SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५५, जैनदर्शन કહેવી તે ઉપનય કહેવાય છે. (અહીં પુનઃ લખવાનું કારણ એ છે કે હેતવાક્યના કથનમાં પક્ષધર્મતા = પક્ષમાં હેતુની સત્તાનો નિર્દેશ થાય છે, ત્યારે (સાધ્ય અને સાધનના સંબંધના = અવિનાભાવના) સ્મરણવિના માત્ર પક્ષમાં હેતુને જોવા માત્રથી હેતુ વાક્યનું કથન કરાય છે, જ્યારે ઉપનયવાક્યમાં અવિનાભાવના સ્મરણપૂર્વક પક્ષમાં હેતુની સત્તા અર્થાત્ પક્ષધર્મતાનું કથન કરાતું હોય છે. એટલે કે અવિનાભાવના સ્મરણ બાદ પુન: પક્ષમાં હેતુનો નિર્દેશ થાય છે, કે જે નિગમનવાક્યના કથનની અભિમુખ લઈ જાય છે.) (પક્ષમાં હેતુની સત્તાનું પુનઃ કથન કરીને) પ્રતિજ્ઞાનો ઉપસંહાર કરવો તે નિગમન કહેવાય છે. અર્થાતુ પક્ષમાં સાધ્યનો પુન: નિર્દેશ કરવો તે નિગમન કહેવાય છે. (પ્રશ્નઃ પ્રથમ પ્રતિજ્ઞા વાક્ય અને અંતિમ નિગમનવાક્યમાં શું ફેર છે તે સમજાતું નથી. કારણ કે બંનેના આકાર એક સમાન જ છે. અર્થાત્ પ્રતિજ્ઞાવાક્ય અને નિગમનવાક્યનો “પક્ષ સાધ્યમન' ઇત્યાકારક સમાન આકાર છે, તો બંનેમાં ફરક શું છે ? ઉત્તર : બંનેનો આકાર એક હોવા છતાં પણ પ્રતિજ્ઞાવાક્યમાં પક્ષમાં સાધ્યની સિદ્ધિ થઈ નથી, જ્યારે નિગમનવાજ્યમાં પક્ષમાં સાધ્યની સિદ્ધિ થયા બાદનો નિર્દેશ હોય છે. આટલો બને વચ્ચે ફરક છે. તે જ પુન: પદ લખવાનું પ્રયોજન છે.) આ પક્ષાદિ (પ્રતિજ્ઞાદિપાંચ)ને પંચાવયવ કહેવાય છે. અહીં આ પક્ષાદિ પચાવયવને સમજાવવા ઉદાહરણ આપે છે... [(૧) પ્રતિજ્ઞા(પક્ષ)વાક્ય : શબ્દઃ પરિણામી ! (૨) હેતુ વાક્ય : શબ્દ કૃતજવાન્ | (૩) ઉદાહરણવાક્ય (i) અન્વયદષ્ટાંત ૫: ઋતવ; પરિણાની :, યથા ઘટ: (ii) વ્યતિરેકદષ્ટાંત થતુ ન પરિણાની સ ન તો ફુદ:, યથા વધ્યાસ્તનન્વય | (૪) ઉપનયવાક્ય : શ્રત લયમ્ (શ૮:) અથવા શ૮: પરિણાની વ્યાખ્યતવાન (૫) નિગમનવાક્ય : શબ્દ રિપની I (અહીં યાદ રાખવું કે સામાન્યથી પક્ષ: સધ્ધવાન્ દેતો: આવો અનુમાનપ્રયોગ હોવો જોઈએ. અર્થાત્ અહીં પ્રસ્તુતમાં શ૮: પરિપમી, કૃતવરુત્વા પ્રયોગ હોવો જોઈએ. પરંતુ જૈનદાર્શનિકગ્રંથોમાં મોટા ભાગે સધ્ધવાન્ પક્ષ:, દેતો. અર્થાત્ પરિણામ શુદ્ધ: તત્વ આવો પ્રયોગ થયેલો જોવા મળે છે.)] (હવે પંચાવયવના ઉદાહરણના વિષયમાં પંક્તિ ખોલાય છે) ત્રોફાદાર” - “શબ્દ પરિણામી છે. કારણકે કૃતક છે. જે કૃતક હોય છે, તે પરિણામી=પરિવર્તનશીલ દેખાય છે. જેમકે ઘટ. (તેથી) શબ્દ કૃતક છે, તો તેથી તે પરિણામી પણ હોવો જોઈએ. જે પરિણામી હોતો નથી, તે કૃતક(જન્ય) પણ દેખાતો નથી. જેમકે વંધ્યાનો પુત્ર. તેથી શબ્દ કૃતક છે. આથી તે પરિણામી જ હશે.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy