SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ५४४ षड्दर्शन समुझय भाग-२, श्लोक -५२, जैनदर्शन છે. સુખ-દુઃખાદિસ્વભાવો પ્રકૃતિના જ છે. આત્માના નથી. તે સુખાદિનો આત્મા સાક્ષાત્ ભોક્તા બનતો નથી. પરંતુ અજ્ઞાનથી વ્યાપ્ત આત્મામાં (પુરુષમાં) પ્રકૃતિનું પ્રતિબિંબ પડે છે, ત્યારે પ્રકૃતિના સુખાદિસ્વભાવો પુરુષ પોતાના માનતો થાય છે અને તેવા ભ્રામકસુખાદિને માટે સંસારના ચક્રમાં ફરતો રહે છે.) પરંતુ જ્યારે પુરુષને ભેદજ્ઞાનનો આવિર્ભાવ થાય છે. અર્થાત્ “આ પ્રકૃતિના વિકારો મારા દુ:ખનું કારણ છે. આની સાથે મારો સંસર્ગ યુક્ત નથી.” આવા પ્રકારની વિવેકખ્યાતિથી પ્રકૃતિદ્વારા સંપાદિતકર્મના ફળને પુરુષ ભોગવતો નથી. પ્રકૃતિ પણ “આ પુરુષ મારાથી વિરક્ત થયો છે. તેણે મને કુરૂપા માની લીધી છે અને તે મારાદ્વારા લાવેલા કર્મફળોને ભોગવશે નહિ.” આવું માનીને કોઢવાળી સ્ત્રીની જેમ (સ્વયં) પુરુષની દૂર સરકે છે – દૂર રહે છે. ત્યારબાદ પ્રકૃતિ ઉપરત થતાં પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે, તે મોક્ષ કહેવાય છે. અર્થાત્ પ્રકૃતિનો સંસર્ગ નાશ પામતાં પુરુષ પોતાના શુદ્ધચૈતન્યમાત્રમાં સ્થિત થઈ જાય છે. આ સ્વરૂપાવસ્થિતિ મોક્ષ કહેવાય છે. પુરુષનું સ્વરૂપ ચૈતન્યમય છે. તે ચેતનાશક્તિ અપરિવર્તનશીલ છે. અર્થાતુ નિત્ય છે. અપ્રતિસંક્રમાદર્પણની જેમ સ્વયં વિષયોના આકારે થતી નથી. પરંતુ પ્રદર્શિતવિષયવાળી બુદ્ધિદ્વારા વિષયોનું પ્રદર્શન કરે છે - અને અનંત છે. મુક્તાત્મા આવા પ્રકારના શુદ્ધચૈતન્યસ્વરૂપમાં અવસ્થિત થાય છે. પરંતુ આનંદાદિસ્વરૂપે નહિ, કારણકે આનંદાદિસ્વભાવો પ્રકૃતિના કાર્ય છે. અર્થાત્ પ્રકૃતિના સ્વભાવ છે, પુરુષના સ્વભાવો નથી. પ્રકૃતિ તો મુક્તજીવની અપેક્ષાએ નાશ પામી હોવાથી, મુક્તપુરૂષ ઉપર તેનો અધિકાર નાશ પામ્યો છે. ___ अत्र वयं ब्रूमः । यत्तावदुक्तं “संसार्यात्मा अज्ञानतमश्छन्नतया" इत्यादि, तदसुन्दरम्, यतः किमज्ञानमेव तम उताज्ञानं च तमश्चेति । प्रथमपक्षे मुक्तात्मापि प्रकृतिस्थमपि सुखादिफलं किं नात्मस्थं मन्येत, ज्ञानस्य बुद्धिधर्मत्वाबुद्धेश्च प्रकृत्या सममुपरतत्वात्, मुक्तात्मनोऽपि ज्ञानाभावेनाज्ञानतमश्छन्नत्वाविशेषात् । द्वितीयपक्षे तु किमिदमज्ञानादन्यत्तमो नाम ? रागादिकमिति चेत् ?, तन्न, तस्यात्मनोऽत्यन्तार्थान्तरभूतप्रकृतिधर्मतयात्माच्छादकत्वानुपपत्तेः । आच्छादकत्वे वा मुक्तात्मनोऽप्याच्छादनं स्यात्, अविशेषात् । किंच संसार्यात्मनोऽकर्तुरपि भोक्तृत्वेऽङ्गीक्रियमाणे कृतनाशाकृतागमादयो दोषाः प्रसज्यन्ते । किंच, प्रकृतिपुरुषयोः संयोगः केन कृतः किं प्रकृत्योतात्मना वा ? न तावत्प्रकृत्या, तस्याः सर्वगतत्वान्मुक्तात्मनोऽपि तत्संयोगप्रसङ्गः । अथात्मना, तर्हि स आत्मा शुद्धचैतन्यस्वरूपः सन् किमर्थं प्रकृतिमादत्ते ? तत्र कोऽपि हेतुरस्ति न वेति वक्तव्यम् । अस्ति चेत् ? तर्हि स हेतुः प्रकृतिर्वा स्यादात्मा वा ?, अन्यस्य
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy