SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ६६६ षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन संवेदनरूपतया कथञ्चित् । तत एकस्यापि संवेदनस्यानुभूताननुभूततयानेकान्तप्रतिभासो दुःशकोऽपह्नोतुमिति २ । तथा सर्वस्य ज्ञानं स्वसंवेदनेन ग्राह्यग्राहकाकारशून्यतयात्मानमसंविदत्, संविद्रूपतां चानुभवद्विकल्पेतरात्मकं सदेकान्तवादस्य प्रतिक्षेपकमेव भवेत् ३ । तथा ग्राह्याकारस्यापि युगपदनेकार्थावभासिनश्चित्रैकरूपता प्रतिक्षिपत्येवैकान्तवादमिति ४ । ટીકાનો ભાવાનુવાદઃ (સૌ પ્રથમ અહીં પંક્તિના આશયસ્થાનો ખોલીને પંક્તિનો ભાવાનુવાદ કરીશું.) (જ્ઞાનાદ્વૈતવાદિ યોગાચાર જ્ઞાનાકાર અને અર્થાકારને અભિન્ન માને છે. તે તે જ્ઞાનથી ભિન્ન કોઈ બાહ્ય અર્થની સત્તા સ્વીકારતો નથી. જ્ઞાન જ ગ્રાહ્યપદાર્થના આકારમાં તથા ગ્રાહક-જ્ઞાનના આકારમાં પ્રતિભાસિત થાય છે. આ રીતે એક જ સંવેદનમાં પરસ્પર ભિન્ન ગ્રાહ્યાકાર અને ગ્રાહકાકારનો સ્વયં અનુભવ કરનારા યોગાચારો સ્યાદ્વાદનો અપલાપ કેવી રીતે કરી શકે છે? તેમનું ગ્રાહ્ય-ગ્રાહકાકારસંવેદન પણ સ્વયં અનેકાંતવાદનું સમર્થન જ કરે છે. સંવેદનમાત્ર પરમાર્થથી ગ્રાહ્ય અને ગ્રાહક બંને પણ આકારોથી સર્વથા શૂન્ય-નિરંશ છે. પરંતુ સંવેદનની તે ગ્રાહ્ય-ગ્રાહકાદિ આકારશૂન્યતા સ્વપ્નમાં પણ તમારા દ્વારા અનુભવાઈ નથી. અને જો સંવેદનનો આ વાસ્તવિક ગ્રાહ્ય-ગ્રાહકાદિ આકારરહિતનિરંશસ્વરૂપનો અનુભવ થવા લાગે તો સર્વે પ્રાણીઓને તત્ત્વજ્ઞાન હોવાથી તાત્કાલિક મુક્તિ થઈ જશે. કારણ કે તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ જ મુક્તિ છે” આ સર્વસંમત સિદ્ધાંત છે. સંવેદનની સંવેદનરૂપતાનો અનુભવ તો સર્વે જીવોને થતો જ રહે છે. આ રીતે એક જ સંવેદનનો ગ્રાહ્ય-ગ્રાહક આકાર શૂન્યતાની દૃષ્ટિએ અનુભવ ન થવો તથા તેની સંવેદનસ્વરૂપતાની દૃષ્ટિએ અનુભવ થવો તે અનેકાંતવાદનું જ રૂપ છે. એક જ સંવેદનમાં અનુભૂતતા તથા અનનુભૂતતારૂપ ઉભયધર્મોને માનવાવાળા બૌદ્ધો અનેકાંતવાદનો અપલાપ કરી શકતા નથી. અને અનેકાંતવાદનો વિરોધ કરવાથી સંવેદનના સ્વરૂપનો જ લોપ થઈ જશે. આ રીતે સર્વે જ્ઞાનોના સ્વસંવેદનજ્ઞાનની ગ્રાહ્યાદિ આકારશૂન્યતા અનુભવપથમાં આવતી ન હોવાથી સંવેદનરૂપતાનો અનુભવ અવશ્ય કરે જ છે. આ રીતે એક જ જ્ઞાનને નિરંશતાની દૃષ્ટિએ અનિશ્ચાયત્મક તથા સંવેદનરૂપની દૃષ્ટિથી નિશ્ચયાત્મક માનવાથી સ્વયં તેને એકાંતવાદનું ખંડન કરીને સાદ્વાદની સિદ્ધિ કરી દે છે. સંવેદનનો ગ્રાહ્યાકાર પણ એકસાથે અનેક પદાર્થોના આકારમાં પરિણત થઈને એક હોવા છતાં પણ ચિત્ર-વિચિત્રરૂપથી પ્રતિભાસિત થતો હોય છે. એક ગ્રાહ્યકારની આ ચિત્રરૂપતા પણ અનેકાંતનું સ્થાપન તથા એકાંતવાદનું ખંડન કરી દે છે.)
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy