SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५०, जैनदर्शन चास्रवः पुण्यापुण्यबन्धहेतुतया द्विविधः । द्विविधोऽप्ययं मिथ्यात्वाद्युत्तरभेदापेक्षयोत्कर्षापकर्षभेदापेक्षया वानेकप्रकारः । अस्य च शुभाशुभमनोवाक्कायव्यापाररूपस्यास्रवस्य सिद्धिः स्वात्मनि स्वसंवेदनाद्यध्यक्षतः, परस्मिंश्च वाक्कायव्यापारस्य कस्यचित्प्रत्यक्षतः, शेषस्य च तत्कार्यप्रभवानुमानतश्चावसेया, आगमाञ्च ।।५०।। ટીકાનો ભાવાનુવાદ: હવે આશ્રવતત્ત્વનું નિરૂપણ કરે છે. મિથ્યાત્વાદિકર્મબંધના હેતુઓ છે. કુદેવમાં સુદેવની, કુગુરુમાં સુગુરુની, કુધર્મમાં સુધર્મની બુદ્ધિને મિથ્યાત્વ કહેવાય છે. (અર્થાત્ રાગ-દ્વેષની તીવ્ર પરિણતિની વિદ્યમાનતામાં જે કુદેવાદિમાં સુવાદિની બુદ્ધિ થાય છે તેને મિથ્યાત્વ કહેવાય છે.) હિંસાદિની અનિવૃત્તિને અવિરતિ કહેવાય છે. (પ્રકર્ષથી આત્મા માટે અહિતકર પ્રવૃત્તિઓમાં મુંઝાવે તે પ્રમાદ કહેવાય છે.) મઘ, વિષય, કષાય, નિદ્રા, વિકથા પાંચ પ્રકારનો પ્રમાદ છે. (જેનાથી સંસારનો લાભ અર્થાત્ સંસાર પરિભ્રમણ ચાલુ રહે તે કષાય કહેવાય છે.) ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયો છે. મન, વચન અને કાયાના વ્યાપારને યોગ કહેવાય છે. અહીં આ પ્રમાણે અક્ષરઘટના છે. જ્ઞાનાવરણીયાદિ કર્મબંધના મિથ્યાત્વાદિ જે હેતુઓ છે, તે મિથ્યાત્વાદિ જૈનશાસનમાં આશ્રવ જાણવા. જેનાથી (આત્મામાં) કર્મ આવે છે તે આશ્રવ કહેવાય છે. તેથી મિથ્યાત્વાદિવિષયક મનવચન-કાયાના વ્યાપારો જ શુભાશુભકર્મબંધના કારણ હોવાથી આશ્રવ કહેવાય છે. શંકા બંધના અભાવમાં આશ્રવની ઉપપત્તિ કેવી રીતે થાય ? અર્થાતુ આત્મામાં કર્મનો બંધ નથી, તો આત્મામાં બંધના કારણભૂત મિથ્યાત્વાદિ આશ્રવો કેવી રીતે હોઈ શકે ? તથા મિથ્યાત્વાદિ મલિનભાવો વિના આત્મામાં કર્મો કેવી રીતે આવી શકે ? અથવા આત્મામાં પહેલેથી જ બંધનો સભાવ છે. તેથી આશ્રવની બંધહેતતા નિરર્થક છે. કારણકે પૂર્વે પણ આત્મામાં બંધ વિદ્યમાન છે, પછી તેના કારણભૂત આશ્રવની શી જરૂર છે ? વળી જે જેના અભાવમાં પણ હોય છે તે તેનું કારણ થતું નથી. અર્થાત્ જે જેનું કારણ હોય છે, તે તેના અભાવમાં હોતું નથી. અર્થાત્ આશ્રવ આત્મામાં નહોતો, તે વખતે આત્મામાં બંધ હતો. અર્થાત્ જે પૂર્વે પણ આત્મામાં બંધ હતો અને આશ્રવ નહોતો, તો તે આશ્રવને બંધનું કારણ કેવી રીતે કહી શકાય ? જો આશ્રવને કારણ કહેશો તો અતિપ્રસંગ આવશે. કારણકે બંધ પ્રત્યે આશ્રવની હેતતા ન હોવા છતાં પણ આશ્રવને બંધપ્રત્યે હેત કહેવાથી અતિવ્યાપ્તિ આવે છે. સમાધાન : તમારી વાત ઉચિત નથી. કારણ કે આશ્રવ પૂર્વબંધની અપેક્ષાએ કાર્યતરીકે ઇચ્છાય છે. અર્થાતુ પૂર્વે આત્મામાં જે કર્મ બંધ હતો, તેના યોગે આત્મામાં મિથ્યાત્વાદિ
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy