SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक -५७, जैनदर्शन '६५१ પણ પરોક્ષનું સ્વરૂપ અસ્પષ્ટજ્ઞાન અને પ્રત્યક્ષનું સ્વરૂપ સ્પષ્ટજ્ઞાન છે. દર્શનમાં પણ ચક્ષુદર્શનનું સ્વરૂપ ચક્ષુરિન્દ્રિયથી થવાવાળા જ્ઞાનની પહેલાં પદાર્થનું સામાન્ય અવલોકન કરવું તે છે અને અચક્ષુદર્શનનું સ્વરૂપ ચક્ષુથી ભિન્ન ઇન્દ્રિયોદ્વારા થવાવાળા જ્ઞાનની પહેલાં પદાર્થનું સામાન્ય અવલોકન કરવું તે છે. અવધિદર્શનનું સ્વરૂપ પણ અવધિજ્ઞાનની પહેલાં મર્યાદામાં (રૂપી દ્રવ્યોનો) સામાન્યતઃ પ્રતિભાસ કરવો તે છે. આ જ્ઞાન અને દર્શનના સ્વરૂપ થયા. તેનાથી અન્ય ધર્મ તે પરરૂપ છે. તેથી તેમાં પણ તે બે દ્વારા સત્ત્વાસત્ત્વનો વિચાર કરવો. પરોક્ષમાં પણ મતિજ્ઞાનનું સ્વરૂપ ઇન્દ્રિય-અનિન્દ્રિય દ્વારા સ્વ અને અર્થનું પ્રતિભાસન કરવું તે છે. શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અનિન્દ્રિયમાત્ર નિમિત્તક છે-અર્થાત્ અનિન્દ્રિય (મન)દ્વારા થવું તે છે. પ્રત્યક્ષમાં પણ વિકલ એવા અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનનું સ્વરૂપ મન અને ઇન્દ્રિયથી નિરપેક્ષપણે સ્વ અને અર્થનો સ્પષ્ટતયા પ્રતિભાસ કરવો તે છે. અર્થાત્ મન અને ઇન્દ્રિયોની સહાયતા વિના તે તે કર્મના ક્ષયોપશમથી આત્માને સ્પષ્ટતયા થતું સ્વ અને અર્થનું જ્ઞાન. પ્રત્યક્ષમાં પણ સકલ એવા કેવલજ્ઞાનનું સ્વરૂપ સર્વદ્રવ્યો અને સર્વ પર્યાયોનો સાક્ષાત્કાર કરવો તે છે. તેનાથી અન્ય પરરૂપ છે. તે બંને દ્વારા પૂર્વે કહ્યા પ્રમાણે) તેમાં પણ સત્તાસત્ત્વની વિચારણા કરવી. આ પ્રમાણે ઉત્તરોત્તર પણ વિશેષ ધર્મોના સ્વ-પરૂપના જાણકાર પુરૂષો દ્વારા સ્વયં વિચાર કરી લેવો. કારણકે વિશેષ ધર્મો અને પ્રતિવિશેષધર્મો અનંતા છે. (અહીં સ્વયં વિચારવાની ભલામણ કરવામાં ગ્રંથકારશ્રીનો આશય એ છે તે વિશેષધર્મો અને તેના પ્રતિવિશેષધર્મો અનંતા હોવાથી અહીં ગંથગૌરવના ભયથી વર્ણન કરવામાટે શક્યતા ન હોવાના કારણે ઉપર વિચારણાનો આંશિક છતાં પણ પર્યાપ્ત માર્ગ બતાવી દીધો છે. તેથી અંગુલીનિર્દેશ કરી પૂર્ણ કરવામાં આવે છે.) આ પ્રમાણે ઘટ-પટાદિ પદાર્થોમાં પણ સ્વ-પરરૂપની પ્રરૂપણા કરવી જોઈએ અને સ્વ-પરની અપેક્ષાએ સત્ત્વ અને અસત્ત્વનું પ્રતિપાદન કરવું જોઈએ. આ પ્રમાણે વસ્તુના સત્ત્વમાં પણ સત્ત્વાસત્ત્વની કલ્પના કરવા છતાં પણ તેનાથી કોઈ દોષો આવતા નથી. અનેકાંતની હાનિ થતી નથી. પ્રત્યુત) અનેકાંતનું (વિશેષતયા) પ્રગટીકરણ જ થાય છે અને તેથી તાદશ માન્યતામાં કોઈપણ હાનિ નથી. _ननु सत्त्वेऽपि सत्त्वान्तरकल्पने “धर्माणां धर्मा न भवन्ति” इति वचो विरुध्यते । मैवं वोचः । अद्याप्यनभिज्ञो भवान् स्याद्वादामृतरहस्यानां, यतः स्वधर्म्यपेक्षया यो धर्मः सत्त्वादिः स एव स्वधर्मान्तरापेक्षया धर्मी, एवमेवानेकान्तात्मकव्यवस्थोपपत्तेः । ततः सत्त्वेऽपि सत्त्वान्तरकल्पनायां सत्त्वस्य धर्मित्वं, सत्त्वान्तरस्य च धर्मत्वमिति धर्मिण एव
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy