SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ५५४ षड्दर्शन समुदय भाग- २, श्लोक - ५२, जैनदर्शन त्वात्सर्वथा नित्यादिभावनावन्मुक्तिहेतुत्वानुपपत्तेः । नहि कालान्तरावस्थाय्येकानुसंधातृव्यतिरेकेण भावनाप्युपपद्यते । तथा यो हि निगडादिभिर्बद्धस्तस्यैव तन्मुक्तिकारणपरिज्ञानानुष्ठानाभिसंधिव्यापारे सति मोक्षः, इत्येकाधिकरण्ये सत्येव बन्धमोक्षव्यवस्था लोके प्रसिद्धा । इह त्वन्यः क्षणो बद्धोऽन्यस्य च तन्मुक्तिकारणपरिज्ञानमन्यस्य चानुष्ठानाभिसंधेापारश्चेति वैयधिकरण्यात्सर्वमयुक्तम् । ટીકાનો ભાવાનુવાદ: (હવે બૌદ્ધમતનું ખંડન કરાય છે.) ઉત્તરપક્ષ (જૈન) : ત્યાં તમે “જ્ઞાનક્ષણના પ્રવાહથી અતિરિક્ત આત્મા જેવી કોઈ ચીજ નથી” ઇત્યાદિ જે કહ્યું હતું, તે માત્ર વિચાર્યાવિનાનો પ્રલાપ જ છે. અર્થાત્ તમે જ્ઞાનક્ષણના પ્રવાહને જ આત્મા કહ્યો, તે લેશમાત્ર ઉચિત નથી. કારણ કે જ્ઞાનક્ષણપ્રવાહથી અતિરિક્ત મોતીઓમાં પરોવાયેલા સૂત્ર=દોરાની જેમ (પૂર્વ અને ઉત્તરજ્ઞાનક્ષણોમાં) આત્મસ્વરૂપથી અન્વયી (અનુયાયી) આત્મા માનવામાં નહિ આવે તો કૃતનાશ અને અકૃતાભ્યાગવગેરે દોષો આવી પડશે તથા પૂર્વોત્તરક્ષણોમાં આત્મસ્વરૂપથી અન્વયી (અનુયાયી) આત્માવિના (આત્માને થતા) સ્મરણની પણ અનુપપત્તિ થઈ જશે. (કહેવાનો આશય એ છે કે જ્ઞાનક્ષણપ્રવાહથી અતિરિક્ત આત્માની સત્તાનો સ્વીકાર નહિ કરો તો, સારા કે ખરાબકાર્યો જે જ્ઞાનક્ષણથી થયા હતા, તે જ્ઞાનક્ષણ તો નષ્ટ થઈ જવાના કારણે તે કાર્યોના સારા કે ખરાબફળો તે જ્ઞાનક્ષણને મળશે નહિ. તેથી કૃતનાશદોષ આવશે. ઉલટાનું તે સારા કે ખરાબકાર્યોનું ફળ જે જ્ઞાનક્ષણે તે કાર્યો કર્યા નથી તે ઉત્તરજ્ઞાનક્ષણને મળશે. તેથી અકૃતાભ્યાગમ(=નહીં કરેલા કાર્યનું પણ ફળ મળવાસ્વરૂપ અકૃતાભ્યાગમ)દોષ આવશે. વળી જે વસ્તુનો અનુભવ થયો હોય છે, તે વસ્તુનું કાલાંતરે સ્મરણ થતું હોય છે. પરંતુ જ્ઞાનક્ષણપ્રવાહથી અતિરિક્ત આત્મસ્વરૂપથી અન્વયીઆત્માનો સ્વીકાર કરવામાં નહિ આવે તો આત્માને અનુભૂતવસ્તુનું સ્મરણ થઈ શકશે નહિ. કારણ કે અનુભવ કરનારી જ્ઞાનક્ષણ તો નષ્ટ થઈ ગઈ છે. તેથી સ્મરણ પણ થશે નહિ. આમ જ્ઞાનક્ષણપ્રવાહથી અતિરિક્ત આત્માનો સ્વીકાર નહિ કરવાથી કૃતનાશ, અકૃતાભ્યાગમ, સ્મરણાભાવ વગેરે દોષો આવે છે). વળી “આત્મદર્શીને સંસાર થાય છે....” ઇત્યાદિ જે વિવેચન કર્યું હતું, તે અપેક્ષાએ સત્ય છે. છતાં પણ અજ્ઞાની – મૂર્ખ માણસ આત્માના અસત્ રાગ(સ્નેહ)થી દુ:ખમિશ્રિતસુખના સાધનને (પોતાના સુખનું કારણ) જોતો તે દુઃખમિશ્રિત સાંસારિક સુખના સાધનો મેળવવામાં પ્રવૃત્તિ કરે
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy