SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ५६० षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन માનવામાં વિરોધ આવશે. (અર્થાત્ હિંસાદિનો આવેશ વ્રતનો ઉપબૃહક બનતો નથી, તેથી તપ માની શકાય નહિ.) આથી બુદ્ધિશાળીઓ કેવી રીતે સાધુના કાયલેશને નારકાદિ કાયક્લેશની સાથે સમાનતા પ્રતિપાદિત કરવા માટે સમર્થ થઈ શકે ? ન જ થઈ શકે. અર્થાત્ સાધુને વ્રતપાલનમાં થતા કાયક્લેશની સાથે નરકના જીવોને થતા કાયક્લેશને સરખાવવાનું કામ કોઈ પંડિત કરી શકે નહિ. વળી તમે જે “તપદ્વારા શક્તિસંકર માનીને સ્વલ્પ ઉપવાસાદિથી જ સમસ્તકર્મોનો ક્ષય થવો જોઈએ” ઇત્યાદિ કહ્યું હતું તે ઉચિત જ છે. (વાસ્તવિકતા એ છે કે.) વિચિત્રફળ આપવામાં સમર્થ કર્મોનો શક્તિસંકર થતે છતે ક્ષીણમોહ ગુણસ્થાનકના અન્યસમયે અને અયોગી ગુણસ્થાનકના ચરમસમયે ક્લેશવિના જ શુક્લધ્યાનરૂપ તપવડે અનુક્રમે કેવલજ્ઞાન તથા મુક્તિને પ્રાપ્ત કરે છે. અર્થાત્ અનુક્રમે જીવનમુક્તિ તથા પરમમુક્તિ પ્રાપ્ત કરે છે. તથા વિચિત્રફલ આપવામાં સમર્થ કર્મોના શક્તિ સંકર વિના જીવનમુક્તિ કે પરમમુક્તિ સંગત થતી નથી. (કહેવાનો આશય એ છે કે જેનું મોહકર્મ નષ્ટ થઈ ગયું, તેવા બારમાગુણસ્થાનકવર્તી ક્ષીણમોહી વ્યક્તિના સ્વલ્પશુક્લધ્યાનરૂપી તપથી વિચિત્રફળ આપવાવાળા જ્ઞાનાવરણીયઆદિકર્મોની શક્તિમાં પરિવર્તન થઈને સંકર-એકરૂપતા આવીને તેનો નાશ થઈ જાય છે અને બીજી જ ક્ષણમાં તે ક્ષીણમોહી વ્યક્તિ જીવનમુક્તકેવલિ થઈ જાય છે તથા જેના મન-વચનકાયાના સમસ્ત વ્યાપારોનો વિરોધ થયો છે, તેવા ચૌદમાગુણસ્થાનકવર્તી વ્યક્તિનો સ્વલ્પ શુક્લધ્યાનરૂપી તપ એક જ ક્ષણમાં સર્વકર્મનો નાશ કરી દે છે અને તે વ્યક્તિ બીજી જ ક્ષણમાં પરમમુક્તિને પ્રાપ્ત કરી લે છે. અહીં ઉભયસ્થાને વ્યક્તિને બહુતરકાયક્લેશ નથી, સ્વલ્પશુક્લધ્યાનરૂપ સ્વલ્પ તપથી જ સાધ્ય સિદ્ધ થાય છે. છતાં પણ એટલું યાદ રાખવું કે, તે વિચિત્રફળ આપવાવાળા કર્મોની શક્તિનો સંકર (પૂર્વેના) બહુતરકાયક્લેશથી જ સાધ્ય છે. અર્થાત્ પૂર્વની ઉભયઅવસ્થા પ્રાપ્ત કરતાં પહેલાં અનેકપ્રકારના તપના ઉપબૃહક કાયફલેશોથી જ મોહનીય આદિ કર્મો નબળા પડતા જાય છે. આથી તે અવસ્થાને પ્રાપ્ત કરવા અર્થાત્ શક્તિસંકર પ્રાપ્ત કરવા માટે અનેક કાયફલેશાદિકરાવનારા ઉપવાસાદિ અનુષ્ઠાનોમાં પ્રયાસ કરવો યોગ્ય જ છે. તેના વિના શક્તિસંકર ઘટતો નથી = પ્રાપ્ત થતો નથી. અર્થાત્ કાયફલેશ કરાવનારા બાહ્ય-અત્યંતર તપવિના તપમાં એવા પ્રકારની શક્તિ આવી શકતી નથી તથા કર્મોમાં પરિવર્તન થઈ શકતું નથી. તેથી અનવચ્છિન્ન = અન્વયી જ્ઞાનસંતાન જ અનેક પ્રકારના (બાહ્ય-અત્યંતર) તપ તપવાથી કર્મોનો નાશ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. તે અન્વયી જ્ઞાનસંતાનને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય - આ અનંત ચતુષ્ટયવાળા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તે જ મોક્ષ છે.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy