SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ५२८ षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५१, जैनदर्शन स्याद्वादवादिभिरिति । स च प्रशस्ताप्रशस्तभेदाद् द्वेधा । प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदाच चतुर्विधा । प्रकृतिः-स्वभावो यथा ज्ञानावरणं ज्ञानाच्छादनस्वभावमित्यादि । स्थितिःअध्यवसायकृतः कालविभागः । अनुभागो-रसः । प्रदेशः-कर्मदलसंचय इति । पुनरपि मूलप्रकृतिभेदादष्टधा ज्ञानावरणादिकः । उत्तरप्रकृतिभेदादष्टपञ्चाशदधिकशतभेदः । सोऽपि तीव्रतीव्रतरमन्दमन्दतरादिभेदादनेकविध इत्यादि कर्मग्रन्थादवसेयम् । ટીકાનો ભાવાનુવાદ: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગસ્વરૂપ આશ્રવોનો સમ્યગુદર્શન-વિરતિ - પ્રમાદપરિહાર-ક્ષમાદિ-ગુપ્તિ-યતિધર્મ-અનુપ્રેક્ષા (ભાવના) આદિદ્વારા નિરોધ કરવો તે સંવર કહેવાય છે. અહીં આત્માના મિથ્યાત્વાદિ મલિનપર્યાયોનો આત્માના સમ્યગ્દર્શનાદિવિશુદ્ધ પર્યાયોદ્વારા નિરોધ કરવો તે સંવર કહેવાય છે. આવી રીતે પર્યાયના કથનધ્વારા સંવરની વ્યાખ્યા કરાઈ છે. આત્મામાં (આવતા) કર્મના ઉપાદાન કારણભૂત પરિણામના અભાવને સંવર કહેવાય છે. અર્થાત્ આત્મામાં કર્મનું આવાગમન જે મિથ્યાત્વાદિ મલિનપરિણામોથી થાય છે, તે પરિણામોના અભાવને સંવર કહેવાય છે. સંવર બે પ્રકારનો છે. (૧) દેશસંવર, (૨) સર્વસંવર. બાદર-સૂક્ષ્મ મન-વચન-કાયાસ્વરૂપ યોગના નિરોધકાલે સર્વસંવર હોય છે. અર્થાતુ અયોગિગુણસ્થાનકે સૂક્ષ્મ કે બાદર સર્વે મનવચન-કાયાના વ્યાપારનો જ્યાં નિરોધ થાય છે, તે સર્વસંવર કહેવાય છે. તે સિવાયના શેષકાલમાં ચારિત્રસ્વીકારની શરૂઆતથી દેશસંવર હોય છે. હવે બંધતત્ત્વને કહે છે - આત્મપ્રદેશો અને કર્મયુગલોનું દૂધ-પાણીની જેમ પરસ્પર એકમેક થઈ જવું તે બંધ કહેવાય છે. અથવા જેનાદ્વારા આત્મા બંધાય છે અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ વડે પરતંત્રતાને પામે છે, તે પુદ્ગલકર્મના પરિણામને બંધ કહેવાય છે. શંકાઃ શરીર ઉપર પહેરેલી કંચુકિ (ચોળી) કે સાંપના શરીર ઉપરની કાંચળીના સંયોગ સમાન જીવ અને કર્મનો સંબંધ ગોષ્ઠામાહિલે માન્યો, તેવા પ્રકારનો જીવ અને કર્મ વચ્ચેનો સંબંધ તમે માન્યો છે કે અન્ય પ્રકારનો સંબંધ માન્યો છે ? સમાધાનઃ અમે કર્મવર્ગણાના સ્કન્ધોનો અને જીવનો પરસ્પર અનુપ્રવેશસ્વરૂપ સંબંધ માન્યો છે. અર્થાત વહ્નિ અને લોખંડના ગોળાના અથવા દૂધ-પાણીના સંબંધ જેવો પરસ્પર અનુપ્રવેશ સ્વરૂપ જ સંબંધ જીવ-કર્મનો માન્યો છે તે જાણવું. પરંતુ શરીર-કંચુકી કે કંચુકના સંયોગ જેવો કે અન્ય પ્રકારના કોઈ સંયોગ જેવો સંયોગ માન્યો નથી.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy