SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुझय भाग - २, श्लोक-५२, जैनदर्शन ५६९ ભુજપરિસર્પજીવો નીચે બીજી જ નરકમૃથ્વી સુધી જાય છે, તેનાથી અધિક નહિ, પક્ષિઓ યાવતું ત્રીજી નરક સુધી, ચતુષ્પદો ચોથી નરક સુધી, સાપ પાંચમી નરક સુધી જાય છે. તે ભુજપરિસર્પ, પક્ષિઓ, ચતુષ્પદો અને સાપ સર્વે પણ ઉચે ઉત્કૃષ્ટથી સહસારવિમાન (આઠમા દેવલોક) સુધી જાય છે. (અર્થાત્ ભુજપરિસર્પાદિમાં અધોગતિમાં જવાયોગ્ય શક્તિનું તારતમ્ય હોવા છતાં ઉર્ધ્વગતિમાં જવાયોગ્ય શક્તિની સમાનતા છે. તેથી જેની અધોગમનની શક્તિ સ્ટોક હોય, તેની ઉર્ધ્વગમનની શકિત પણ સ્ટોક હોય તેવો નિયમ નથી.) તેથી સ્ત્રીઓમાં સાતમી નરકમૃથ્વીમાં જવાની અયોગ્યતા હોવાના કારણે વિશિષ્ટ સામર્થ્યનો અભાવ (અસત્ત્વ) સિદ્ધ થતો નથી. તેમજ સ્ત્રીઓ વાદ્યદિલબ્ધિથી રહિત હોવાથી પણ વિશિષ્ટસામર્થ્યથી રહિત નથી. કારણકે મૂકકેવલિઓ સાથે વ્યભિચાર આવે છે. મૂકકેવલીઓ કેવલજ્ઞાન બાદ (વાદ તો બાજું પર રાખો) એક પણ શબ્દ બોલતા ન હોવા છતાં મુક્તિમાં જાય છે. અલ્પકૃત હોવાના કારણે સ્ત્રીઓ હીન છે, તેથી મોક્ષ માટે અયોગ્ય છે.' - આ પક્ષ તો તમારે બોલવા યોગ્ય જ નથી. કારણકે મુક્તિની પ્રાપ્તિદ્વારા અનુમાનથી જણાતા વિશિષ્ટ સામર્થ્યવાળા શ્રીમાષતુષાદિ સાથે વ્યભિચાર આવે છે. માપતુષાદિમુનિઓ અલ્પમૃતવાળા હોવા છતાં મુક્તિએ ગયા છે. તેથી મુક્તિની પ્રાપ્તિદ્વારા તેઓમાં વિશિષ્ટ સામર્થ્યનું અનુમાન કરી શકાય છે. (તેઓને શ્રુત અલ્પ હોવા છતાં ગુર્વાષાનું અખંડપાલન, પ્રજ્ઞાપનીયતા, સરળતા આદિ ગુણોએ એવું વિશિષ્ટસામર્થ્ય પેદા કરાવ્યું કે, જેનાદ્વારા કેવલજ્ઞાન પામી મુક્તિએ પહોંચી ગયા.) તેથી અલ્પકૃત હોવામાત્રથી વિશિષ્ટસામર્થ્યનો અભાવ કહી શકાતો નથી. તેથી સ્ત્રીઓમાં વિશિષ્ટ સામર્થ્યનું અસત્ત્વ ઘટતું નથી. (૨) પુરુષદ્વારા સ્ત્રીઓને વંદન કરાતું ન હોવાથી સ્ત્રીઓ પુરુષોથી હીન છે” - આ કથન પણ યોગ્ય નથી. કારણકે (૧) સ્ત્રીઓ સામાન્યરૂપે જ સર્વપુરુષોથી અવંદનીય છે કે (૨) પોતાનાથી કોઈ વિશિષ્ટ ગુણીપુરુષની અપેક્ષાએ અવંદનીય છે? તે તમારે કહેવું જોઈએ. તેમાં પ્રથમપક્ષ તો અસિદ્ધ છે. કારણકે તીર્થંકરની માતાઓ ઇન્દ્રોવડે પણ પૂજનીય હોય છે, તો બાકીના પુરુષોની તો શું વાત કરવી ? બીજો પક્ષ પણ અયોગ્ય છે. કારણકે ગણધરો પણ તીર્થકરોદ્વારા અવંદનીય છે – આથી ગણધર ભગવંતોને પણ હીન કહેવા પડશે અને હીન હોવાથી મોક્ષે જઈ શકશે નહિ. તથા ચતુર્વિધ સંઘ તીર્થકરોદ્વારા પણ વંદનીય હોય છે. સાધ્વીજીઓ પણ તે ચતુર્વિધ સંઘની અંતર્ગત હોવાના કારણે તીર્થકરોથી વંદનીય સ્વીકારાયેલી છે. તો સ્ત્રીઓમાં કેવી રીતે હીનત્વ છે ? આ રીતે સ્ત્રી હીન હોવાથી મોક્ષગમનમાં યોગ્ય નથી, તે પક્ષનું નિરાકરણ થયું. (૩).
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy