SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ६४४ षड्दर्शन समुझय भाग-२, श्लोक-५७, जैनदर्शन | (ડ) (તમે જૈનો વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોને કથંચિત્ અભિન્ન માનતા હોવાથી) જે સ્વરૂપથી વસ્તુમાં સત્ત્વ હશે તે જ સ્વરૂપથી વસ્તુમાં અસત્ત્વ હશે જ. તથા જે સ્વરૂપથી વસ્તુમાં અસત્ત્વ હશે તે સ્વરૂપથી વસ્તુમાં સત્ત્વ પણ હશે જ. આથી વ્યતિકર દોષ આવશે. કારણકે કહ્યું છે કે“એકબીજાના વિષયમાં ગમન કરવું તે વ્યતિકરદોષ છે.” અર્થાત્ સત્ત્વના વિષયમાં અસત્ત્વ અને અસત્ત્વના વિષયમાં સત્ત્વ (ઉપર કહ્યા પ્રમાણે) પહોંચી જાય છે. તેથી સ્પષ્ટ રીતે વ્યતિકર દોષ આવે છે. (૭) તથા સર્વ વસ્તુઓને અનેકાન્તાત્મક સ્વીકારવામાં અર્થાત્ સર્વ વસ્તુઓમાં અનેકધર્મોનો સ્વીકાર કરવામાં જલાદિ પણ અગ્નિ આદિરૂપ બની જશે અને તેથી જલનો અર્થ અગ્નિ આદિમાં પણ પ્રવૃત્તિ કરશે અને અગ્નિનો અર્થ જલાદિમાં પણ પ્રવૃત્તિ કરશે. તેનાથી (જલાદિનો અર્થ જલાદિમાં જ પ્રવૃત્તિ કરે છે અને અગ્નિ આદિનો અર્થી અગ્નિ આદિમાં જ પ્રવૃત્તિ કરે છે. આવા) પ્રતિનિયત લોકવ્યવહારનો અપલોપ થઈ જશે. (૮) તે પ્રમાણે વસ્તુની અનેકાન્તાત્મકતાને સિદ્ધ કરવા માટે કોઈપણ પ્રત્યક્ષાદિ પ્રમાણોની સહાયતા મળતી નથી. પરંતુ તેમાં તે પ્રમાણો બાધા જ આપે છે. તેથી પ્રમાણબાધા નામનો દોષ પણ આવે છે. (૯) વસ્તુની અનેકાન્તાત્મકતામાં પ્રમાણબાધા હોવાથી તાદશવસ્તુ કોઈપણ પ્રમાણનો વિષય બનતી નથી. જે વસ્તુ પ્રમાણનો વિષય ન બનતી હોય, તે વસ્તુનો જગતમાં સંભવ જ નથી. કારણકે જે વસ્તુ જગતમાં વિદ્યમાન હોય છે, તે વસ્તુ કોઈને કોઈ પ્રમાણનો વિષય અવશ્ય બને જ છે. તેથી તાદશવસ્તુનો અસંભવ હોવાથી તાદશવસ્તુના સ્વીકારમાં અસંભવ દોષ પણ આવે છે. अत्रोच्यते । यदेव सत्तदेव कथमसदित्यादि यदवादि वादिवृन्दवृन्दारकेण तद्वचनरचनामात्रमेव, विरोधस्य प्रतीयमानयोः सत्त्वासत्त्वयोरसंभवात्, तस्यानुपलम्भलक्षणत्वात्, वन्ध्यागर्भे स्तनन्धयवत् । न च स्वरूपादिना वस्तुनः सत्त्वे तदैव पररूपादिभिरसत्त्वस्यानुपलम्भोऽस्ति, येन सहानवस्थानलक्षणो विरोधः स्यात्, शीतोष्णवत् । परस्परपरिहारस्थितिलक्षणस्तु विरोध एकत्राम्रफलादौ रूपरसयोरिव संभवतोरेव सदसत्त्वयोः स्यात्, न पुनरसंभवतोः संभवदसंभवतोर्वा । एतेन वध्यधातकभावविरोधोऽपि फणिनकुलयोर्बलवदबलवतोः प्रतीतः सत्त्वासत्त्वयोरशङ्कनीय एव, तयोः समानबलत्वात्, मयूराण्डरसे नानावर्णवत् । किं च, अयं विरोधः किं स्वरूपमात्रसद्भावकृतः १ उतैककालासंभवेन २ आहोस्विदेकद्रव्यायोगेन ३
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy