SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन ६३१ केवलो नास्ति, स्थित्युत्पत्तिरहितत्वात्, तद्वत्, एवं स्थितिरपि केवला नास्ति, विनाशोत्पादशून्यत्वात्, तद्वदेव, इत्यन्योन्यापेक्षाणामुत्पादादीनां वस्तुनि सत्त्वं प्रतिपत्तव्यम् । तथा च कथं नैकंत्र्यात्मकम् ? तथा चोक्तम्-“प्रध्वस्ते कलशे शुशोच तनया मौलौ समुत्पादिते पुत्रः प्रीतिमुवाह कामपि नृपः शिश्राय मध्यस्थताम् । पूर्वाकारपरिक्षयस्तदपराकारोदयस्तद्वयाधारश्चैक इति स्थितंत्रयमयंतत्त्वंतथाप्रत्ययात् ।।१।। घटमौलिसुवर्णार्थी, नाशोत्पादस्थितिष्वलम् ।शोकप्रमोदमाध्यस्थ्यंजनोयाति सहेतुकम् ।।२।। पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः । अगोरसवतो नोभे, तस्माद्वस्तु त्रयात्मकम् ।।३।। [ગામી- ો૧૨-૬૦] ટીકાનો ભાવાનુવાદઃ વળી આથી અમારો હેતુ શુક્લશંખમાં થતા પીતાદિ પર્યાયના અનુભવથી અર્થાત્ શુક્લ શંખ પીળારંગને જાણવાવાળા ભ્રાન્ત પીતશંખજ્ઞાનથી વ્યભિચારિ નથી. કારણ કે સફેદ શંખમાં થતો પીતશંખનો અનુભવ તો (આંખના રોગના કારણે થયો હોવાથી વાસ્તવિક નથી.) અલિત સ્વરૂપવાળો=ભ્રાન્ત છે. તેથી જ અમે હેતુમાં “અખ્ખલિત=નિબંધ' વિશેષણને આપ્યું છે અને શુક્લશંખમાં થતો પીતશંખનો અનુભવ અસ્મલિતરૂપ = અબ્રાન્તરૂપ નથી કે જેથી તે પણ પૂર્વાકારનો (પૂર્વપર્યાયનો) વિનાશ, અજહદુ-ઉત્તરાકારનો (ઉત્તર પર્યાયનો) ઉત્પાદ તથા તે બંને વચ્ચેનો અવિનાભાવ અર્થાત્ તે બંનેમાં જોવા મળતી કોઈપણ પ્રકારે નહિ તૂટવાવાળી સ્થિતિરૂપ પરિણામથી અવિનાભાવ રાખી શકે. વળી જીવ આદિ પદાર્થોમાં હર્ષ, શોક, ઉદાસીનતા આદિ પર્યાયોનો અનુભવ સ્મલિત = ભ્રાન્તરૂપ નથી. કારણકે (પદાર્થોમાં થતું પ્રતિક્ષણ પરિવર્તન સર્વેના અનુભવપથમાં આવે છે.) તેમાં કોઈપણ બાધકપ્રમાણનો અભાવ છે. શંકા:- ઉત્પાદ, વિનાશ અને ધ્રુવતા ત્રણે પણ પરસ્પર ભિન્ન (= સ્વંતત્ર) છે કે અભિન્ન છે? જો તે ત્રણે પરસ્પર ભિન્ન છે' એમ કહેશો તો તે ત્રણે એકવસ્તુમાં કેવી રીતે રહી શકે છે ? અને જો ‘તે ત્રણે પરસ્પરઅભિન્ન છે'એમ કહેશો તો, તે એકવસ્તુમાં ત્રણરૂપે કેવી રીતે રહી શકે ? અર્થાત્ ત્રણે અભિન્ન હોવાના કારણે તે મળીને જ્યારે એક જ થઈ જાય છે, તો વસ્તુ ત્રયાત્મક કેવી રીતે કહી શકાય ? સમાધાન - તમારી વાત ઉચિત નથી. કારણ કે અમે કથંચિતુભિન્ન લક્ષણત્વેન તે ત્રણે રૂપોનો તથા ૨ થં નેયાત્મન્ ા
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy