SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक-५५, जैनदर्शन ५८५ કોઈને ખબર નથી, પરંતુ પરંપરાથી ચાલ્યા આવતો પ્રવાદ=લોકકૃતિઓ ઐતિહ્ય છે. જેમકે. વૃદ્ધો કહેતા હતા કે – “આ વડલામાં યક્ષ વસે છે.” આ જ્ઞાન પ્રમાણરૂપ જ નથી. કારણ કે તે અનિર્દિષ્ટવક્તા દ્વારા બોલાયેલું હોવાથી સાંશયિક છે. કોઈપણ વચન(પ્રવાદ) આગમરૂપ ત્યારે જ બને, કે જ્યારે તે આપ્તપુરુષ દ્વારા બોલાયેલું હોય અર્થાત્ જે પ્રવાદમાં આપ્તવક્તા દ્વારા બોલાયેલ છે, એવો નિશ્ચય થાય તે પ્રવાદ જ આગમરૂપ બને છે. ઇન્દ્રિયો, લિંગ અને શબ્દ વ્યાપારની અપેક્ષાવિના જ અકસ્માત “આજે મારાઉપર રાજા પ્રસન્ન થશે આવા પ્રકારનું સ્પષ્ટભાન થાય છે તે પ્રતિભજ્ઞાન કહેવાય છે. આ પ્રાતિજજ્ઞાન અનીન્દ્રિયનિબંધન હોવાથી અર્થાત્ મનોભાવનાથી ઉત્પન્ન થયેલું હોવાથી માનસપ્રત્યક્ષમાં અંતર્ભત થાય છે. વળી આત્માની પ્રસન્નતા કે અપ્રસન્નતા આદિ લિંગથી પ્રિય-અપ્રિયઆદિ ફળની સાથે (પહેલા) ગ્રહણ કરેલા અન્યથા-અનુપપત્તિરૂપ અવિનાભાવથી ઉત્પન્ન થયેલું અસ્પષ્ટ પ્રાતિજજ્ઞાન અનુમાનરૂપ જ છે. જેમ કીડીઓના દરમાંથી બહાર આવવારૂપ લિંગથી વૃષ્ટિનું અસ્પષ્ટજ્ઞાન થાય છે, તે અનુમાનરૂપ જ છે. (કહેવાનો આશય એ છે કે જેમ પૂર્વે કીડીઓનું દરમાંથી બહાર આવવું અને વરસાદ પડવો - આ અવિનાભાવ ગ્રહણ કરેલો હોવાથી, જ્યારે કીડીઓ દરમાંથી બહાર આવે, ત્યારે પૂર્વે ગ્રહણ કરેલા અવિનાભાવથી) વૃષ્ટિનું અનુમાન કરાય છે. તેમ જ્યારે પૂર્વે મનની પ્રસન્નતા થયેલી, ત્યારે ઇષ્ટની પ્રાપ્તિ થઈ હતી અને મનની અપ્રસન્નતા થઈ હતી, ત્યારે અનિષ્ટની પ્રાપ્તિ થઈ હતી – આ અવિનાભાવને ગ્રહણ કરેલા વ્યક્તિને મનની પ્રસન્નતા કે અપ્રસન્નતાના કારણે ઇષ્ટ-અનિષ્ટનું અસ્પષ્ટપ્રાતિજજ્ઞાન થાય છે, તે અવિનાભાવના બલથી થયું હોવાના કારણે અનુમાનરૂપ છે.) આમ સ્પષ્ટપ્રાતિજજ્ઞાનનો માનસપ્રત્યક્ષ પ્રમાણમાં અને અસ્પષ્ટપ્રાતિજજ્ઞાનનો અનુમાનમાં સમાવેશ થતો હોવાથી પ્રાતિજ્ઞાનને સ્વતંત્રપ્રમાણ માનવાની આવશ્યકતા નથી. આ પ્રમાણે યુક્તિ અને અનુપલબ્ધિ પ્રમાણનો, આદિશબ્દથી વિશિષ્ટઉપલબ્ધિના જનક જ્ઞાનાત્મક કે અજ્ઞાનાત્મક (વિશેષના ત્યાગપૂર્વક) સામાન્યથી સર્વપદાર્થોને પ્રમાણ કહેવાય છે. તે પ્રમાણનો તથા લિખિત = સ્ટેમ્પ, સાલિ અને ભક્તિ = અનુભવ, આ ત્રણને જેઓ પ્રમાણ માને છે, તેઓના તે પ્રમાણનો તથા બીજા વાદિઓ દ્વારા પરિકલ્પિત અન્યપ્રમાણોનો યથાસંભવ પ્રત્યક્ષ અને પરોક્ષમાં અંતર્ભાવ કરવો જોઈએ અને (જે પ્રમાણભૂત ન હોય તેનું) નિરાકરણ કરવું જોઈએ. [આ રીતે યુક્તિ અને અનુપલબ્ધિ આ બે પ્રમાણોનો પણ ઉપરોક્ત બે પ્રમાણમાં સમાવેશ
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy