાર્થ સઘળીયે શક્તિથી વિકલ હોવાના કારણે કાર્ય કરવા સમર્થ બનતો નથી. જો અસતુપદાર્થ પણ કાર્ય કરવા સમર્થ બની જતો હોય તો અસતું એવું સસલાનું શીંગડું પણ કાર્ય કરવા માટે સમર્થ બની જશે અને તેથી સસલાનું શીંગડું, અર્થક્રિયાકારિ બનાવાથી સતું બની જશે. આ પ્રમાણે સાધ્ય – સાધન આદિના સંબંધની એકાંતમતમાં અનુપપત્તિ હોવાથી હેતુના પક્ષધર્મવાદિરૂપો પણ અસંગત જ બની જાય છે. તેથી સાધ્ય અને સાધન આદિનો પ્રતિબંધસંબંધ સિદ્ધ કરવો કઠીન છે. તે પ્રમાણે એકાંતવાદિઓને (એકાંતવાદમાં) પ્રતિબંધનું ગ્રહણ પણ સંગત થતું નથી. કારણ કે અવિચલિતસ્વરૂપવાળા (કૂટસ્થ નિત્ય) આત્મામાં જ્ઞાનના પર્યાયના પરિવર્તનનો અભાવ છે તથા પ્રતિક્ષણધ્વંસ થતા ક્ષણિકમાં (ક્ષણિક આત્મામાં) પણ કાર્ય-કારણ, સાધ્ય-સાધન આદિ ઉભયના ગ્રહણમાં અનુવૃત્ત (અન્વયી) એક ચૈતન્યનો અભાવ છે. (કહેવાનો આશય એ છે કે એકાંતનિત્યવાદિ આત્માને સર્વથા અપરિવર્તનશીલ નિત્ય માને છે. તે સર્વથા અવિચલિત સ્વભાવવાળો છે. તેથી તેમાં જ્ઞાનના પર્યાયો પણ બદલાતા નથી. આવો કૂટનિત્ય આત્મા છે. એમાં સાધ્ય અને સાધનના સંબંધને ગ્રહણ કરવો જ કઠીન છે. જે આત્માના જ્ઞાનમાં સાધ્યસાધન અને તેનો અવિનાભાવ ક્રમશ: પ્રતિભાસિત થતો હોય, તે આત્મા સંબંધને ગ્રહણ કરી શકે છે. જે હંમેશાં એક સ્વભાવવાળો હોય, તેમાં તાદશક્રમિક પરિણમન થઈ શકતું નથી. બૌદ્ધ આત્માને ક્ષણિકજ્ઞાનપ્રવાહરૂપ માને છે. તેનો તે ક્ષણિકઆત્મા પણ સાધ્ય-સાધનના સંબંધને ગ્રહણ કરી શકતો નથી. કારણકે જે જ્ઞાનક્ષણ સાધનને જાણે છે, તે જ્ઞાનક્ષણ સાધ્યને જાણતી નથી. તથા સાધ્યને જાણવાવાળી જ્ઞાનક્ષણ સાધનને જાણતી નથી. આ રીતે કાર્યકારણ કે સાધ્યસાધન બંનેને જાણવાવાળો કોઈ અન્વયી ચૈતન્યનો સદ્ભાવ ન હોવાથી, તેના સંબંધને જાણવો તદ્દન અસંભવિત છે.)
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy