SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦ षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५२, जैनदर्शन દ્વિતીયપક્ષ પણ ઉચિત નથી. કારણ કે બુદ્ધિઆદિગુણો આત્માથી સર્વથાઅભિન્ન હોય તો, બુદ્ધિઆદિનો ઉચ્છેદ થતાં (સંતાનનો ઉચ્છેદ થતાં) સંતાન એવા આત્માનો પણ ઉચ્છેદ થઈ જશે. તેથી આ મોક્ષ કોનો થશે ? તૃતીય કથંચિતુભિન્નભિન્ન પક્ષમાં વૈશેષિકોના પોતાના સિદ્ધાન્તની હાનિસ્વરૂપ અપસિદ્ધાંત નિગ્રહસ્થાન આવી પડે છે. કારણ કે વૈશેષિકો ધર્મ અને ધર્મિને એકાંતે ભિન્ન માને છે. વળી સંતાન–હેતુ વિરુદ્ધ પણ છે. કારણકે કાર્ય-કારણભૂત ક્ષણપ્રવાહોને સંતાન કહેવાય છે. તે કાર્યકારણભાવ સર્વથા(એકાંત)નિત્યવાદમાં કે એકાંતઅનિત્યવાદમાં અસંભવિત છે. અર્થક્રિયા કરવાની શક્તિ (વસ્તુનું પોતાનું કાર્ય કરવાની શક્તિસ્વરૂપ અWક્રિયાકારિત્વ) તથા ભૂલક કાર્યકારણભાવ તો અનેકાંતવાદમાં જ ઘટી શકે છે. (તેનું પ્રતિપાદન વિશેષ આગળ કરીશું.) આથી “સંતાન–' હેતદ્વારા તમારા સાધ્યથી તદ્દન વિપરીત કથંચિતુનિત્યાનિત્ય પદાર્થની જ સિદ્ધિ થાય છે. આથી હેતુ વિરુદ્ધ પણ છે. તથા ઉપરોક્ત અનુમાન નિર્દિષ્ટદૃષ્ટાંત સાધ્યવિકલ છે. કારણકે પ્રદીપાદિનો અત્યંત ઉચ્છેદ અસંભવિત છે. (દીપક જ્યારે બુઝાય છે, ત્યારે દીપકના ચમકતા) ભાસ્વરરૂપવાળા તેજસ પરમાણુઓ ભાસ્વરરૂપનો ત્યાગ કરીને અંધકારરૂપમાં પરિવર્તિત થાય છે. પરંતુ દીપકનો અત્યંત ઉચ્છેદ થતો નથી. અનુમાન પ્રયોગ : પૂર્વરૂપનો ત્યાગ, ઉત્તરરૂપની ઉત્પત્તિ અને પુદ્ગલરૂપથી સ્થિર રહેવાના પરિણામવાળોદીપક છે. પરંતુ અત્યંત ઉચ્છેદ થવાવાળો દીપક નથી). કારણકે સતું છે. જેમકે ઘટાદિ. આ વિષયમાં ઘણું કહેવા યોગ્ય છે. પરંતુ તે “અનેકાંતના પ્રકરણમાં વિસ્તારથી કહીશું. વળી તમે એ બતાવો કે - મોક્ષમાં ઇન્દ્રિયજન્ય બુદ્ધિઆદિગુણોનો ઉચ્છેદ તમે સિદ્ધ કરવા ઇચ્છો છો કે ઇન્દ્રિયોની સહાયતાવિના જ માત્ર આત્માથી ઉત્પન્ન થવાવાળા અતીન્દ્રિય બુદ્ધિઆદિગુણોનો ઉચ્છેદ તમે સિદ્ધ કરવા ઇચ્છો છો ? તેમાં પ્રથમપક્ષમાં સિદ્ધસાધનદોષ આવે છે. જેને પ્રતિવાદિ સ્વીકારતો હોય તે સિદ્ધ પદાર્થોને સિદ્ધ કરવા પ્રયત્ન કરવો તે સિદ્ધસાધન દોષ કહેવાય છે. પ્રથમ પક્ષમાં સિદ્ધસાધન દોષ આવે છે.) કારણ કે પ્રતિવાદિ એવા અમારા વડે તેનો સ્વીકાર કરાયેલો જ છે. આથી તેને સિદ્ધ કરવા અનુમાનપ્રયોગ બતાવવો નિરર્થક છે. બીજાવિકલ્પમાં તો મોક્ષ મેળવવાની કોઈપણ વ્યક્તિ પ્રવૃત્તિ કરશે નહિ, મોક્ષ માટે થતો પુરુષાર્થ અસંગત બની જશે. કારણકે સર્વે પણ મોક્ષાર્થી જીવો (સંસારના સુખથી) અતિશયિત
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy