SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५६, जैनदर्शन मानमस्ति, तथाहि - विवक्षितदेवदत्तादेरन्यत्र यज्ञदत्तादौ व्यापारव्याहारौ बुद्धिपूर्वको व्यापारव्याहारत्वात्, सम्प्रतिपन्नव्यापारव्याहारवदिति । सन्तानान्तरसाधकमनुमानं स्वस्मिन् व्यापारव्याहारयोर्ज्ञानकार्यत्वेन प्रतिबन्धनिश्चयादिति चेत् ? न, एतस्यानुमानस्यार्थस्येव स्वप्नदृष्टान्तेन भ्रान्ततापत्तेः, तथाहि सर्वे प्रत्यया निरालम्बनाः प्रत्ययत्वात्, स्वप्नप्रत्ययवदिति, तदभिप्रायेण यथा बहिरर्थग्रहणस्य निरालम्बनतया बाह्यार्थाभावस्तथा सन्तानान्तरसाधनस्यापि निरालम्बनतया सन्तानान्तराभावः स्यादिति । ६२५ ટીકાનો ભાવાનુવાદ : પૂર્વપક્ષ (વિજ્ઞાનવાદિ) : જ્ઞાન જ (અનાદિ વાસનાઓના વિચિત્ર વિપાકથી) તે તે પ્રકારે અર્થાત્ નીલાદિરૂપોમાં બાહ્યદેશમાં) પ્રતિભાસિત થાય છે. તેથી બાહ્યપદાર્થો છે જ નહિ, આથી બાહ્યપદાર્થોને ગ્રહણકરવાવાળું કોઈ જ્ઞાન જ નથી. ઉત્તરપક્ષ : (જૈન) : તો પછી બાહ્યઘટાદિ પદાર્થોની જેમ સત્તા નથી, તેમ સ્વ-જ્ઞાનસંતાનથી અન્યસંતાનોની પણ સત્તા માની શકાશે નહિ. કહેવાનો આશય એ છે કે... જો ઘટાદિ બાહ્ય પદાર્થોની વાસ્તવિક સત્તા જ ન હોય, પરંતુ જ્ઞાન જ નીલાદિ આકારોમાં પ્રતિભાસિત થતું હોય તો સ્વ-જ્ઞાનસંતાનથી ભિન્ન અન્યસંતાનો કે જેને સંતાનાન્તર કે આત્માન્તર પણ કહેવાય છે, તેની પણ વાસ્તવિક સત્તા માની શકાશે નહિ અને તે એક સ્વ-જ્ઞાનસંતાન જ વિચિત્ર વાસનાના કારણે નીલાદિ બાહ્યપદાર્થરૂપ તથા સંતાનાન્તરરૂપે પ્રતિભાસ થતી રહેશે. (તમે માનેલી) અન્યજ્ઞાનસંતાન નિરર્થક બની જશે. પૂર્વપક્ષ (વિજ્ઞાનવાદી) : અમારી પાસે જ્ઞાનની અનેક સંતાનાન્તર ને સિદ્ધ કરનારું અનુમાન વિદ્યમાન છે. તે આ રહ્યું - “વિવક્ષિત દેવદત્ત આદિની જ્ઞાનસંતાનથી ભિન્ન યજ્ઞદત્ત આદિ જ્ઞાનસંતાનોમાં થનારા વચનવ્યવહાર અને પ્રવૃત્તિઓ બુદ્ધિપૂર્વક છે, કારણ કે તે વચનવ્યવહાર તથા પ્રવૃત્તિઓ છે. જેમકે સ્વજ્ઞાન સંતાનમાં થના૨ા વચનવ્યવહારો અને પ્રવૃત્તિઓ બુદ્ધિપૂર્વક હોય છે. (કહેવાનો આશય એ છે કે) આ સંતાનાન્તરસાધક અનુમાનથી સિદ્ધ થાય છે કે... આપણને આપણી જ્ઞાનસંતાનમાં જ વચન અને અન્યપ્રવૃત્તિઓનો જ્ઞાનની સાથે કાર્યકારણભાવનો નિશ્ચય થાય છે અર્થાત્ મારામાં જ્ઞાન છે, તેથી સારી રીતે બોલું છું અને અન્ય પ્રવૃત્તિઓ કરું છું. આ રીતે જ્ઞાન અને વચનવ્યવહાર તથા પ્રવૃત્તિઓ વચ્ચે પ્રતિબંધ કાર્યકા૨ણભાવનો નિશ્ચય થાય છે. અર્થાત્ વ્યાપાર અને વ્યવહા૨નો જ્ઞાનકાર્યત્વેન પ્રતિબંધ નિશ્ચિત થાય છે. તેમ જ યજ્ઞદત્તઆદિ પણ વચનપ્રયોગ કરે છે અને ભોજન વગેરેની પ્રવૃત્તિ -
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy