SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ६६० षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन द्वित्वेऽलीक, तदपि धवलतानियतदेशचारितादौ तेऽनलीकं प्रतिपद्यन्ते ६ । कथं च भ्रान्तज्ञानं भ्रान्तिरूपतयात्मानमसंविदत् ज्ञानरूपतया चावगच्छत् स्वात्मनि भावद्वयं विरुद्धं न साधयेत् ७ । तथा पूर्वोत्तरक्षणापेक्षयैकस्यैव क्षणस्य जन्यत्वं जनकत्वं चाभ्युपागमन् ८ । तथार्थाकारमेव ज्ञानमर्थस्य ग्राहकं नान्यथेति मन्यमानाश्चित्रपटग्राहक ज्ञानमेकमप्यनेकाकारं संप्रतिपन्नाः ९ । तथा सुगतज्ञानं सर्वार्थविषयं सर्वार्थाकारं चित्रं कथं न भवेत् १० । तथैकस्यैव हेतोः पक्षधर्मसपक्षसत्त्वाभ्यामन्वयं विपक्षेऽविद्यमानत्वाद्व्यतिरेकं चान्वयविरुद्धं ते तात्त्विकमूरीचक्रिरे ११ । एवं वैभाषिकादिसौगताः स्वयं स्ययाद्वादं स्वीकृत्यापि तत्र विरोधमुद्भावयन्तः स्वशासनानुरागान्धकारसंभारविलुप्तिविवेकदृशो विवेकिनामपकर्णनीया एव भवन्ति । ટીકાનો ભાવાનુવાદ: (આ રીતે તેઓ અહિંસારૂપ ધર્મક્ષણના પ્રત્યક્ષને સ્વસત્તામાં પ્રમાણરૂપ તથા સ્વર્ગ પ્રાપ્ત કરાવવાની શક્તિમાં અપ્રમાણરૂપ માને છે. હિંસાથી વિરામ પામીને અહિંસક બનવું તથા દાન આપવું, ઇત્યાદિ શુભક્રિયાઓમાં સ્વર્ગે પહોંચાડવાની શક્તિ માને છે. તથા બૌદ્ધ તેને ક્ષણિક પણ માને છે. જે સમયે કોઈ વ્યક્તિ અહિંસાનું પાલન કરે છે, દાન આપે છે, તે સમયે અહિંસા અને દાનનું પ્રત્યક્ષ, અહિંસા આદિની સત્તા, તેની જ્ઞાનરૂપતા તથા તેની સુખરૂપતાનો પ્રત્યક્ષ જ અનુભવ કરે છે તથા આગળ ઉપર “મેં દયાનું પાલન કર્યું, તેનાથી સુખ થયું” આવા પ્રકારના અનુકૂલવિકલ્પને ઉત્પન્ન કરતું હોવાથી તે અહિંસા આદિની સત્તામાં અને સુખરૂપતામાં પ્રમાણ મનાય છે. અથવા અહિંસા, દાન આદિ સ્વયં જ્ઞાનક્ષણરૂપ છે. આથી તે પોતાની સત્તા જ્ઞાનરૂપતા તથા સુખરૂપતાનું સ્વયં અનુભવ કરતું હોવાથી તે કહેલા અંશોમાં પ્રમાણ છે. પરંતુ અહિંસાઆદિમાં રહેવાવાળી સ્વર્ગ-પ્રાપણશક્તિમાં તથા તેની ક્ષણિકતામાં તે અહિંસા પ્રત્યક્ષ પ્રમાણ નથી. જો કે પ્રત્યક્ષથી તેની ક્ષણિકતા તથા સ્વર્ગપ્રાપણશક્તિનો અનુભવ થઈ જાય છે. પરંતુ તેને અનુકૂલ “તે ક્ષણિક છે - તે સ્વર્ગમાપક છે” ઇત્યાદિ વિકલ્પોની ઉત્પત્તિ થતી ન હોવાથી પ્રત્યક્ષ તે અંશોમાં પ્રમાણ મનાતું નથી. આ રીતે એક અહિંસાક્ષણને પોતાની સત્તા આદિમાં પ્રમાણાત્મક તથા સ્વર્ગપ્રાપણશક્તિ અને ક્ષણિકતામાં અપ્રમાણરૂપ માનવાવાળા બૌદ્ધો અનેકાંતનો સ્વીકાર કરે જ છે.) પંક્તિનો ભાવાનુવાદ : જે જે હિંસાદિ-વિરતિ-દાનાદિ ચિત્તનું સ્વસંવેદનપ્રત્યક્ષ સત્તાના
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy