SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन આ ઉપાદાનકારણો અને સહકારિ કારણોનો અનભિજ્ઞ આત્મા સિત્યાદિકાર્યોનો કર્તા સંભવતો નથી. તેથી સિત્યાદિકાર્યોનું કર્તુત્વ આપણા જેવાઓમાં સંભવતું નથી. અને તે ઈશ્વરના જ્ઞાનાદિ નિત્ય છે અને કુંભારાદિના જ્ઞાનાદિ અનિત્ય છે. આથી ઈશ્વરના જ્ઞાનાદિ કુંભારાદિના જ્ઞાનાદિથી વિલક્ષણ છે. જેમ એક કાર્ય કરવામાં અનેક કર્મચારીઓ કામ કરતા હોય, છતાં તે સર્વે પ્રધાન કર્મચારીના નિયંત્રણ હેઠળ હોય તો જ કાર્ય સુંદર થાય છે. તેમ જગતના સમસ્તફિત્યાદિ કાર્યોના કર્તાઓ એકવ્યક્તિના નિયંત્રણ હેઠળ છે. તે સર્વજ્ઞ ઈશ્વર છે. આ રીતે ઈશ્વરમાં એકત્વ સિદ્ધ થયું. બીજી રીતે નાના(અનેક) કાર્યકર્તાઓ પ્રધાન સચિવોને આધીન હોય છે. પ્રધાન સચિવ રાજાને આધીન હોય છે. રાજાઓ ચક્રવર્તિને આધીન છે. તે ચક્રવર્તિ ઈશ્વરને આધીન છે. આમ સમગ્રજગતના કાર્યોનો અધિષ્ઠાતા સર્વશક્તિશાળી ઈશ્વર એક જ છે. આ રીતે ઈશ્વરમાં એકત્વ સિદ્ધ થયું. (પ્રશ્નઃ સર્વ કાર્યોનો અધિષ્ઠાતા એક જ હોય, તેવું તમે કેવી રીતે કહો છો ?) ઉત્તર : જેમ મહાપ્રાસાદાદિ કાર્યકરવામાં એક સૂત્રધારને પરતંત્ર સ્થાપત્યોની પ્રવૃત્તિ (જગતમાં) પ્રસિદ્ધ છે. તેમ જગતના સઘળાયે કાર્યોના અધિષ્ઠાતા તરીકે એક ઈશ્વરની સિદ્ધિ થાય છે. શંકા : જો ઈશ્વરને એક તથા નિત્ય માનશો તો કાર્યોમાં જે કદાચિત્કત્વ અને વિચિત્રતા દેખાય છે, તેનો વિરોધ આવશે. અર્થાત્ ઈશ્વરને એકસ્વભાવવાળા તથા નિત્ય માનશો તો “અમુકકાર્યો ગ્રીષ્મ ઋતુમાં જ થાય છે, અમુકકાર્યો શીતઋતુમાં જ થાય છે, અમુકકાર્યો વર્ષાઋતુમાં જ થાય છે - આવું જે કાર્યોમાં કદાચિત્કત્વ દેખાય છે, તે સંભવિત બની શકશે નહિ અને જગતમાં જે બીજી વિચિત્રતાઓ દેખાય છે, તે પણ સંભવિત બની શકશે નહિ. સમાધાનઃ જગતના કાર્યોની જે વિચિત્રતા અને કાર્યોમાં કદાચિત્કત્વ દેખાય છે, તે સહકારિ કારણોની પ્રાપ્તિના કદાચિત્કત્વ અને વિચિત્રતાના કારણે છે. કહેવાનો આશય એ છે કે એકલા ઈશ્વરથી જ કાર્ય ઉત્પન્ન થતું નથી, પરંતુ ઈશ્વરસિવાય અન્ય પણ સહકારિતારણોની અપેક્ષા હોય છે. તે બધા મળીને કાર્ય ઉત્પન્ન કરે છે. આથી ઈશ્વર એકરૂપ હોવા છતાં ઈશ્વરને સહકારિ કારણોનો જ્યારે સમાગમ થાય, ત્યારે કાર્ય ઉત્પન્ન કરે છે. તેના કારણે કાર્યોમાં કદાચિત્કૃત્વ આવે છે. તથા સહકારિકરણોમાં વિચિત્રતા હોવાથી કાર્યોમાં પણ વિચિત્રતા આવે છે. શંકા જગતમાં દેખાતા કાર્યોમાં, તે કાર્યોને થતા જોવાયા ન હોવા છતાં, તે કાર્યો થઈ ગયા બાદ “આ કાર્ય થઈ ગયું અને ખૂબ સુંદર છે.” તથા “આ કાર્ય થયું, પરંતુ સુંદર નથી.”—આવી
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy