SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५०, जैनदर्शन ५१९ स्वोदरदरीपूरणेऽप्यनिपुणाः, एके देवा इव निरन्तरं सरसविलाससुखशालिनः, इतरे पुनर्नारका इवोनिद्रदुःखविद्राणचित्तवृत्तय इति । अतोऽनुभूयमानसुखदुःखनिबन्धने पुण्यपापे स्वीकर्तव्ये । तदङ्गीकरणे च विशिष्टयोस्तत्फलयो गस्थाने स्वर्गनरकावपि प्रतिपत्तव्यौ, अन्यथार्धजरतीयन्यायप्रसङ्ग: स्यात् । प्रयोगश्चात्र सुखदुःखे कारणपूर्वके, कार्यत्वात्, अङ्कुरवत् । ये च तयोः कारणे, ते पुण्यपापे मन्तव्ये, यथाङ्कुरस्य बीजम् । ટીકાનો ભાવાનુવાદ : શ્લોકમાં “તુ' ભિન્નક્રમમાં છે. વળી પાપ પુણ્યકર્મથી વિપરીત છે. અર્થાતુ નરકાદિ અપ્રશસ્તફલને આપનારા કર્મપુદ્ગલને પાપ કહેવાય છે. તે પાપકર્મના પુદ્ગલો જીવની સાથે સંબદ્ધ રહે છે. જો કે અહીં આગળ કહેવાશે તે બંધતત્ત્વમાં પુણ્ય અને પાપનો સમાવેશ થઈ જતો હોવા છતાં પણ તે બંનેનો પૃથફ નિર્દેશ પ્રતિવાદિઓ દ્વારા પુણ્ય અને પાપના વિષયમાં કરાયેલી અનેકવિધ કલ્પનાઓના નિરાકરણ માટે છે. તે બંને તત્ત્વના વિષયમાં અન્ય મતો આ પ્રમાણે છે. - કેટલાક પરવાદિઓ “એકમાત્ર પુણ્ય જ છે પાપ નથી” આવું કહે છે. બીજા કેટલાક પ્રતિવાદિઓ કહે છે કે પાપ એક જ તત્ત્વ છે પુણ્ય નથી.” બીજા કેટલાક વાદિઓ કહે છે કે – “અન્યોન્ય એકબીજામાં સમાવેશ પામેલા સ્વરૂપવાળા છે. જેમ મેચકમણિમાં અનેકરંગો સમાવેશ પામ્યા છે, તેમ સુખમિશ્રિત દુઃખ તથા દુઃખમિશ્રિત સુખરૂપ ફલને આપનાર “પુણ્યપાપનામની એક જ વસ્તુ છે.” વળી અન્યવાદિઓ કહે છે કે “મૂલથી જ કર્મ જેવું કોઈ તત્ત્વ નથી. આ સર્વ પણ જગતનો પ્રપંચ સ્વભાવસિદ્ધ છે.” આ સર્વે પણ મતો સત્ય નથી. કારણ કે સર્વ જીવોવડે સુખ અને દુ:ખ ભિન્ન-ભિન્ન રીતે અનુભવાય છે. તેથી તેના કારણભૂત પુણ્ય અને પાપનો પણ સ્વતંત્રપણે સ્વીકાર કરવો જોઈએ. પરંતુ બંનેમાંથી એકને કે મિશ્રરૂપે પણ બંનેને માનવા નહિ. શંકા : (નાસ્તિકો અને વેદાન્તિઓ કર્મની સત્તાને માનતા નથી. તેઓનો અભિપ્રાય છે કે) - “પુણ્ય અને પાપ આકાશપુષ્પની જેમ અસતું જ માનવા જોઈએ. પરંતુ સભુત ન માનવા જોઈએ. ત્યારે તેના ફળ ભોગવવાના સ્થાનભૂત સ્વર્ગ અને નરકની કલ્પના પણ નિરર્થક છે. સમાધાન : પુણ્ય અને પાપના અભાવમાં સુખ-દુઃખની ઉત્પત્તિ નિર્દેતુક માનવી પડશે. A. “તદ્યથા - કાઈ નરત્યાઃ ઢામયન્ત ગઈ નેતિ ” - પતિ. મામા ૪/૧/૭૮મુલં જ વમયતે ગાનાર મને जरत्याः ।"-महाभा-प्रतीप ।“अर्धमुखमात्रंजरत्याः वृद्धायाः कामयते नाङ्गानीति सोऽयमर्धजरतीन्यायः ।।"-ब्रह्मसू० शां० મા ત્રિામાં ૧/૨/૮ ! • •
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy