SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५२, जैनदर्शन પૂર્વપક્ષ (દિગંબર) : સર્વોત્કૃષ્ટપદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટઅધ્યવસાયવડે પ્રાપ્ત કરાય છે. જગતમાં સર્વોત્કૃષ્ટ સ્થાન બે છે. એક સર્વદુઃખનું સ્થાન સાતમી નરક અને બીજું સર્વસુખનું સ્થાન મોક્ષ છે. તેથી જેમ સ્ત્રીઓનું સાતમી નરકપૃથ્વીમાં ગમન આગમમાં નકારેલું છે. કારણકે સાતમી ન૨કપૃથ્વીમાં જવા પ્રાયોગ્ય તેવા પ્રકારના સર્વોત્કૃષ્ટ અશુભમનોવીર્યનો અભાવ હોય છે, એ પ્રમાણે તેવા પ્રકારના સર્વોત્કૃષ્ટ શુભમનોવીર્યનો પણ સ્ત્રીઓમાં અભાવ હોવાથી મોક્ષ પણ થશે નહિ. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે ५६७ “સ્ત્રીઓમાં મુક્તિના કારણભૂત શુભ મનોવીર્યનો પ્રકર્ષ હોતો નથી, કા૨ણકે તે પરમપ્રકર્ષ (સર્વોચ્ચદશા) છે. જેમકે સાતમી નરકપૃથ્વીમાં જવાના કારણભૂત અશુભમનોવીર્યનો પરમપ્રકર્ષ અભાવ.” આમ સ્ત્રીઓમાં શુભમનોવીર્યના પરમપ્રકર્ષનો અભાવ હોવાથી મુક્તિ થતી નથી. ઉત્તરપક્ષ (શ્વેતાંબર) : તમારું કથન અયોગ્ય છે. કારણકે વ્યાપ્તિનો અભાવ છે. (તેવો કોઈ નિયમ નથી કે કોઈ દૃષ્ટાંતમાં હેતુ અને સાધ્યની વ્યાપ્તિ મળી જવાથી જ હેતુ સત્ય બની જાય. પરંતુ પક્ષમાં પણ તેનો અવિનાભાવ મળવો જોઈએ. તેથી અંતર્વ્યાપ્તિ=પક્ષમાં સાધ્ય-સાધનની વ્યાપ્તિ જ ખરેખર હેતુમાં સત્યતા લાવવાનું પ્રધાન કારણ છે. ટુંકમાં દૃષ્ટાંતમાં સાધ્ય-સાધનની વ્યાપ્તિ તે બહિર્યાપ્તિ. તેનાથી હેતુ સત્ય બનતો નથી. પક્ષમાં સાધ્ય-સાધનની વ્યાપ્તિ તે અંતર્વ્યાપ્તિ. તેનાથી હેતુ સત્ય બને છે. તેથી) બહિર્ષ્યાપ્તિમાત્રથી હેતુ (સાધ્યનો) ગમક બની જતો નથી. પરંતુ અંતર્વ્યાપ્તિથી જ હેતુ સાધ્યનો ગમક બને છે. અન્યથા તત્સુત્રત્વાદિ હેતુથી પણ ગમકત્વનો પ્રસંગ આવશે. (અર્થાત્ અંતર્વ્યાપ્તિથી હેતુમાં સાંધ્યનું ગમકત્વ માનવાના બદલે બહિર્યાપ્તિથી પણ હેતુમાં સાધ્યનું ગમકત્વ માનશો તો) ગર્ભગત બાળકમાં શ્યામપણું સિદ્ધ કરવા માટે આપેલો તત્પુત્રત્વ હેતુ પણ સત્ય બની જશે. આથી અંતર્વ્યાપ્તિથી જ હેતુનું ગમકત્વ સ્વીકારવું જોઈએ. અંતર્વ્યાપ્તિ પ્રતિબંધ (અવિનાભાવ)ના બળથી જ સિદ્ધ થાય છે. અહીં (ઉપરોક્ત તમારા અનુમાનમાં) પ્રતિબંધ(અવિનાભાવ) વિદ્યમાન નથી. અર્થાત્ સાતમી નરકમાં જવામાં અને મોક્ષમાં જવામાં કોઈ અવિનાભાવ નથી. (કારણકે – કોઈ સાતમી નરકમાં ન જાય તો પણ મોક્ષમાં જઈ શકે છે.) તેથી હેતુ સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિક=સંદિગ્ધવ્યભિચારી છે તથા ચરમશ૨ી૨ીજીવો સાથે નિશ્ચયથી વ્યભિચાર છે. (કારણ કે ચરમશરીરિ જીવો નરકમાં ન જવા છતાં પણ મોક્ષમાં જાય છે. તેથી નિશ્ચિયથી ઉપરોક્ત તમારો નિયમ વ્યભિચારી છે.) વળી ચરમશીરીજીવોમાં સાતમી નરકપૃથ્વીમાં જવાના કારણભૂત અશુભમનોવીર્યના પ્રકર્ષના અસદ્ભાવમાં પણ મુક્તિમાં જવાના કારણભૂત શુભમનોવીર્યના પ્રકર્ષનો સદ્ભાવ હોય છે. તથા મહામત્સ્યોથી પણ તમારો ઉપરોક્તનિયમ વ્યભિચારી બને છે. કારણકે તે
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy