SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५५, जैनदर्शन ६११ કોઈ દ્રવ્યની અપેક્ષા પૂલતા, કોઈક દ્રવ્યની અપેક્ષાએ કૃશતા, કોઈકની અપેક્ષાએ સમાનતા, કોઈકની અપેક્ષાએ વિષમતા, ..એમ ઉપર બતાવેલા અનેક ધર્મો રહેલા છે. તેથી ઘટના અનંતા સ્વધર્મો છે. ટુંકમાં સ્થૂલતા આદિના દ્વારથી (સ્થૂલતા આદિ ધર્મોના દ્વારથી) વિચારતાં પણ ઘટના અનંતાધર્મો છે. सम्बन्धतस्त्वनन्तकालेनानन्तैः परैर्वस्तुभिः समं प्रस्तुतघटस्याधाराधेयभावोऽनन्तविधो भवति, ततस्तदपेक्षयाप्यन्ताः स्वधर्माः । एवं स्वस्वामित्वजन्यजनकत्वनिमित्तनैमित्तिकत्वषोढाकारकत्वप्रकाश्यप्रकाशकत्वभोज्यभोजकत्ववाह्यवाहकत्वाश्रयाश्रयिभाववध्यवधकत्वविरोध्यविरोधकत्वज्ञेयज्ञापकत्वादिसङ्ख्यातीतसम्बन्धैरपि प्रत्येकमनन्ता धर्मा ज्ञातव्याः । तथा ये येऽत्र घटस्य स्वपरपर्याया अनन्तानन्ता उचिरे, तेषामुत्पादा विनाशाः स्थितयश्च पुनः पुनर्भवनेनानन्तकालेनानन्ता अभूवन भवन्ति भविष्यन्ति च, तदपेक्षयाप्यनन्ता धर्माः । एवं पीतवर्णादारभ्य भावतोऽनन्ता धर्माः । ટીકાનો ભાવાનુવાદ સંબંધતઃ ઘટની વિવક્ષા કરતાં અનંતકાલની અપેક્ષાએ અનંતા પર-પદાર્થોની સાથે પ્રસ્તુત ઘટનો આધાર-આધેયભાવ અનંતપ્રકારનો હોય છે. અર્થાત્ અનંતકાલની અપેક્ષાએ વિચારીએ તો ઘટ અનંતીવાર આધાર કે આધેય બન્યો હશે. તેથી ઘટના આધાર-આધેયભાવ અનંત પ્રકારના થાય છે. તેથી અનંતકાલની અપેક્ષાએ આધાર-આધેયભાવની દૃષ્ટિએ પણ ઘટના અનંતા સ્વધર્મો છે. આ પ્રમાણે સ્વ-સ્વામિત્વ, જન્ય-જનકત્વ, નિમિત્ત-નૈમિત્તિકત્વ, પાણી લાવવા આદિ પદાર્થોથી કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન આદિ છએ કારકરૂપ સંબંધ, પ્રકાશ્ય-પ્રકાશકત્વ, ભોજ્યભોજકત્વ, વાહ્ય-વાહકત્વ, આશ્રય-આશ્રણયભાવ, વધ્ય-વધકત્વ વિરોધ્ય-વિરોધકત્વ, શેયજ્ઞાપકત્વ વગેરે સંખ્યાતીત સંબંધો દ્વારા પણ પ્રત્યેકના અનંતાધર્મો જાણવા. કહેવાનો આશય એ છે કે... સુવર્ણના ઘટનો પોતાના સ્વામિ સાથે સ્વસ્વામિભાવ સંબંધઘટ ઉત્પન્ન કરનાર સુવર્ણકાર(સોની)ની સાથે જન્ય-જનકભાવ સંબંધ, તે ઘટના સ્વામિમાં “આ ધનવાન છે” આવા વ્યવહારમાં નિમિત્ત હોવાથી અથવા કુવામાંથી પાણી ખેંચવામાં નિમિત્ત હોવાથી, તેની સાથે નિમિત્ત-નૈમિત્તિકભાવ સંબંધ, કોઈ પાણી આદિ લાવવાના પદાર્થોથી કર્તા, કર્મ, કરણ આદિ છ કારકરૂપ સંબંધ, દીપક આદિથી પ્રકાશ્ય-પ્રકાશકભાવ સંબંધ, જેના ઉપભોગમાં આવે છે, તે ભોક્તાથી ભોજ્ય-ભોજકભાવ સંબંધ, તે પાણી, દૂધ આદિ પદાર્થોને લાવવામાં મદદરૂપ
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy