SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन ३९७ આના કર્તા સર્વજ્ઞ ઈશ્વર છે, આવી બુદ્ધિ થવી જોઈએ. પરંતુ પૃથ્વી આદિમાં આવી “કૃતબુદ્ધિ” થતી નથી. તેથી પૃથ્વી આદિના કર્તા તરીકે ઈશ્વરની સિદ્ધિ થતી નથી. ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ) : પૃથ્વી આદિ બનતી જોવાઈ નથી, તેથી પૃથ્વી આદિમાં કૃતબુદ્ધિ થતી નથી. તેની સાથે સાથે કોઈ સમારોપ (મિથ્યાવાસનાઓ) પણ પૃથ્વી આદિમાં કૃતબુદ્ધિ થવા દેતી નથી. જેન (ઉત્તરપક્ષ:) : ઉભયત્ર આ સામાન્ય છે. કારણ કે બંને સ્થળે કર્તા અતીન્દ્રિય જ છે. કહેવાનો આશય એ છે કે જૂના કલાત્મકકુવા તથા રાજમહેલો કોઈએ બનતા જોયા નથી, છતાં પણ કૃતબુદ્ધિ થાય છે. તેમ પૃથ્વી આદિ પણ બનતા જોયા નથી, છતાં કેમ કૃતબુદ્ધિ થતી નથી ? બંનેના કર્તા આ સમયે તો અતીન્દ્રિય જ છે. એટલે કે અતીન્દ્રિયકર્તા-આ બંનેમાં સામાન્ય છે. અર્થાતુ બંનેના કર્તા ઇન્દ્રિયના વિષય બન્યા જ નથી. વળી મિથ્યાવાસનાનો તો નિર્ણય થઈ શકતો નથી કે “અમને લોકોને મિથ્યાવાસનાના યોગે પૃથ્વી વગેરેમાં કૃતબુદ્ધિ થતી નથી અને તમને લોકોને મિથ્યાવાસનાના યોગે જ પૃથ્વીવગેરેમાં કૃતબુદ્ધિ થાય છે ?” ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ) : પ્રામાણિકલોકોને તો પૃથ્વી વગેરેમાં “આ ઈશ્વરે બનાવ્યા છે –આવી કૃતબુદ્ધિ થાય જ છે. તમને ન થાય તેમાં અમે શું કરીએ. ! જેન (ઉત્તરપક્ષ)ઃ કોણ પ્રામાણિક અને કોણ અપ્રામાણિક, આ વાત બાજુ પર રાખીએ. તમે કહો કે “પૃથ્વી આદિ ઈશ્વરકૃત છે'—આ કયા પ્રમાણથી જાણવું? આ (ઉપરોક્ત) અનુમાનથી કે બીજા કોઈ અનુમાનથી ? જો (ઉપરોક્ત)અનુમાનથી અર્થાત્ કાર્યવહેતુથી થનારા અનુમાનદ્વારા પૃથ્વીવગેરેને ઈશ્વરકૃત માનશો તો અન્યોન્યાશ્રયદોષ આવશે. જેમકે.. જ્યારે કાર્યવહેતુનું કૃતબુદ્ધયુત્પાદકત્વરૂપ વિશેષણ સિદ્ધ થઈ જાય, ત્યારે તે સિદ્ધવિશેષણહેતુથી પ્રકૃતઅનુમાન થઈ જાય તથા જ્યારે પ્રકૃતઅનુમાન થઈ જાય ત્યારે તે અનુમાનથી કાર્ય_હેતુના કુતબુદ્ધયુત્પાદકત્વરૂપ વિશેષણની સિદ્ધિ થઈ જાય - આમ અન્યોન્યાશ્રયદોષ આવતો હોવાથી પ્રથમપક્ષ યોગ્ય નથી. દ્વિતીયપક્ષમાં જો અનુમાનારથી કૃતબુદ્ધિ-ઉત્પાદકત્વરૂપ વિશેષણની સિદ્ધિ માનવામાં આવશે તો, તે અનુમાનાન્તરનું ઉત્થાન પણ સવિશેષણહેતુથી જ માનવું જોઈએ. હવે આ અનુમાનાન્તરના હેતુના વિશેષપણાની સિદ્ધિ પણ તૃતીયઅનુમાનથી કરવી પડશે. તૃતીય અનુમાનના હેતુના વિશેષણની સિદ્ધિ ચોથાઅનુમાનથી માનવી પડશે... આ રીતે ઉત્તરોત્તર અપ્રામાણિક કલ્પનાથી અનવસ્થાદોષ આવે છે.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy