SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ६८६ षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५७, जैनदर्शन અસાધારણલક્ષણ માનવું જોઈએ. ત્રરુપ્ય આદિ ત્રણલક્ષણોને માનવા નિરર્થક છે. બૌદ્ધ-નૈયાયિકાદિ નિશ્ચિત અન્યથા-અનુપપત્તિ અર્થાત્ અવિનાભાવનો નિશ્ચય જ હેતુનું (પ્રધાન તથા નિર્દોષ) લક્ષણ માની પણ લઈએ. તો પણ તે અવિનાભાવના પ્રપંચ માટે = વિસ્તારથી સમજવા કે સમજાવવા માટે ત્રેપ્ય અને પંચપ્ય માની લેવામાં આવે છે. જેને ? તમને લોકોને જો અવિનાભાવનો વિસ્તાર અને સ્પષ્ટતા ઇષ્ટ છે, તો બૌદ્ધો દ્વારા અબાધિતવિષયત્વ, અસત્પતિપક્ષત્વ અને જ્ઞાતત્વને પણ હેતુના સ્વરૂપ કહેવા જોઈએ - માનવા જોઈએ. તથા નૈયાયિકો દ્વારા જ્ઞાતત્વને હેતુનું સ્વરૂપ કહેવું જોઈએ. આથી અવિનાભાવની સ્પષ્ટતાને ઇચ્છતા બૌદ્ધાદિએ પરૂપ હેતુ માનવો જોઈએ. (પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ, અબાધિતવિષયત્વ, અસત્પતિપક્ષત્વ અને જ્ઞાતત્વ - આ છ રૂપવાળો હેતુ માનવો જોઈએ.) બૌદ્ધાદિ : - હેતુની વિપક્ષથી નિશ્ચિત વ્યાવૃત્તિનું જ્ઞાન થવા માત્રથી અબાધિતવિષયત્વ અને અસત્રતિપક્ષત્વ આપોઆપ ફલિત થઈ જાય છે. અને હેતુમાં જ્ઞાતત્વ હોય જ છે. કારણ કે હેતનું પ્રકરણ હોવાથી હેતુને જ્ઞાત તો થવું જ પડશે. અજ્ઞાતપદાર્થ જ્ઞાપક બની શકતો નથી. આ રીતે ઐરૂપ્યથી જ અન્ય અબાધિતવિષયત્વ આદિ ચરિતાર્થ થઈ જતા હોવાથી તેનું પૃથકકથન આવશ્યક નથી. જૈન તો તો પછી ગમક હેતુના પ્રકરણમાં અવિનાભાવના કથનથી જ અન્ય સર્વે પક્ષધર્મત્વાદિ આપોઆપ ફલિત થઈ જાય છે. તેનું ભિન્ન કથન નિરર્થક છે. શેષના પ્રપંચથી સર્યું. આથી અવિનાભાવી જ હેતુ સાધ્યનો ગમક થાય છે. (આનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે.....) અન્વય માત્રથી હેતુ સાધ્યનો ગમક બનતો નથી. પરંતુ તેમાં વ્યતિરેક = વિપક્ષવ્યાવૃત્તિનું બળ અવશ્ય હોવું જોઈએ. અર્થાતુ વ્યતિરેકના બળથી યુક્ત અન્વયવિશેષ જ સાધ્યનો ગમક બને છે, અન્વયમાત્ર નહિ. (વિપક્ષવ્યાવૃત્તિ અને વ્યતિરેકનો સાદો અર્થ અવિનાભાવ જ છે. આથી અવિનાભાવ વિશિષ્ટ અન્વયથી જ હેતુ સાધ્યનો ગમક બને છે.) તે જ રીતે કેવલવ્યતિરેકથી જ હેતુમાં ગમતા આવતી નથી, પરંતુ અંગીકૃતાન્વયવિશિષ્ટવ્યતિરેકથી જ હેતુમાં ગમક્તા આવે છે. અર્થાત્ અન્વયની અપેક્ષા રાખનારા વ્યતિરેકથી જ હેતુમાં ગમકતા આવે છે. તથા પરસ્પર અનનુવિદ્ધ = નિરપેક્ષ અન્વય અને વ્યતિરેક માત્રથી પણ હેતુમાં ગમકતા આવતી નથી. પરંતુ પરસ્પર સ્વરૂપ અજવૃત્ત અન્વય-વ્યતિરેકથી જ હેતુમાં ગમતા આવે છે. અર્થાત્ અન્વય અને વ્યતિરેક પરસ્પર સાપેક્ષ બનીને તાદાભ્ય રાખે છે, ત્યારે હેતુમાં ગમકતા આવે. અર્થાત્ અવિનાભાવ હેતુમાં અન્વય અને વ્યતિરેક પરસ્પર સાપેક્ષ હોય છે. તથા તાદાત્મ રાખે છે. અન્યથા = સાધ્યના અભાવમાં, અનુપપત્તિ = ન હોવું – અર્થાત્ સાધ્યના સદ્ભાવમાં જ
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy