SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ६९८ षड्दर्शन समुचय भाग- २, श्लोक - ५७, जेनदर्शन पश्चादनवस्थानम् । आये पक्षेऽहिनकुलादीनां न विरोधः स्यात् अन्यथा त्रैलोक्येऽप्युरगादीनामभावः । द्वितीये तु नरवनितादेरपि विरोधः स्यात्, तयोरपि किंचित्कालमेकत्र स्थित्वापगमात् । किंच वडवानलजलधिजलयोर्विद्युदम्भोदाम्भसोश्च चिरतरमेकत्रावस्थातः कथमयं विरोधः । परस्परपरिहारस्तु सर्वभावानामविशिष्टः कथमसौ प्रतिनियतानामेव भवेत् । नापि विशेषणविशेष्यभावो घटामियति, तस्य संयोगाद्यसंभवेऽभावात् तस्य तु प्रागेव निरासात् । नापि साध्यसाधनयोस्तादात्म्यं घटते, साध्यसाधनयोरसिद्धसिद्धयोर्भेदाभ्युपगमेन तादात्म्यायोगात्, तादात्म्ये च साध्यं साधनं चैकतरमेव भवेन्न द्वयं कथञ्चित्तादात्म्ये तु जैनमतानुप्रवेशः स्यात् । ટીકાનો ભાવાનુવાદઃ (હવે તમે બતાવો કે) સાધ્ય-સાધન તથા ધર્મોમાં કયો સંબંધ માનો છો? શું તેમાં સમાવય સંબંધ માનો છો કે સંયોગસંબંધ માનો છો કે વિરોધ માનો છો કે વિશેષણ-વિશેષ્યભાવ માનો છો કે તાદાભ્ય માનો છે કે તદુત્પત્તિ માનો છો ? તેમાં સાધ્વધર્મ અને ધર્મીમાં સમવાયસંબંધ તો માની શકાશે નહિ. કારણ કે ધર્મ અને ધર્મીને છોડીને તે બંનેમાં રહેવાવાળો કોઈ અતિરિક્તસંબંધ કોઈપણ પ્રમાણથી પ્રતીત થતો નથી - અનુભવમાં આવતો નથી. (કહેવાનો આશય એ છે કે જો “આ ધર્મ છે, આ ધર્મી છે અને આ તેમનો સમવાય છે'-આ રીતે સમવાયનો ધર્મ અને ધર્મીથી ભિન્ન પ્રતિભાસ થતો હોય તો સમવાયની સત્તા માની શકાય. પરંતુ તાદશપ્રતિભાસ તો થતો જ નથી - અનુભવમાં આવતો જ નથી.) “આ તંતુમાં પટ છે' ઇત્યાદિ પ્રત્યય, જે સમવાયની સિદ્ધિ માટે આગળ કરવામાં આવે છે. તે તો ખરેખર અલૌકિક છે. ઉપાનહ (જોડા) વિના ચાલનારા ગામડાના ખેડૂતને પણ “કપડામાં તંતુઓ છે” આવી પ્રતીતિ થાય છે. (અને “આ કપડામાં તંતુ છે” આવું કહેતા સાંભળવા મળતા નથી.) તથા (‘દે’ પ્રત્યયથી સમવાયની સિદ્ધિ કરશો તો) “ મત ઘટમાવે -' આ ભૂતલમાં ઘટનો અભાવ છે.'-આ પ્રત્યયથી પણ ભૂતલ અને ઘટાભાવમાં સમવાયની સિદ્ધિ થઈ જવી જોઈએ. ચાલો, સમવાયની સત્તા માની પણ લઈએ. પરંતુ સમવાયની ધર્મ અને ધર્મી આદિમાં સ્વતઃ જ વૃત્તિ માનશો તો, (અર્થાત્ સમવાયની સત્તા માની પણ લઈએ, પરંતુ તે ધર્મ અને ધર્મમાં જો બીજાસંબંધ વિના જ પોતાની જાતે રહી જતો હોય તો) સમવાયની જેમ
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy