SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ દ૬૪ षड्दर्शन समुझय भाग - २, श्लोक -५७, जैनदर्शन अथ नानास्वभावैरनित्यः कुर्यादिति चेत् ? नित्यस्यापि तथा तत्करणमस्तु । अथ नित्यस्य नानास्वभावा न संभवन्ति, कूटस्थनित्यस्यैकस्वभावत्वात्, तमुनित्यस्यापि नानास्वभावा न सन्ति, निरंशैकस्वभावत्वात् । तदेवं नित्यस्यानित्यस्य च समानदोषत्वान्नित्यानित्योभयात्मकमेव वस्तु मानितं वरम् । तथा चैकान्तनित्यानित्यपक्षसंभवं दोषजालं सर्वं परिह्यतं भवतीति १२ । ટીકાનો ભાવાનુવાદ: વળી સૌત્રાતિકમતમાં સ્વીકારાયું છે કે એક જ કારણ ભિન્ન-ભિન્નસામગ્રીના વશથી અનેક ભિન્ન-ભિન્નકાર્યો ઉત્પન્ન કરે છે. (સૌત્રાન્તિક એક જ કારણને ભિન્ન-ભિન્નસામગ્રીના સહકારથી એકસાથે અનેકકાર્યોનું ઉત્પાદક માને છે.) જેમ કે રૂપ-રસ-ગંધાદિ સામગ્રીગત રૂપ ઉપાદાનભાવેન સ્વોત્તરરૂપણને ઉત્પન્ન કરે છે. અને તે રૂપેક્ષણ ઉત્તરરસાદિક્ષણોની ઉત્પત્તિમાં સહકારી બને છે. અર્થાત્ જેમ રૂપ-રસ-ગંધ આદિ સામગ્રીગત એક જ રૂપલણ પોતાની ઉત્તર રૂપલણને ઉપાદાન બનીને ઉત્પન્ન કરે છે. તે જ રૂપેક્ષણ ઉત્તર રસાદિક્ષણોની ઉત્પત્તિમાં સહકારી હોય છે. તે જ રૂપલણ રૂપ, આલોક મનસ્કાર, ચક્ષુરાદિ જ્ઞાનસામગ્રીમાં સમાવેશ પામીને પુરુષના રૂપજ્ઞાનમાં આલંબનકારણ બને છે તથા આલોક આદિના ઉત્તરક્ષણોમાં સહકારી કારણ બને છે. અર્થાત્ તે જ રૂપ-આલોક મનસ્કારચક્ષુરાદિની ઉત્તરક્ષણમાં સહકારી બને છે. ‘તહેવમે...” તેથી આ પ્રમાણે (હોતે છતે તમે અમને જવાબ આપો કે) અનેક કાર્યોને એકસાથે કરતું કારણ શું એક જ સ્વભાવથી અનેક કાર્યોને ઉત્પન્ન કરે છે કે નાનાપ્રકારના સ્વભાવથી અનેક કાર્યોને ઉત્પન્ન કરે છે? જો અનેક કાર્યોને એકસાથે ઉત્પન્ન કરતું કારણ એક સ્વભાવથી જ અનેક કાર્યોને ઉત્પન્ન કરતું હોય તો, તે કારણે એક સ્વભાવ વડે કાર્ય કરતું હોવાથી કાર્યોનો ભેદ નહિ થાય ! અર્થાત્ કાર્યોમાં ભિન્નતા નહિ આવે ! તથા નિત્ય પણ પદાર્થ એક સ્વભાવથી અનેક કાર્યોને ઉત્પન્ન કરતો હોય ત્યારે (કાર્યો અભિન્ન એકસ્વરૂપ બની જશે, આવી આપત્તિ આપી, તેનો) નિષેધ શા માટે કરો છો. ? હવે (જો તમે એમ કહેશો કે) નિત્ય પદાર્થનો એક સ્વભાવ હોવાના કારણે અનેક કાર્યો તેના દ્વારા ઉત્પન્ન થાય છે' આવું કહેવું સંગત થતું નથી. તો (અમારે કહેવું છે કે.) તો પછી અનિત્ય પદાર્થ પણ કેવી રીતે ભિન્ન-ભિન્નકાર્યોને ઉત્પન્ન કરી શકશે ? કારણ કે તમે અનિત્ય પદાર્થને નિરંશ અને એકસ્વભાવવાળો જ સ્વીકારેલો છે. અર્થાત્ નિત્ય પદાર્થ જો એક
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy